< કરિંથીઓને બીજો પત્ર 6 >
1 ૧ અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.
ⲁ̅ⲉⲛⲟ ⲇⲉ ⲛϣⲃⲣⲣϩⲱⲃ ⲧⲛⲡⲁⲣⲁⲕⲁⲗⲉⲓ ⲉⲧⲙⲧⲣⲉⲧⲛϣⲱⲡ ⲉⲣⲱⲧⲛ ⲙⲡⲉϩⲙⲟⲧ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲡϫⲓⲛϫⲏ
2 ૨ કેમ કે તે કહે છે કે, ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે.
ⲃ̅ϣⲁϥϫⲟⲟⲥ ⲅⲁⲣ ϫⲉ ϩⲛ ⲟⲩⲟⲩⲟⲉⲓϣ ⲉϥϣⲏⲡ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲣⲟⲕ ⲁⲩⲱ ϩⲛ ⲟⲩϩⲟⲟⲩ ⲛⲟⲩϫⲁⲓ ⲁⲓⲃⲟⲏⲑⲓ ⲉⲣⲟⲕ ⲉⲓⲥ ⲡⲉⲩⲟⲉⲓϣ ⲧⲉⲛⲟⲩ ⲉⲧϣⲏⲡ ⲉⲓⲥ ⲡⲉϩⲟⲟⲩ ⲧⲉⲛⲟⲩ ⲙⲡⲉⲩϫⲁⲓ
3 ૩ અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.
ⲅ̅ⲉⲛⲧⲛϯ ⲁⲛ ⲛⲟⲩϫⲣⲟⲡ ⲛⲟⲩⲱⲧ ϩⲛ ⲗⲁⲁⲩ ⲛϩⲱⲃ ϫⲉ ⲛⲛⲉ ⲟⲩⲁ ⲥⲉϣϥ ⲧⲉⲛⲇⲓⲁⲕⲟⲛⲓⲁ
4 ૪ પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી,
ⲇ̅ⲁⲗⲗⲁ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲛⲥⲩⲛϩⲓⲥⲧⲁ ⲙⲙⲟⲛ ϩⲱⲥ ⲇⲓⲁⲕⲟⲛⲟⲥ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϩⲛ ⲟⲩϩⲩⲡⲟⲙⲟⲛⲏ ⲉⲛⲁϣⲱⲥ ϩⲛ ϩⲉⲛⲑⲗⲓⲯⲓⲥ ϩⲛ ϩⲉⲛⲁⲛⲁⲅⲕⲏ ϩⲛ ϩⲉⲛⲗⲱϫϩ
5 ૫ ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી,
ⲉ̅ϩⲛ ϩⲉⲛⲥⲏϣⲉ ϩⲛ ϩⲉⲛϣⲧⲉⲕⲟ ϩⲛ ϩⲉⲛϣⲧⲟⲣⲧⲣ ϩⲛ ϩⲉⲛϩⲓⲥⲉ ϩⲛ ϩⲉⲛⲟⲩϣⲏ ⲛⲣⲟⲓⲥ ϩⲛ ϩⲉⲛⲛⲏⲥⲧⲓⲁ
6 ૬ શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,
ⲋ̅ϩⲛ ⲟⲩⲧⲃⲃⲟ ϩⲛ ⲟⲩⲥⲟⲟⲩⲛ ϩⲛ ⲟⲩⲙⲛⲧϩⲁⲣϣϩⲏⲧ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲭⲣⲏⲥⲧⲟⲥ ϩⲛ ⲟⲩⲡⲛⲁ ⲉϥⲟⲩⲁⲁⲃ ϩⲛ ⲟⲩⲁⲅⲁⲡⲏ ⲁϫⲛ ϩⲩⲡⲟⲕⲣⲓⲛⲉ
7 ૭ સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી.
ⲍ̅ϩⲛ ⲟⲩϣⲁϫⲉ ⲛⲧⲉⲧⲙⲉ ϩⲛ ⲟⲩϭⲟⲙ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϩⲓⲧⲛ ⲛϩⲟⲡⲗⲟⲛ ⲛⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲛⲉⲧϩⲓⲟⲩⲛⲁⲙ ⲙⲛ ⲛⲉⲧϩⲓϩⲃⲟⲩⲣ
8 ૮ માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા;
ⲏ̅ϩⲓⲧⲛ ⲟⲩⲉⲟⲟⲩ ⲙⲛ ⲟⲩⲥⲱϣ ϩⲓⲧⲛ ⲟⲩⲙⲛⲧⲣⲉϥϫⲓ ⲟⲩⲁ ⲙⲛ ⲟⲩⲥⲙⲟⲩ ϩⲱⲥ ⲡⲗⲁⲛⲟⲥ ⲁⲩⲱ ⲛⲣⲙⲙⲙⲉ
9 ૯ અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ;
ⲑ̅ϩⲱⲥ ⲉⲩⲟⲃϣ ⲉⲣⲟⲛ ⲁⲩⲱ ⲉⲩⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟⲛ ϩⲱⲥ ⲉⲛⲙⲟⲩ ⲁⲩⲱ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲧⲛⲟⲛϩ ϩⲱⲥ ⲉⲩⲡⲁⲓⲇⲉⲩⲉ ⲙⲙⲟⲛ ⲁⲩⲱ ⲛⲥⲉⲙⲟⲩⲟⲩⲧ ⲁⲛ ⲙⲙⲟⲛ
10 ૧૦ શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.
