< કરિંથીઓને બીજો પત્ર 6 >

1 અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.
តស្យ សហាយា វយំ យុឞ្មាន៑ ប្រាត៌្ហយាមហេ, ឦឝ្វរស្យានុគ្រហោ យុឞ្មាភិ រ្វ្ឫថា ន គ្ឫហ្យតាំ។
2 કેમ કે તે કહે છે કે, ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે.
តេនោក្តមេតត៑, សំឝ្រោឞ្យាមិ ឝុភេ កាលេ ត្វទីយាំ ប្រាត៌្ហនាម៑ អហំ។ ឧបការំ ករិឞ្យាមិ បរិត្រាណទិនេ តវ។ បឝ្យតាយំ ឝុភកាលះ បឝ្យតេទំ ត្រាណទិនំ។
3 અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.
អស្មាកំ បរិចយ៌្យា យន្និឞ្កលង្កា ភវេត៑ តទត៌្ហំ វយំ កុត្រាបិ វិឃ្នំ ន ជនយាមះ,
4 પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી,
កិន្តុ ប្រចុរសហិឞ្ណុតា ក្លេឝោ ទៃន្យំ វិបត៑ តាឌនា ការាពន្ធនំ និវាសហីនត្វំ បរិឝ្រមោ ជាគរណម៑ ឧបវសនំ
5 ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી,
និម៌្មលត្វំ ជ្ញានំ ម្ឫទុឝីលតា ហិតៃឞិតា
6 શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,
បវិត្រ អាត្មា និឞ្កបដំ ប្រេម សត្យាលាប ឦឝ្វរីយឝក្តិ
7 સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી.
រ្ទក្ឞិណវាមាភ្យាំ ករាភ្យាំ ធម៌្មាស្ត្រធារណំ
8 માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા;
មានាបមានយោរខ្យាតិសុខ្យាត្យោ រ្ភាគិត្វម៑ ឯតៃះ សវ៌្វៃរីឝ្វរស្យ ប្រឝំស្យាន៑ បរិចារកាន៑ ស្វាន៑ ប្រកាឝយាមះ។
9 અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ;
ភ្រមកសមា វយំ សត្យវាទិនោ ភវាមះ, អបរិចិតសមា វយំ សុបរិចិតា ភវាមះ, ម្ឫតកល្បា វយំ ជីវាមះ, ទណ្ឌ្យមានា វយំ ន ហន្យាមហេ,
10 ૧૦ શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.
ឝោកយុក្តាឝ្ច វយំ សទានន្ទាមះ, ទរិទ្រា វយំ ពហូន៑ ធនិនះ កុម៌្មះ, អកិញ្ចនាឝ្ច វយំ សវ៌្វំ ធារយាមះ។
11 ૧૧ ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.
ហេ ករិន្ថិនះ, យុឞ្មាកំ ប្រតិ មមាស្យំ មុក្តំ មមាន្តះករណាញ្ច វិកសិតំ។
12 ૧૨ તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.
យូយំ មមាន្តរេ ន សង្កោចិតាះ កិញ្ច យូយមេវ សង្កោចិតចិត្តាះ។
13 ૧૩ તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.
កិន្តុ មហ្យំ ន្យាយ្យផលទានាត៌្ហំ យុឞ្មាភិរបិ វិកសិតៃ រ្ភវិតវ្យម៑ ឥត្យហំ និជពាលកានិវ យុឞ្មាន៑ វទាមិ។
14 ૧૪ અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય?
អបរម៑ អប្រត្យយិភិះ សាទ៌្ធំ យូយម៑ ឯកយុគេ ពទ្ធា មា ភូត, យស្មាទ៑ ធម៌្មាធម៌្មយោះ កះ សម្ពន្ធោៜស្តិ? តិមិរេណ សទ៌្ធំ ប្រភាយា វា កា តុលនាស្តិ?
15 ૧૫ અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
ពិលីយាលទេវេន សាកំ ខ្រីឞ្ដស្យ វា កា សន្ធិះ? អវិឝ្វាសិនា សាទ៌្ធំ វា វិឝ្វាសិលោកស្យាំឝះ កះ?
16 ૧૬ અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’”
ឦឝ្វរស្យ មន្ទិរេណ សហ វា ទេវប្រតិមានាំ កា តុលនា? អមរស្យេឝ្វរស្យ មន្ទិរំ យូយមេវ។ ឦឝ្វរេណ តទុក្តំ យថា, តេឞាំ មធ្យេៜហំ ស្វាវាសំ និធាស្យាមិ តេឞាំ មធ្យេ ច យាតាយាតំ កុវ៌្វន៑ តេឞាម៑ ឦឝ្វរោ ភវិឞ្យាមិ តេ ច មល្លោកា ភវិឞ្យន្តិ។
17 ૧૭ માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,
អតោ ហេតោះ បរមេឝ្វរះ កថយតិ យូយំ តេឞាំ មធ្យាទ៑ ពហិព៌្ហូយ ប្ឫថគ៑ ភវត, កិមប្យមេធ្យំ ន ស្ប្ឫឝត; តេនាហំ យុឞ្មាន៑ គ្រហីឞ្យាមិ,
18 ૧૮ અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’”
យុឞ្មាកំ បិតា ភវិឞ្យាមិ ច, យូយញ្ច មម កន្យាបុត្រា ភវិឞ្យថេតិ សវ៌្វឝក្តិមតា បរមេឝ្វរេណោក្តំ។

< કરિંથીઓને બીજો પત્ર 6 >