< કરિંથીઓને બીજો પત્ર 13 >
1 ૧ આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.
ᎪᎯ ᎾᏍᎩ ᏦᎢᏁ ᎿᎭᏉ ᏥᏮᏓᏨᎷᏤᎵ. ᎠᏂᏔᎵ ᎠᎴ ᏦᎢ ᎠᏂᎦᏔᎯ ᏗᎬᏙᏗ ᎨᏎᏍᏗ ᎠᏍᏓᏱᏗᏍᏗ ᏂᎦᎥ ᎧᏃᎮᏗ ᎨᏒᎢ.
2 ૨ મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.
ᎦᏳᎳ ᎯᎠ ᎾᎩᏪᏒ, ᎠᎴ ᎢᎬᏱ ᎦᏰᎯ ᎯᎠ ᏂᏥᏪᎭ, ᏔᎵᏁ ᏥᏫᏥᎦᏔᎰ ᎾᏍᎩᏯᎢ, ᎠᎴ ᎠᎩᎪᏁᎸ ᎪᎯ ᎨᏒ ᎦᏥᏲᏪᎳᏁᎭ ᎾᏍᎩ Ꮎ ᎦᏳᎳ ᎤᏂᏍᎦᏅᏨᎯ ᏥᎩ, ᎠᎴ ᏂᎦᏛᏉ ᎠᏂᏐᎢ, ᎾᏍᎩ ᎢᏳ ᏔᎵᏁ ᏱᏫᎠᎩᎷᏨ, ᎥᏝ ᏴᎦᎦᎵᏏᏅᏓ;
3 ૩ કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.
ᏂᎦᎵᏍᏙᏗᎭ ᏥᏥᏲᎭ ᎪᎯᏳᏗᏍᎩ ᎦᎶᏁᏛ ᎠᏴ ᎠᏋᏗᏍᎬ ᎧᏁᎬᎢ, ᎾᏍᎩ ᎢᏥᎦᏔᎲ ᎥᏝ ᎠᏩᎾᎦᎳ ᏱᎩ, ᎤᎵᏂᎩᏗᏳᏍᎩᏂ ᎢᎬᏁᎸᎯ ᎢᏤᎲᎢ,
4 ૪ જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.
ᎤᏙᎯᏳᎯᏍᎩᏂᏃᏅ ᎠᏩᎾᎦᎳᎯᏳ ᎨᏒ ᏓᏓᎾᏩᏍᏛ ᎠᎦᏛᏅᎩ, ᎠᏎᏃ ᎬᏃᏛ ᎢᏯᎬᏁᎸᎯ ᎬᏔᏅᎯ ᎤᎵᏂᎩᏗᏳ ᎨᏒ ᎤᏁᎳᏅᎯ. ᎠᏴ ᎾᏍᏉ ᎾᏍᎩ ᎣᏥᏯᎥ ᏦᏥᏩᎾᎦᎳᎯᏳ, ᎠᏎᏃ ᎢᏧᎳᎭ ᏙᏨᏁᏍᏗ ᎾᏍᎩ, ᎤᏁᎳᏅᎯ ᎤᎵᏂᎩᏗᏳ ᎨᏒ ᎢᏨᏴᏓᏁᎲ ᏂᎯ.
5 ૫ પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
ᎢᏣᏓᎪᎵᏯ ᎢᏨᏒ, ᎾᏍᎩ ᎢᏦᎯᏳᎯ ᏱᎩ, ᎠᎴ ᎢᏦᎯᏳᎯ ᏂᎨᏒᎾ ᏱᎩ; ᎢᏣᏙᎴᎰᎯ ᏂᏣᏍᏛᎢ. ᏝᏍᎪ ᎢᏨᏒ ᏱᏣᏓᎦᏔᎭ ᎾᏍᎩ ᏥᏌ ᎦᎶᏁᏛ ᎢᏥᏯᎥᎢ, ᎢᏳᏍᎩᏂᏃᏅ ᎡᏥᏐᏅᎢᏍᏔᏅᎯ ᏱᎩ.
6 ૬ મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.
ᎠᏎᏃ ᎤᏚᎩ ᎬᏍᎦ ᎾᏍᎩ ᎢᏥᎦᏙᎥᎯᏍᏗᏱ ᎾᏍᎩ ᎠᏴ ᎣᎩᏐᏅᎢᏍᏔᏅᎯ ᏂᎨᏒᎾ ᎨᏒᎢ.
7 ૭ હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.
