< કરિંથીઓને બીજો પત્ર 7 >
1 ૧ તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
ଅତଏବ, ହେ ପ୍ରିୟମାନେ, ଏହି ସମସ୍ତ ପ୍ରତିଜ୍ଞାପ୍ରାପ୍ତ ହେବାରୁ ଆସ, ଶରୀର ଓ ଆତ୍ମାର ସମସ୍ତ ଅଶୁଚିତାରୁ ଆପଣା ଆପଣାକୁ ଶୁଚି କରୁ, ପୁଣି, ଈଶ୍ବରଙ୍କୁ ଭୟ କରି ପବିତ୍ରତାରେ ସିଦ୍ଧ ହେଉ।
2 ૨ અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.
ତୁମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ଆମ୍ଭମାନଙ୍କୁ ସ୍ଥାନ ଦିଅ; ଆମ୍ଭେମାନେ କାହାରି ଅନ୍ୟାୟ କରି ନାହୁଁ, କାହାକୁ ନଷ୍ଟ କରି ନାହୁଁ, କାହାରି କ୍ଷତି କରି ନାହୁଁ।
3 ૩ હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଦୋଷ ଦେବା ନିମନ୍ତେ ଏହା କହୁ ନାହିଁ; କାରଣ ମୁଁ ପୂର୍ବରେ କହିଅଛି, ତୁମ୍ଭେମାନେ ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ଏପରି ସ୍ଥାନ ପାଇଅଛ ଯେ, ମଲେ ଆମ୍ଭେମାନେ ଏକତ୍ର ମରିବା, ପୁଣି, ବଞ୍ଚିଲେ ଏକତ୍ର ବଞ୍ଚିବା।
4 ૪ તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.
ତୁମ୍ଭମାନଙ୍କଠାରେ ମୋହର ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱାସ ଅଛି, ତୁମ୍ଭମାନଙ୍କ ବିଷୟରେ ମୋହର ଅତ୍ୟନ୍ତ ଦର୍ପ; ମୁଁ ସାନ୍ତ୍ୱନାରେ ପରିପୂର୍ଣ୍ଣ, ଆମ୍ଭମାନଙ୍କ ସମସ୍ତ କ୍ଳେଶରେ ମୋହର ଆନନ୍ଦ ଉଛୁଳି ପଡ଼ୁଅଛି।
5 ૫ કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.
କାରଣ ମାକିଦନିଆରେ ଉପସ୍ଥିତ ହେଲା ଉତ୍ତାରେ ମଧ୍ୟ ବାହାରେ ଯୁଦ୍ଧ ଓ ଭିତରେ ଭୟ, ଏହିପରି ସର୍ବପ୍ରକାରେ କ୍ଳେଶଭୋଗ କରିବାରୁ ଆମ୍ଭମାନଙ୍କ ଶରୀରସୁଦ୍ଧା ବିଶ୍ରାମ ପାଇଲା ନାହିଁ।
6 ૬ પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’
ତଥାପି ଭଗ୍ନୋତ୍ସାହମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି ଯେ ଈଶ୍ବର, ସେ ତୀତସଙ୍କ ଆଗମନ ଦ୍ୱାରା ଆମ୍ଭମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଲେ,
7 ૭ અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.
ଆଉ, କେବଳ ତାହାଙ୍କ ଆଗମନ ଦ୍ୱାରା ନୁହେଁ, କିନ୍ତୁ ଯେଉଁ ସାନ୍ତ୍ୱନା ଦ୍ୱାରା ସେ ତୁମ୍ଭମାନଙ୍କ ବିଷୟରେ ସାନ୍ତ୍ୱନାପ୍ରାପ୍ତ ହୋଇଥିଲେ, ତାହା ଦ୍ୱାରା ମଧ୍ୟ ସାନ୍ତ୍ୱନା ଦେଲେ, କାରଣ ସେ ତୁମ୍ଭମାନଙ୍କ ଉଦ୍ଯୋଗ, ତୁମ୍ଭମାନଙ୍କ ବିଳାପ, ମୋʼ ସପକ୍ଷରେ ତୁମ୍ଭମାନଙ୍କ ଆଗ୍ରହ ବିଷୟ ଆମ୍ଭମାନଙ୍କୁ ଜଣାଇଲେ; ସେଥିରେ ମୁଁ ଆହୁରି ଅଧିକ ଆନନ୍ଦିତ ହେଲି।
8 ૮ જોકે મેં મારા પત્રથી તમને દુ: ખી કર્યા અને તેનું મને દુ: ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ: ખી કર્યા હતા.
ଯେଣୁ ମୋହର ପତ୍ର ଦ୍ୱାରା ଯଦ୍ୟପି ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଦୁଃଖ ଦେଲି, ତଥାପି ମୁଁ ସେଥିସକାଶେ ଦୁଃଖିତ ନୁହେଁ; ସେହି ପତ୍ର ତୁମ୍ଭମାନଙ୍କୁ ଅଳ୍ପ କାଳ ନିମନ୍ତେ ସୁଦ୍ଧା ଦୁଃଖ ଦେଇଥିବାର ଦେଖି ମୁଁ ଦୁଃଖିତ ହୋଇଥିଲେ ସୁଦ୍ଧା
9 ૯ પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ: ખી થયા એટલા માટે નહિ, પણ દુ: ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.
