< કરિંથીઓને બીજો પત્ર 3 >
1 ૧ શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?
Чи нам знов зачинати дору́чувати самих себе́? Чи ми потребуємо, як дехто, листів доруча́льних до вас чи від вас?
2 ૨ અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.
Ви наш лист, написаний у наших серцях, якого всі люди знають і читають!
3 ૩ તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
Виявляєте ви, що ви — лист Христів, нами вислужений, що написаний не чорнилом, але Духом Бога Живого, не на табли́цях камінних, але на тіле́сних табли́цях серця.
4 ૪ એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
Таку ж певність до Бога ми маємо через Христа,
5 ૫ અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
не тому́, що ми здібні поми́слити щось із се́бе, як від себе, але наша здібність від Бога.
6 ૬ તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
І Він нас зробив бути здатними служи́телями Ново́го Заповіту, не букви, а Духа, — бо буква вбиває, а Дух оживля́є.
7 ૭ અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
Коли ж служі́ння смерті, вирізане на каменях буквами, було таке славне, що Ізра́їлеві сини не могли дивитись на обличчя Мойсея, через славу мину́щу обличчя його,
8 ૮ તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
скільки ж більш буде в славі те служі́ння Духа!
9 ૯ કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
Бо як служі́ння о́суду — слава, то служіння праведности тим більше багате на славу!
10 ૧૦ અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
Не просла́вилося бо прославлене, у цій частині, ради слави, що вона переважує,
11 ૧૧ કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
бо коли славне те, що минає, то багато більш у славі те, що триває!
12 ૧૨ એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;
Тож, мавши надію таку, ми вживаємо великої сміли́вости,
13 ૧૩ અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
а не як Мойсей, що покрива́ло клав на обличчя своє, щоб Ізраїлеві сини не дивилися на кінець того, що минає.
14 ૧૪ પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.
Але засліпилися їхні думки́, бо те саме покрива́ло аж до сьогодні лишилось незняте в чита́нні Старо́го Заповіту, бо зникає воно Христо́м.
15 ૧૫ પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે;
Але аж до сьогодні, як читають Мойсея, на їхньому серці лежить покрива́ло,
16 ૧૬ પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.
„коли ж вони наве́рнуться до Господа, тоді покрива́ло здіймається“.
17 ૧૭ હવે પ્રભુ તે આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે.
Госпо́дь же — то Дух, а де Дух Господній, — там воля.
18 ૧૮ પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.
Ми ж відкритим обличчям, як у дзеркало, дивимося всі на славу Господню, і зміняємося в той же образ від слави на славу, як від Духа Господнього.