< 2 કાળવ્રત્તાંત 4 >

1 આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી; તેની લંબાઈ વીસ હાથ, તેની પહોળાઈ વીસ હાથ હતી અને તેની ઊંચાઈ દસ હાથ હતી.
І зробив мідяного же́ртівника, двадцять ліктів довжина́ йому і двадцять ліктів ширина́ йому, і десять ліктів височина́ йому.
2 તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો, તેનો આકાર ગોળ હતો, તેનો વ્યાસ દસ હાથ હતો. તેની ઊંચાઈ પાંચ હાથ હતી અને કુંડનો ઘેરાવો ત્રીસ હાથનો હતો.
І зробив він лите море, десять на міру ліктем від кра́ю його до краю його, навколо кругля́сте, і п'ять на міру ліктем височина́ йому. А шнур — тридцять на міру ліктем — ото́чував його навко́ло.
3 એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કળીઓ હતી, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી.
А під ним — постать волі́в, що зо всіх сторін ото́чують його, на десять ліктів на міру ліктем оточують море навко́ло; два ряди волів відлиті при відлива́нні його.
4 તે કુંડ બાર બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પૂર્વ તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ અને ત્રણનાં મુખ દક્ષિણ તરફ હતાં. કુંડ તેમના ઉપર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો.
Воно стояло на дванадцятьо́х вола́х, — три обе́рнені на пі́вніч, і три обернені на за́хід, і три обернені на пі́вдень, і три обернені на схід. А море на них зве́рху, а всі зади їх — до нутра́.
5 તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
А грубина́ його — долоня, а край його — як робота кра́ю ке́ліха, квітки ліле́ї. Містило воно три тисячі ба́тів.
6 તેણે વસ્તુઓ ધોવા માટે દસ કૂંડાં બનાવ્યાં; તેણે પાંચને જમણી તરફ અને પાંચને ડાબી તરફ મૂક્યાં; તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવાધોવા માટે હતો.
І зробив десять умива́льниць, і поставив п'ять з правиці, а п'ять з лівиці, щоб мити в них, — пригото́влене на цілопа́лення поло́щуть у них, а море — для священиків, щоб митися в ньому.
7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ઘરમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં.
І зробив десять золотих свічникі́в, як нале́жалося, і поставив їх у храмі п'ять з правиці, а п'ять з лівиці.
8 તેણે દસ મેજ બનાવીને ઘરમાં પાંચ મેજ જમણી બાજુએ અને પાંચ મેજ ડાબી બાજુએ મૂક્યાં. તેણે સોનાનાં સો કુંડાં બનાવ્યાં.
І зробив десять столів, і поставив у храмі, — п'ять з правиці, а п'ять з лівиці. І зробив сто золотих кропи́льниць.
9 આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા; તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા.
І зробив священиче подві́р'я та подвір'я велике, і двері до подвір'я, і їхні двері покрив міддю.
10 ૧૦ તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો.
А море поставив з правого боку на південний схід.
11 ૧૧ હીરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા. હિરામ ઈશ્વરના ઘરમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.
І поробив Хурам го́рнята, і лопа́тки, і кропильниці. І покінчи́в Хурам робити працю, яку зробив для царя Соломона в Божому домі:
12 ૧૨ તેણે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,
два стовпи́, і ку́лі, і дві ма́ковиці на верху́ тих стовпі́в, і дві мере́жки на покриття́ оби́двох куль ма́ковиць, що на верха́х стовпів,
13 ૧૩ એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
і чотири сотні грана́тових яблук для обох мере́жок, два ряди грана́тових яблук для однієї мережки, щоб покрити оби́дві кулі ма́ковиць, що на пе́реді тих стовпі́в.
14 ૧૪ તેણે બાજઠો તથા તેના પરનાં કુંડાં પણ બનાવ્યાં.
І поробив підста́ви, і поробив умива́льниці на тих підста́вах,
15 ૧૫ અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.
одне море, і дванадцять волів під ним,
16 ૧૬ આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.
і горня́та, і лопа́тки, і виде́льця, і всі їхні речі поробив Хурам-Авів цареві Соломонові для Господнього дому з ви́поліруваної міді.
17 ૧૭ રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
На Йорда́нській рівни́ні повідлива́в їх цар у гли́нистій землі між Суккотом та між Цередою.
18 ૧૮ આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.
І наробив Соломон усіх цих речей дуже багато, бо не дослі́джена була вага міді.
19 ૧૯ સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી.
І поробив Соломон усі речі, що в Божому домі, та золотого же́ртівника й столи, а на них — хліб показни́й,
20 ૨૦ સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યાં;
і свічники́, і їхні лямпа́дки, щоб запалювати їх за постановою перед девіром, — зо щирого золота.
21 ૨૧ દીપવૃક્ષોનાં ફૂલો, દીવા, ચીપિયા.
А квітки́, і лямпа́дки, і щи́пчики — із золота, з доскона́лого золота.
22 ૨૨ ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં.
А но́жиці, і кропильниці, і ло́жки, і кадильниці — зо щирого золота; а вхід до дому, його внутрішні двері до Святого Святих та двері дому до храму — із золота.

< 2 કાળવ્રત્તાંત 4 >