< 2 કાળવ્રત્તાંત 36 >

1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
Och folket i landena tog Joahas, Josia son, och gjorde honom till Konung i hans faders stad i Jerusalem.
2 યોઆહાઝ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
Tre och tjugu åra gammal var Joahas, då han Konung vardt och regerade i tre månader i Jerusalem.
3 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
Ty Konungen i Egypten satte honom af i Jerusalem, och beskattade landet till hundrade centener silfver, och en centener guld.
4 મિસરના રાજા નકોએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો.
Och Konungen i Egypten gjorde Eliakim, hans broder, till Konung öfver Juda och Jerusalem, och förvände hans namn Jojakim; men Necho tog hans broder Joahas, och förde honom uti Egypten.
5 યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
Fem och tjugu åra gammal var Jojakim, då han Konung vardt; och regerade ellofva år i Jerusalem, och gjorde det ondt var för Herranom sinom Gud.
6 પછી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો.
Och NebucadNezar, Konungen i Babel, drog upp emot honom, och band honom med kedjor, att han skulle föra honom till Babel.
7 વળી નબૂખાદનેસ્સાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
Och förde NebucadNezar någor Herrans hus kärile till Babel, och satte dem uti sitt tempel i Babel.
8 યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
Hvad nu mer af Jojakim sägande är, och hans styggelse, som han gjorde, och med honom funnen vordo, si, de äro skrifne uti Israels och Juda Konungars bok: och hans son Jojachin vardt Konung i hans stad.
9 યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
Åtta åra gammal var Jojachin, då han Konung vardt, och regerade i tre månader och tio dagar i Jerusalem, och gjorde det Herranom illa behagade.
10 ૧૦ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો.
Då nu året omgick, sände NebucadNezar, och lät hemta honom till Babel, med de kosteliga tygen i Herrans hus; och man gjorde Zedekia hans broder till Konung öfver Juda och Jerusalem.
11 ૧૧ સિદકિયા રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ.
Ett och tjugu åra gammal var Zedekia, då han Konung vardt; och regerade ellofva år i Jerusalem;
12 ૧૨ તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
Och gjorde det ondt var för Herranom sinom Gud, och ödmjukade sig intet för den Propheten Jeremia, som talade utaf Herrans mun.
13 ૧૩ વળી નબૂખાદનેસ્સાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું.
Dertill vardt han affällig ifrå NebucadNezar, Konungenom i Babel, hvilken af honom en ed vid Gud tagit hade; och vardt halsstyf, och förstockade sitt hjerta, så att han intet omvände sig till Herran Israels Gud.
14 ૧૪ તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
Sammalunda alle öfverstarna ibland Presterna, samt med folket, syndade svårliga, och förtogo sig med allahanda Hedningastyggelse, och orenade Herrans hus, det han helgat hade i Jerusalem.
15 ૧૫ તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
Och Herren deras fäders Gud sände till dem med sin bådskap bittida; ty han skonade sitt folk och sina boning.
16 ૧૬ પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
Men de begabbade Guds bådskap, och föraktade hans ord, och bespottade hans Propheter, intilldess Herrans grymhet växte öfver hans folk, att dem nu intet mer stod till botande.
17 ૧૭ તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
Ty han förde öfver dem de Chaldeers Konung, och lät dräpa deras unga män med svärd, uti deras helgedoms huse, och skonade hvarken piltar eller pigor, hvarken åldrigom eller utgamlom; alla gaf han dem i hans hand.
18 ૧૮ ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓનાં ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
Och all tyg i Guds hus, stor och små, håfvorna i Herrans hus, och Konungens och hans Förstars håfvor; allt lät han föra till Babel.
19 ૧૯ તેઓએ ઈશ્વરના સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
Och de brände upp Guds hus, och bröto ned murarna i Jerusalem; och all deras palats brände de upp med eld, så att all deras kosteliga ting blefvo förfaren.
20 ૨૦ જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઇરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
Och de som för svärdet undsluppo, fördes till Babel, och vordo hans och hans söners trälar, tilldess riket kom till de Perser;
21 ૨૧ આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
På det att fullkomnas skulle Herrans ord genom Jeremia mun, tilldess att landet hade fyllest i sina Sabbather; förty hele tiden af förderfvelsen var Sabbath, intilldess sjutio år fullkomnade vordo.
22 ૨૨ હવે યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
Men i första årena Cores, Konungens i Persien, på det fullkomnadt skulle varda Herrans ord, taladt genom Jeremia mun, uppväckte Herren Cores anda, Konungens i Persien, att han lät utropa öfver allt sitt rike, ja ock med bref, och säga:
23 ૨૩ “ઇરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો.”
Detta säger Cores, Konungen i Persien: Herren Gud af himmelen hafver gifvit mig all rike i landen, och hafver befallt mig bygga sig ett hus i Jerusalem i Juda; hvilken som nu ibland eder är af hans folk, med honom vare Herren hans Gud, och drage ditupp.

< 2 કાળવ્રત્તાંત 36 >