< કરિંથીઓને બીજો પત્ર 2 >

1 પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.
અપરઞ્ચાહં પુનઃ શોકાય યુષ્મત્સન્નિધિં ન ગમિષ્યામીતિ મનસિ નિરચૈષં|
2 કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?
યસ્માદ્ અહં યદિ યુષ્માન્ શોકયુક્તાન્ કરોમિ તર્હિ મયા યઃ શોકયુક્તીકૃતસ્તં વિના કેનાપરેણાહં હર્ષયિષ્યે?
3 અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
મમ યો હર્ષઃ સ યુષ્માકં સર્વ્વેષાં હર્ષ એવેતિ નિશ્ચિતં મયાબોધિ; અતએવ યૈરહં હર્ષયિતવ્યસ્તૈ ર્મદુપસ્થિતિસમયે યન્મમ શોકો ન જાયેત તદર્થમેવ યુષ્મભ્યમ્ એતાદૃશં પત્રં મયા લિખિતં|
4 કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.
વસ્તુતસ્તુ બહુક્લેશસ્ય મનઃપીડાયાશ્ચ સમયેઽહં બહ્વશ્રુપાતેન પત્રમેકં લિખિતવાન્ યુષ્માકં શોકાર્થં તન્નહિ કિન્તુ યુષ્માસુ મદીયપ્રેમબાહુલ્યસ્ય જ્ઞાપનાર્થં|
5 પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.
યેનાહં શોકયુક્તીકૃતસ્તેન કેવલમહં શોકયુક્તીકૃતસ્તન્નહિ કિન્ત્વંશતો યૂયં સર્વ્વેઽપિ યતોઽહમત્ર કસ્મિંશ્ચિદ્ દોષમારોપયિતું નેચ્છામિ|
6 એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,
બહૂનાં યત્ તર્જ્જનં તેન જનેનાલમ્ભિ તત્ તદર્થં પ્રચુરં|
7 માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
અતઃ સ દુઃખસાગરે યન્ન નિમજ્જતિ તદર્થં યુષ્માભિઃ સ ક્ષન્તવ્યઃ સાન્ત્વયિતવ્યશ્ચ|
8 એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
ઇતિ હેતોઃ પ્રર્થયેઽહં યુષ્માભિસ્તસ્મિન્ દયા ક્રિયતાં|
9 કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.
યૂયં સર્વ્વકર્મ્મણિ મમાદેશં ગૃહ્લીથ ન વેતિ પરીક્ષિતુમ્ અહં યુષ્માન્ પ્રતિ લિખિતવાન્|
10 ૧૦ પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
યસ્ય યો દોષો યુષ્માભિઃ ક્ષમ્યતે તસ્ય સ દોષો મયાપિ ક્ષમ્યતે યશ્ચ દોષો મયા ક્ષમ્યતે સ યુષ્માકં કૃતે ખ્રીષ્ટસ્ય સાક્ષાત્ ક્ષમ્યતે|
11 ૧૧ કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
શયતાનઃ કલ્પનાસ્માભિરજ્ઞાતા નહિ, અતો વયં યત્ તેન ન વઞ્ચ્યામહે તદર્થમ્ અસ્માભિઃ સાવધાનૈ ર્ભવિતવ્યં|
12 ૧૨ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
અપરઞ્ચ ખ્રીષ્ટસ્ય સુસંવાદઘોષણાર્થં મયિ ત્રોયાનગરમાગતે પ્રભોઃ કર્મ્મણે ચ મદર્થં દ્વારે મુક્તે
13 ૧૩ પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
સત્યપિ સ્વભ્રાતુસ્તીતસ્યાવિદ્યમાનત્વાત્ મદીયાત્મનઃ કાપિ શાન્તિ ર્ન બભૂવ, તસ્માદ્ અહં તાન્ વિસર્જ્જનં યાચિત્વા માકિદનિયાદેશં ગન્તું પ્રસ્થાનમ્ અકરવં|
14 ૧૪ પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
ય ઈશ્વરઃ સર્વ્વદા ખ્રીષ્ટેનાસ્માન્ જયિનઃ કરોતિ સર્વ્વત્ર ચાસ્માભિસ્તદીયજ્ઞાનસ્ય ગન્ધં પ્રકાશયતિ સ ધન્યઃ|
15 ૧૫ કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
યસ્માદ્ યે ત્રાણં લપ્સ્યન્તે યે ચ વિનાશં ગમિષ્યન્તિ તાન્ પ્રતિ વયમ્ ઈશ્વરેણ ખ્રીષ્ટસ્ય સૌગન્ધ્યં ભવામઃ|
16 ૧૬ મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?
વયમ્ એકેષાં મૃત્યવે મૃત્યુગન્ધા અપરેષાઞ્ચ જીવનાય જીવનગન્ધા ભવામઃ, કિન્ત્વેતાદૃશકર્મ્મસાધને કઃ સમર્થોઽસ્તિ?
17 ૧૭ કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.
અન્યે બહવો લોકા યદ્વદ્ ઈશ્વરસ્ય વાક્યં મૃષાશિક્ષયા મિશ્રયન્તિ વયં તદ્વત્ તન્ન મિશ્રયન્તઃ સરલભાવેનેશ્વરસ્ય સાક્ષાદ્ ઈશ્વરસ્યાદેશાત્ ખ્રીષ્ટેન કથાં ભાષામહે|

< કરિંથીઓને બીજો પત્ર 2 >