< કરિંથીઓને બીજો પત્ર 11 >

1 હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ.
યૂયં મમાજ્ઞાનતાં ક્ષણં યાવત્ સોઢુમ્ અર્હથ, અતઃ સા યુષ્માભિઃ સહ્યતાં|
2 કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.
ઈશ્વરે મમાસક્તત્વાદ્ અહં યુષ્માનધિ તપે યસ્માત્ સતીં કન્યામિવ યુષ્માન્ એકસ્મિન્ વરેઽર્થતઃ ખ્રીષ્ટે સમર્પયિતુમ્ અહં વાગ્દાનમ્ અકાર્ષં|
3 પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.
કિન્તુ સર્પેણ સ્વખલતયા યદ્વદ્ હવા વઞ્ચયાઞ્ચકે તદ્વત્ ખ્રીષ્ટં પ્રતિ સતીત્વાદ્ યુષ્માકં ભ્રંશઃ સમ્ભવિષ્યતીતિ બિભેમિ|
4 કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.
અસ્માભિરનાખ્યાપિતોઽપરઃ કશ્ચિદ્ યીશુ ર્યદિ કેનચિદ્ આગન્તુકેનાખ્યાપ્યતે યુષ્માભિઃ પ્રાગલબ્ધ આત્મા વા યદિ લભ્યતે પ્રાગગૃહીતઃ સુસંવાદો વા યદિ ગૃહ્યતે તર્હિ મન્યે યૂયં સમ્યક્ સહિષ્યધ્વે|
5 મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું.
કિન્તુ મુખ્યેભ્યઃ પ્રેરિતેભ્યોઽહં કેનચિત્ પ્રકારેણ ન્યૂનો નાસ્મીતિ બુધ્યે|
6 પણ જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.
મમ વાક્પટુતાયા ન્યૂનત્વે સત્યપિ જ્ઞાનસ્ય ન્યૂનત્વં નાસ્તિ કિન્તુ સર્વ્વવિષયે વયં યુષ્મદ્ગોચરે પ્રકાશામહે|
7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?
યુષ્માકમ્ ઉન્નત્યૈ મયા નમ્રતાં સ્વીકૃત્યેશ્વરસ્ય સુસંવાદો વિના વેતનં યુષ્માકં મધ્યે યદ્ અઘોષ્યત તેન મયા કિં પાપમ્ અકારિ?
8 તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં.
યુષ્માકં સેવનાયાહમ્ અન્યસમિતિભ્યો ભૃતિ ગૃહ્લન્ ધનમપહૃતવાન્,
9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.
યદા ચ યુષ્મન્મધ્યેઽવઽર્ત્તે તદા મમાર્થાભાવે જાતે યુષ્માકં કોઽપિ મયા ન પીડિતઃ; યતો મમ સોઽર્થાભાવો માકિદનિયાદેશાદ્ આગતૈ ભ્રાતૃભિ ન્યવાર્ય્યત, ઇત્થમહં ક્કાપિ વિષયે યથા યુષ્માસુ ભારો ન ભવામિ તથા મયાત્મરક્ષા કૃતા કર્ત્તવ્યા ચ|
10 ૧૦ જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ.
ખ્રીષ્ટસ્ય સત્યતા યદિ મયિ તિષ્ઠતિ તર્હિ મમૈષા શ્લાઘા નિખિલાખાયાદેશે કેનાપિ ન રોત્સ્યતે|
11 ૧૧ શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.
એતસ્ય કારણં કિં? યુષ્માસુ મમ પ્રેમ નાસ્ત્યેતત્ કિં તત્કારણં? તદ્ ઈશ્વરો વેત્તિ|
12 ૧૨ પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું.
યે છિદ્રમન્વિષ્યન્તિ તે યત્ કિમપિ છિદ્રં ન લભન્તે તદર્થમેવ તત્ કર્મ્મ મયા ક્રિયતે કારિષ્યતે ચ તસ્માત્ તે યેન શ્લાઘન્તે તેનાસ્માકં સમાના ભવિષ્યન્તિ|
13 ૧૩ કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.
તાદૃશા ભાક્તપ્રેરિતાઃ પ્રવઞ્ચકાઃ કારવો ભૂત્વા ખ્રીષ્ટસ્ય પ્રેરિતાનાં વેશં ધારયન્તિ|
14 ૧૪ આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;
તચ્ચાશ્ચર્ય્યં નહિ; યતઃ સ્વયં શયતાનપિ તેજસ્વિદૂતસ્ય વેશં ધારયતિ,
15 ૧૫ તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે.
તતસ્તસ્ય પરિચારકા અપિ ધર્મ્મપરિચારકાણાં વેશં ધારયન્તીત્યદ્ભુતં નહિ; કિન્તુ તેષાં કર્મ્માણિ યાદૃશાનિ ફલાન્યપિ તાદૃશાનિ ભવિષ્યન્તિ|
16 ૧૬ હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.
અહં પુન ર્વદામિ કોઽપિ માં નિર્બ્બોધં ન મન્યતાં કિઞ્ચ યદ્યપિ નિર્બ્બોધો ભવેયં તથાપિ યૂયં નિર્બ્બોધમિવ મામનુગૃહ્ય ક્ષણૈકં યાવત્ મમાત્મશ્લાઘામ્ અનુજાનીત|
17 ૧૭ જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું.
