< કરિંથીઓને બીજો પત્ર 10 >

1 હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું.
А сам ја, Павле, молим вас кротости ради и тишине Христове, који сам пред вама понижен према вама, а кад нисам код вас, слободан сам према вама.
2 જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
Молим пак да ми не буде потребно кад будем код вас, онако слободан бити као што мислим да смем против неких који мисле за нас да по телу живимо;
3 કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી;
Јер ако и живимо по телу, не боримо се по телу.
4 કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.
Јер оружје нашег војевања није телесно, него силно од Бога на раскопавање градова, да кваримо помисли
5 અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.
И сваку висину која се подиже на познање Божије, и робимо сваки разум за покорност Христу,
6 જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.
И у приправности имамо освету за сваку непокорност, кад се изврши ваша покорност.
7 તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ.
Гледате ли на оно што вам је пред очима? Ако се ко узда да је Христов нека мисли опет у себи да како је он Христов тако смо и ми Христови.
8 કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.
Јер ако се шта и више похвалим влашћу нашом коју нам даде Господ на поправљање, а не на кварење ваше, нећу се постидети.
9 હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં.
Али да се не покажем као да вас плашим посланицама;
10 ૧૦ કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.
Јер су посланице, вели, тешке и јаке, а кад је телом пред нама, слаб је, и реч његова не ваља ништа.
11 ૧૧ તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.
Ово нека помисли такав да какви смо у речи по посланицама кад нисмо код вас, такви смо и у делу кад смо ту.
12 ૧૨ જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.
Јер не смемо себе мешати или се поредити с другима који хвале сами себе; али кад сами по себи себе мере и пореде сами себе са собом, не разумевају.
13 ૧૩ પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું.
А ми се нећемо хвалити преко мере, него по мери правила ког нам Бог меру раздели да допремо и до вас.
14 ૧૪ કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.
Јер се ми далеко не простиремо, као да не досежемо до вас; јер допресмо и до вас с јеванђељем Христовим,
15 ૧૫ અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે,
Не хвалећи се преко мере у туђим пословима, имајући пак наду кад узрасте вера ваша да ћемо се у вама величати по правилу свом изобилно,
16 ૧૬ કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.
Да у далеким странама од вас проповедимо јеванђеље, и да се не похвалимо оним што је по туђем правилу урађено.
17 ૧૭ પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”
А који се хвали, Господом нека се хвали.
18 ૧૮ કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.
Јер онај није ваљан који се сам хвали, него ког Господ хвали.

< કરિંથીઓને બીજો પત્ર 10 >