ଏବେ ଆନନ୍ଦ କରୁଅଛି, ତୁମ୍ଭେମାନେ ଯେ ଦୁଃଖିତ ହେଲ, ସେଥିପାଇଁ ନୁହେଁ, ମାତ୍ର ତୁମ୍ଭମାନଙ୍କର ଦୁଃଖ ଯେ ତୁମ୍ଭମାନଙ୍କ ମନ-ପରିବର୍ତ୍ତନର କାରଣ ହେଲା, ଏଥିପାଇଁ; ଯେଣୁ ଆମ୍ଭମାନଙ୍କର ଦ୍ୱାରା ତୁମ୍ଭମାନଙ୍କର ଯେପରି କୌଣସି କ୍ଷତି ନ ହୁଏ, ସେଥିପାଇଁ ତୁମ୍ଭେମାନେ ଈଶ୍ବରଙ୍କ ଇଚ୍ଛାନୁସାରେ ଦୁଃଖପ୍ରାପ୍ତ ହେଲ।
10 ૧૦ કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ: ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે; પણ જગિક દુ: ખ મરણ પમાડે છે.
କାରଣ ଈଶ୍ବରଙ୍କ ଇଚ୍ଛାନୁସାରେ ଯେଉଁ ଦୁଃଖ, ତାହା ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ ଏପରି ମନ-ପରିବର୍ତ୍ତନ ଜନ୍ମାଏ, ଯାହା ସକାଶେ ଅନୁତାପ କରିବାକୁ ପଡ଼େ ନାହିଁ; ମାତ୍ର ସାଂସାରିକ ଦୁଃଖ ମୃତ୍ୟୁ ଜନ୍ମାଏ।
11 ૧૧ કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
ଯେଣୁ ଦେଖ, ଈଶ୍ବରଙ୍କ ଇଚ୍ଛାନୁସାରେ ତୁମ୍ଭେମାନେ ଏହି ଯେଉଁ ଦୁଃଖ ପାଇଲ, ତାହା ତୁମ୍ଭମାନଙ୍କଠାରେ କେତେ ଉତ୍ସାହ, ହଁ, କେତେ ଅଭିଯୋଗ ଖଣ୍ଡନ, ହଁ, କେତେ ବିରକ୍ତି, ହଁ, କେତେ ଭୟ, ହଁ କେତେ ଆଗ୍ରହ, ହଁ, କେତେ ଉଦ୍ଯୋଗ, ହଁ, କେତେ ପ୍ରତିକାର ଜନ୍ମାଇଅଛି। ଏହି ବିଷୟରେ ତୁମ୍ଭେମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ନିର୍ଦ୍ଦୋଷ ବୋଲି ପ୍ରମାଣ ଦେଇଅଛ।
12 ૧૨ જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
ଏଣୁ ଯଦ୍ୟପି ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କ ନିକଟକୁ ଲେଖିଲି, ତଥାପି ଯେ ଅନ୍ୟାୟ କରିଅଛି, ବା ଯେ ଅନ୍ୟାୟ ସହିଅଛି, ତାହା ନିମନ୍ତେ ଯେ ଲେଖିଲି, ତାହା ନୁହେଁ, ମାତ୍ର ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ତୁମ୍ଭମାନଙ୍କ ଆଗ୍ରହ ଯେପରି ଈଶ୍ବରଙ୍କ ଛାମୁରେ ତୁମ୍ଭମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରକାଶିତ ହୁଏ, ସେଥିନିମନ୍ତେ ଲେଖିଲି। ଅତଏବ, ଆମ୍ଭେମାନେ ସାନ୍ତ୍ୱନାପ୍ରାପ୍ତ ହୋଇଅଛୁ।
13 ૧૩ આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ. તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે.
ପୁଣି, ଆମ୍ଭମାନଙ୍କ ସାନ୍ତ୍ୱନାରେ ଆମ୍ଭେମାନେ ତୀତସଙ୍କ ଆନନ୍ଦ ହେତୁ ଆହୁରି ଅଧିକ ଆନନ୍ଦ କଲୁ, କାରଣ ତାହାଙ୍କ ଆତ୍ମା ତୁମ୍ଭ ସମସ୍ତଙ୍କ ଦ୍ୱାରା ସଞ୍ଜୀବିତ ହୋଇଅଛି।
14 ૧૪ માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.
ଯେଣୁ ଯଦି କୌଣସି ବିଷୟରେ ତୀତସଙ୍କ ନିକଟରେ ତୁମ୍ଭମାନଙ୍କ ସମ୍ବନ୍ଧରେ ମୁଁ ଦର୍ପ କରିଅଛି, ତେବେ ଲଜ୍ଜିତ ହୋଇ ନାହିଁ, ବରଂ ଯେପରି ଆମ୍ଭେମାନେ ସମସ୍ତ ବିଷୟରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ସତ୍ୟ କହିଥିଲୁ, ସେହିପରି ତୀତସଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମ୍ଭମାନଙ୍କ ଦର୍ପ ମଧ୍ୟ ସତ୍ୟ ବୋଲି ଜଣାଯାଇଅଛି।
15 ૧૫ તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તિતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે.
ଆଉ, କିପରି ଭୟ ଓ କମ୍ପରେ ତୁମ୍ଭେମାନେ ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କରି ସମସ୍ତେ ତାଙ୍କର ବାଧ୍ୟ ହେଲ, ଏହା ସ୍ମରଣ କରି ତୁମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ତାହାଙ୍କ ଅନ୍ତରର ସ୍ନେହ ଅଧିକ ବୃଦ୍ଧି ପାଇଅଛି।
16 ૧૬ મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.
ମୁଁ ଯେ ସର୍ବ ବିଷୟରେ ତୁମ୍ଭମାନଙ୍କଠାରେ ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱାସ କରିପାରେ, ଏଥିପାଇଁ ଆନନ୍ଦ କରୁଅଛି।