< કરિંથીઓને બીજો પત્ર 4 >

1 એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી;
Derfor, da vi have denne Tjeneste efter den Barmhjertighed, som er bleven os til Del, saa tabe vi ikke Modet;
2 પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.
men vi have frasagt os de skammelige Smugveje, saa vi ikke vandre i Træskhed, ej heller forfalske Guds Ord, men ved Sandhedens Aabenbarelse anbefale os til alle Menneskers Samvittighed for Guds Aasyn.
3 પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે;
Men om ogsaa vort Evangelium er tildækket, da er det tildækket iblandt dem, som fortabes,
4 જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. (aiōn g165)
dem, i hvem denne Verdens Gud har forblindet de vantros Tanker, for at Lyset ikke skulde skinne fra Evangeliet om Kristi Herlighed, han, som er Guds Billede. (aiōn g165)
5 અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ.
Thi ikke os selv prædike vi, men Kristus Jesus som Herre, os derimod som eders Tjenere for Jesu Skyld.
6 કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
Thi Gud, som sagde: „Af Mørke skal Lys skinne frem, ‟ han har ladet det skinne i vore Hjerter for at bringe Kundskaben om Guds Herlighed paa Kristi Aasyn for Lyset.
7 પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.
Men denne Skat have vi i Lerkar, for at den overvættes Kraft maa være Guds, og ikke fra os,
8 સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;
vi, som trænges paa alle Maader, men ikke stænges inde, ere tvivlraadige, men ikke fortvivlede,
9 સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;
forfulgte, men ikke forladte, nedslagne, men ikke ihjelslagne,
10 ૧૦ ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.
altid bærende Jesu Dødelse om i Legemet, for at ogsaa Jesu Liv maa aabenbares i vort Legeme.
11 ૧૧ કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.
Thi altid overgives vi, som leve, til Død for Jesu Skyld, for at ogsaa Jesu Liv maa aabenbares i vort dødelige Kød.
12 ૧૨ એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.
Saaledes er Døden virksom i os, men Livet i eder!
13 ૧૩ વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ.
Men efterdi vi have den samme Troens Aand, som der er skrevet: „Jeg troede, derfor talte jeg, ‟ saa tro ogsaa vi, og derfor tale vi ogsaa,
14 ૧૪ અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.
idet vi vide, at han, som oprejste den Herre Jesus, skal ogsaa oprejse os med Jesus og fremstille os tillige med eder.
15 ૧૫ કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.
Thi det sker alt sammen for eders Skyld, for at Naaden maa vokse ved at naa til flere, og til Guds Ære forøge Taksigelsen.
16 ૧૬ તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે.
Derfor tabe vi ikke Modet; men om ogsaa vort udvortes Menneske fortæres, fornyes dog vort indvortes Dag for Dag.
17 ૧૭ કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; (aiōnios g166)
Thi vor Trængsel, som er stakket og let, virker for os over al Maade og Maal en evig Vægt af Herlighed, (aiōnios g166)
18 ૧૮ એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે. (aiōnios g166)
idet vi ikke se paa de synlige Ting, men paa de usynlige; thi de synlige ere timelige, men de usynlige ere evige. (aiōnios g166)

< કરિંથીઓને બીજો પત્ર 4 >