ⲓ̅ϩⲱⲥ ⲉⲛⲗⲩⲡⲉⲓ ⲉⲛⲣⲁϣⲉ ⲇⲉ ⲛⲟⲩⲟⲉⲓϣ ⲛⲓⲙ ϩⲱⲥ ϩⲏⲕⲉ ⲉⲛⲉⲓⲣⲉ ⲇⲉ ⲛⲟⲩⲙⲏⲏϣⲉ ⲛⲣⲙⲙⲁⲟ ϩⲱⲥ ⲉⲙⲛⲧⲁⲛ ⲗⲁⲁⲩ ⲙⲙⲁⲩ ⲉⲛⲁⲙⲁϩⲧⲉ ⲇⲉ ⲙⲡⲧⲏⲣϥ
11 ૧૧ ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.
ⲓ̅ⲁ̅ⲧⲉⲛⲧⲁⲡⲣⲟ ⲟⲩⲏⲛ ⲉⲣⲱⲧⲛ ⲛⲕⲟⲣⲓⲛⲑⲓⲟⲥ ⲡⲉⲛϩⲏⲧ ⲟⲩⲟϣⲥ
12 ૧૨ તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.
ⲓ̅ⲃ̅ⲛⲧⲉⲧⲛϩⲉϫϩⲱϫ ⲁⲛ ⲛϩⲏⲧⲛ ⲧⲉⲧⲛϩⲉϫϩⲱϫ ⲇⲉ ϩⲛ ⲛⲉⲧⲛⲙⲛⲧϣⲁⲛϩⲧⲏϥ
13 ૧૩ તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.
ⲓ̅ⲅ̅ϯϣⲃⲉⲓⲱ ⲇⲉ ⲛⲟⲩⲱⲧ ⲙⲡⲃⲉⲕⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϩⲱⲥ ϣⲏⲣⲉ ⲟⲩⲱϣⲥ ϩⲱⲧⲧⲏⲩⲧⲛ ⲉⲃⲟⲗ
14 ૧૪ અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય?
ⲓ̅ⲇ̅ⲙⲡⲣϣⲱⲡⲉ ⲉⲧⲉⲧⲛⲙⲟⲟϣⲉ ⲙⲛ ⲛⲁⲡⲓⲥⲧⲟⲥ ⲁϣ ⲅⲁⲣ ⲧⲉ ⲧⲙⲉⲧⲟⲭⲏ ⲛⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲙⲛ ⲧⲁⲛⲟⲙⲓⲁ ⲛⲁϣ ⲧⲉ ⲧⲕⲟⲓⲛⲱⲛⲓⲁ ⲙⲡⲟⲩⲟⲉⲓⲛ ⲙⲛ ⲡⲕⲁⲕⲉ
15 ૧૫ અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
ⲓ̅ⲉ̅ⲁϣ ⲇⲉ ⲧⲉ ⲧⲥⲩⲙⲫⲱⲛⲏⲥⲓⲥ ⲙⲡⲉⲭⲥ ⲙⲛ ⲃⲉⲗⲓⲁⲣ ⲁϣ ⲇⲉ ⲧⲉ ⲧⲙⲉⲣⲓⲥ ⲛⲟⲩⲡⲓⲥⲧⲟⲥ ⲙⲛ ⲟⲩⲁⲡⲓⲥⲧⲟⲥ
16 ૧૬ અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’”
ⲓ̅ⲋ̅ⲏ ⲟⲩ ⲡⲉ ⲡϣⲱⲛⲃ ⲙⲡⲣⲡⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲛⲉⲓⲇⲱⲗⲟⲛ ⲁⲛⲟⲛ ⲅⲁⲣ ⲁⲛⲟⲛ ⲡⲣⲡⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲟⲛϩ ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲛⲧⲁ ⲡⲛⲟⲩⲧⲉ ϫⲟⲟⲥ ϫⲉ ϯⲛⲁⲟⲩⲱϩ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲟⲩ ⲧⲁⲙⲟⲟϣⲉ ⲛϩⲏⲧⲟⲩ ⲧⲁϣⲱⲡⲉ ⲛⲁⲩ ⲛⲛⲟⲩⲧⲉ ⲛⲥⲉϣⲱⲡⲉ ⲛⲁⲓ ⲛⲗⲁⲟⲥ
17 ૧૭ માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,
ⲓ̅ⲍ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲁⲙⲏⲉⲓⲧⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲩⲙⲏ ⲧⲉ ⲛⲧⲉⲧⲛⲡⲣϫ ⲧⲏⲩⲧⲛ ⲉⲣⲟⲟⲩ ⲡⲉϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲧⲉⲧⲛⲧⲙϫⲱϩ ⲉⲁⲕⲁⲑⲁⲣⲧⲟⲛ ⲁⲩⲱ ⲁⲛⲟⲕ ϯⲛⲁϣⲉⲡ ⲧⲏⲩⲧⲛ ⲉⲣⲟⲓ
18 ૧૮ અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’”
ⲓ̅ⲏ̅ⲧⲁϣⲱⲡⲉ ⲛⲏⲧⲛ ⲉⲩⲉⲓⲱⲧ ⲛⲧⲉⲧⲛϣⲱⲡⲉ ⲛⲁⲓ ⲉϩⲉⲛϣⲏⲣⲉ ⲙⲛ ϩⲉⲛϣⲉⲉⲣⲉ ⲡⲉϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲡⲁⲛⲧⲟⲕⲣⲁⲧⲱⲣ