ᎤᏁᎳᏅᎯᏍᎩᏂ ᏥᏔᏲᏎᎭ ᎾᏍᎩ ᏂᎯ ᎪᎱᏍᏗ ᎤᏐᏅ ᏗᏥᎸᏫᏍᏓᏁᏗᏱ ᏂᎨᏒᎾ; ᎥᏝ ᎠᏴ ᎣᏏᏳ ᎣᎩᏰᎸᏒ ᎬᏂᎨᏒ ᎢᏳᎵᏍᏙᏗᏱ ᎠᏆᏚᎵᏍᎬ ᏱᏅᏗᎦᎵᏍᏙᏗᎭ, ᏂᎯᏍᎩᏂ ᎾᏍᎩ Ꮎ ᏚᏳᎪᏛ ᎨᏒ ᎢᏣᏛᏁᏗᏱ, ᎤᏁᎳᎩ ᎣᎩᏐᏅᎢᏍᏔᏅᎯ ᏱᏅᏩᏍᏗ.
8 ૮ કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.
ᎥᏝᏰᏃ ᏰᎵ ᏴᎦᏲᏣᏡᏓ ᎤᏙᎯᏳᎯ ᎨᏒᎢ, ᏲᏥᏍᏕᎸᏍᎩᏂ ᎤᏙᎯᏳᎯ ᎨᏒᎢ.
9 ૯ કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
ᎣᏏᏳᏰᏃ ᎣᎩᏰᎸᎭ ᏦᏥᏩᎾᎦᎳ ᏥᎨᏐᎢ, ᏂᎯᏃ ᏥᏕᏣᎵᏂᎬᎪᎢ; ᎯᎠᏃ ᎾᏍᏉ ᎣᎦᏚᎵᎭ, ᎾᏍᎩ ᏂᏥᎪᎸᎾ ᎢᏣᎵᏍᏙᏗᏱ.
10 ૧૦ એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.
ᎾᏍᎩ ᏅᏗᎦᎵᏍᏙᏗᎭ ᎯᎠ ᎾᏍᎩ ᏥᏄᏍᏗ ᏥᏨᏲᏪᎳᏁᎭ ᎠᎩᎪᏁᎸᎢ, ᎾᏍᎩ ᎾᎯᏳ ᏥᎦᏔᎮᏍᏗ ᎬᏍᎦᎢᏍᏓᎩ ᎠᏋᏔᏂᏓᏍᏗᏱ ᏂᎨᏒᎾ, ᎾᏍᎩᏯ ᎢᎬᏆᏛᏁᏗ ᎠᏆᎵᏍᎪᎸᏓᏁᎸ ᎤᎬᏫᏳᎯ, ᎾᏍᎩ ᏧᎾᎵᏂᎪᎯᏍᏗ ᎨᏒᎢ, ᎥᏝᏃ ᎤᏂᏛᏙᏗ ᎨᏒᎢ.
11 ૧૧ અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.
ᎤᎵᏍᏆᎸᏗᏃ, ᎢᏓᎵᏅᏟ, ᏅᏩᏙᎯᏯᏛᏉ ᏂᏣᏛᎿᎭᏕᎨᏍᏗ. ᎪᎱᏍᏗ ᏂᏥᎪᎸᎾ ᎨᏎᏍᏗ, ᎤᎦᎵᏍᏗᏉ ᏕᏣᏓᏅᏖᏍᏗ, ᎤᏠᏱᏉ ᎨᏎᏍᏗ ᏕᏣᏓᏅᏛᎢ, ᏅᏩᏙᎯᏯᏛᏉ ᎢᏤᎮᏍᏗ; ᎤᏁᎳᏅᎯᏃ ᎠᏓᎨᏳᏗ ᎨᏒ ᎠᎴ ᏅᏩᏙᎯᏯᏛ ᎠᏓᏁᎯ ᏥᎩ, ᎢᏤᎳᏗᏙᎮᏍᏗ.
12 ૧૨ પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
ᏕᏣᏓᏲᎵᎮᏍᏗ ᎢᏨᏗᏍᎨᏍᏗ ᎦᎸᏉᏗᏳ ᏗᏓᏔᏪᏙᎥᏍᏗ ᎨᏒᎢ.
13 ૧૩ સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.
ᏂᎦᏛ ᎤᎾᏓᏅᏘ ᏫᎨᏥᏲᎵᎭ.
14 ૧૪ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારાં સર્વની સાથે રહો.
ᎬᏩᎦᏘᏯ ᎤᏓᏙᎵᏍᏗ ᎨᏒ ᎤᎬᏫᏳᎯ ᏥᏌ ᎦᎶᏁᏛ, ᎠᎴ ᎤᏓᎨᏳᏗ ᎨᏒ ᎤᏁᎳᏅᎯ, ᎠᎴ ᎤᏓᏚᏓᏙᏗ ᎨᏒ ᎦᎸᏉᏗᏳ ᎠᏓᏅᏙ ᏕᏥᎧᎿᎭᏩᏗᏙᎮᏍᏗ ᏂᏥᎥᎢ. ᎡᎺᏅ.