એતસ્યાઃ શ્લાઘાયા નિમિત્તં મયા યત્ કથિતવ્યં તત્ પ્રભુનાદિષ્ટેનેવ કથ્યતે તન્નહિ કિન્તુ નિર્બ્બોધેનેવ|
18 ૧૮ સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.
અપરે બહવઃ શારીરિકશ્લાઘાં કુર્વ્વતે તસ્માદ્ અહમપિ શ્લાઘિષ્યે|
19 ૧૯ કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો!
બુદ્ધિમન્તો યૂયં સુખેન નિર્બ્બોધાનામ્ આચારં સહધ્વે|
20 ૨૦ કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.
કોઽપિ યદિ યુષ્માન્ દાસાન્ કરોતિ યદિ વા યુષ્માકં સર્વ્વસ્વં ગ્રસતિ યદિ વા યુષ્માન્ હરતિ યદિ વાત્માભિમાની ભવતિ યદિ વા યુષ્માકં કપોલમ્ આહન્તિ તર્હિ તદપિ યૂયં સહધ્વે|
21 ૨૧ જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું.
દૌર્બ્બલ્યાદ્ યુષ્માભિરવમાનિતા ઇવ વયં ભાષામહે, કિન્ત્વપરસ્ય કસ્યચિદ્ યેન પ્રગલ્ભતા જાયતે તેન મમાપિ પ્રગલ્ભતા જાયત ઇતિ નિર્બ્બોધેનેવ મયા વક્તવ્યં|
22 ૨૨ શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું.
તે કિમ્ ઇબ્રિલોકાઃ? અહમપીબ્રી| તે કિમ્ ઇસ્રાયેલીયાઃ? અહમપીસ્રાયેલીયઃ| તે કિમ્ ઇબ્રાહીમો વંશાઃ? અહમપીબ્રાહીમો વંશઃ|
23 ૨૩ શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.
તે કિં ખ્રીષ્ટસ્ય પરિચારકાઃ? અહં તેભ્યોઽપિ તસ્ય મહાપરિચારકઃ; કિન્તુ નિર્બ્બોધ ઇવ ભાષે, તેભ્યોઽપ્યહં બહુપરિશ્રમે બહુપ્રહારે બહુવારં કારાયાં બહુવારં પ્રાણનાશસંશયે ચ પતિતવાન્|
24 ૨૪ પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા,
યિહૂદીયૈરહં પઞ્ચકૃત્વ ઊનચત્વારિંશત્પ્રહારૈરાહતસ્ત્રિર્વેત્રાઘાતમ્ એકકૃત્વઃ પ્રસ્તરાઘાતઞ્ચ પ્રપ્તવાન્|
25 ૨૫ ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.
વારત્રયં પોતભઞ્જનેન ક્લિષ્ટોઽહમ્ અગાધસલિલે દિનમેકં રાત્રિમેકાઞ્ચ યાપિતવાન્|
26 ૨૬ ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.
બહુવારં યાત્રાભિ ર્નદીનાં સઙ્કટૈ ર્દસ્યૂનાં સઙ્કટૈઃ સ્વજાતીયાનાં સઙ્કટૈ ર્ભિન્નજાતીયાનાં સઙ્કટૈ ર્નગરસ્ય સઙ્કટૈ ર્મરુભૂમેઃ સઙ્કટૈ સાગરસ્ય સઙ્કટૈ ર્ભાક્તભ્રાતૃણાં સઙ્કટૈશ્ચ
27 ૨૭ શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.
પરિશ્રમક્લેશાભ્યાં વારં વારં જાગરણેન ક્ષુધાતૃષ્ણાભ્યાં બહુવારં નિરાહારેણ શીતનગ્નતાભ્યાઞ્ચાહં કાલં યાપિતવાન્|
28 ૨૮ આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે.
તાદૃશં નૈમિત્તિકં દુઃખં વિનાહં પ્રતિદિનમ્ આકુલો ભવામિ સર્વ્વાસાં સમિતીનાં ચિન્તા ચ મયિ વર્ત્તતે|
29 ૨૯ કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?
યેનાહં ન દુર્બ્બલીભવામિ તાદૃશં દૌર્બ્બલ્યં કઃ પાપ્નોતિ?
30 ૩૦ જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ.
યદિ મયા શ્લાઘિતવ્યં તર્હિ સ્વદુર્બ્બલતામધિ શ્લાઘિષ્યે|
31 ૩૧ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. (aiōn g165)
મયા મૃષાવાક્યં ન કથ્યત ઇતિ નિત્યં પ્રશંસનીયોઽસ્માકં પ્રભો ર્યીશુખ્રીષ્ટસ્ય તાત ઈશ્વરો જાનાતિ| (aiōn g165)
32 ૩૨ દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો.
દમ્મેષકનગરેઽરિતારાજસ્ય કાર્ય્યાધ્યક્ષો માં ધર્ત્તુમ્ ઇચ્છન્ યદા સૈન્યૈસ્તદ્ દમ્મેષકનગરમ્ અરક્ષયત્
33 ૩૩ પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.
તદાહં લોકૈઃ પિટકમધ્યે પ્રાચીરગવાક્ષેણાવરોહિતસ્તસ્ય કરાત્ ત્રાણં પ્રાપં|

< કરિંથીઓને બીજો પત્ર 11 >