< કરિંથીઓને બીજો પત્ર 2 >
1 ૧ પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.
Postanowiłem, że zaoszczędzę wam kolejnej wizyty, która byłaby dla was bardzo przykra.
2 ૨ કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?
Chciałbym bowiem, abyście mnie pocieszyli. Ale jeśli was zasmucę, to jak będziecie mogli tego dokonać?
3 ૩ અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
Piszę o tym dlatego, że nie chciałbym zostać zasmucony przez tych, którzy powinni mi sprawiać największą radość. Moja radość jest bowiem waszą radością.
4 ૪ કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.
Piszę to z ogromnym bólem serca i ze łzami w oczach. Robię to jednak nie po to, aby sprawić wam przykrość, ale aby pokazać, jak bardzo was kocham.
5 ૫ પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.
Ten, kto wyrządził mi tę przykrość, tak naprawdę wyrządził ją nie mnie, ale wam.
6 ૬ એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,
Wystarczy mu już jednak kara wymierzona przez większość z was.
7 ૭ માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
Teraz należałoby mu przebaczyć i dodać otuchy, aby nie popadł w rozpacz.
8 ૮ એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
Dlatego proszę, okażcie mu miłość.
9 ૯ કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.
Napisałem to, aby się przekonać, czy we wszystkim jesteście mi posłuszni.
10 ૧૦ પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
Jeśli komuś przebaczycie, i ja mu przebaczę. A jeśli już przebaczyłem, to ze względu na Chrystusa i dla waszego dobra,
11 ૧૧ કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
abyśmy nie wpadli w pułapkę szatana, którego zamiary są nam dobrze znane.
12 ૧૨ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
Gdy dotarłem do Troady, Pan dał mi wspaniałe możliwości głoszenia dobrej nowiny.
13 ૧૩ પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
Niepokoiłem się jednak, bo nie spotkałem Tytusa, mojego drogiego przyjaciela. Dlatego pożegnałem się ze wszystkimi i udałem się do Macedonii.
14 ૧૪ પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
Bogu niech jednak będą dzięki za to, że w Chrystusie zawsze pozwala nam odnosić zwycięstwo. Wszędzie też możemy nauczać ludzi o Jezusie, tak że wieść o Nim rozchodzi się po całym świecie jak cudowny zapach.
15 ૧૫ કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
My sami również sprawiamy Bogu radość i jesteśmy Jego cudownym zapachem, który dociera zarówno do przyjmujących zbawienie, jak i do tych, którzy zmierzają na potępienie.
16 ૧૬ મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?
Dla pierwszych jest to zapach niosący życie, dla drugich—śmierć. Ale kto sprosta takiemu zadaniu?
17 ૧૭ કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.
Niektórzy ludzie głoszą dobrą nowinę dla pieniędzy. My jednak do nich nie należymy. Posłani przez Boga i odpowiedzialni przed Nim, szczerze służymy bowiem Chrystusowi.