< કરિંથીઓને બીજો પત્ર 4 >
1 ૧ એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી;
KIT jota kin panada, pweki at koa dodok me je aleer ki mak o.
2 ૨ પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.
Pwe kit muei janer jued okiok kan o je jota weweideki widin o jota liajoja ki majan en Kot; pwe ni at kapwareda melel kit kin kamaui pein kit on injen en aramaj karoj mon Kot.
3 ૩ પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે;
A ma at ronamau me malar, nan a malan men lokidokila kan.
4 ૪ જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. (aiōn )
Me kot en jappa wet karotonal a nan monion en me jopojon akan, pwe ren der kilan marain en ronamau duen linan en Krijtuj me mom en Kot. (aiōn )
5 ૫ અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ.
Pwe kit jota kin padaki duen pein kit, a duen Krijtuj Iejuj, me i Kaun, a kit ladu’mail pweki Iejuj.
6 ૬ કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
Pwe Kot me majanier, marain en pwarada jan ni rotorot, me kotin kamarainiedar nan monion it, pwe jen maraineki o dedeki linan en Kot ni jilan en Iejuj Krijtuj.
7 ૭ પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.
A kit kin kolekol pai wet ni dal pwel, pwe manaman en kaindinda Kot a jo kit.
8 ૮ સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;
At apwal akan me andere kit pena, a je jota kin majak; jota waja, me je pan kak pitila ia ap jota lodi.
9 ૯ સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;
Pan kamekam, ap jota kamela; pan kalokolok, ap jota mela;
10 ૧૦ ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.
O kit kin wewa jili ni war at en Iejuj a matala, pwe maur en Iejuj en pil janjal ni war at.
11 ૧૧ કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.
Pwe kit, me memaur, kin kilele on mela anjau karoj pweki Iejuj, pwe maur en Iejuj en pil janjaleda ni uduk atail.
12 ૧૨ એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.
Nan i mela kin kelail on kit, a maur on komail,
13 ૧૩ વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ.
A kit aleer nen en pojon ota, duen a intinidier: Nai me pojon, I me i padaki wei. Kit me pil pojonlar ap padapadaki.
14 ૧૪ અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.
Je ajaer, me i, me kotin kaiajadar Kaun Iejuj, pan pil kotin kaiajada kitail ian Iejuj, o pan kotin kajanjaleda kitail o komail mo a.
15 ૧૫ કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.
Meakaroj wiauier pweki komail, pwe mak o ni a laude kilar me toto, en kalaudela melel danke, pwen kaliwanada Kot.
16 ૧૬ તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે.
I me je jota kin panada, a ma at pali liki en aramaj pan joredi, pali lol it kin kokoda ni ran karoj.
17 ૧૭ કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; (aiōnios )
Pwe atail anjau apwal me motomot o tikitik; ap kare on kitail linan joutuk eu me lapalap melel, (aiōnios )
18 ૧૮ એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે. (aiōnios )
Pwe kitail jota kin kilekilan meakan me janjal, a meakan me jo janjal. Pwe me janjal me katuk, a me jo janjal me joutuk. (aiōnios )