< 2 કાળવ્રત્તાંત 35 >
1 ૧ યોશિયાએ યરુશાલેમમાં યહોવાહના માટે પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું.
При това, Иосия направи пасха Господу в Ерусалим; и на четиринадесетия ден от първия месец заклаха пасхалните агнета.
2 ૨ તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
И той постави свещениците в длъжностите им, и ги насърчи да служат на Господния дом.
3 ૩ તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો;
И рече на осветените Господу левити, които поучаваха целия Израил: Положете светия ковчег в дома, който построи Израилевият цар Соломон, Давидовият син; няма да го носите вече на рамена; сега слугувайте на Господа вашия Бог и на людете Му Израил.
4 ૪ ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.
Пригответе се според бещините си домове, по отредите си, според предписанието на Израилевия цар Давида, и според предписанието на сина му Соломона;
5 ૫ તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો.
и стойте в светилището, според отделенията на бащините домове на братята си миряните, и за всяко нека има по един отдел от левитските бащини домове.
6 ૬ પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો.”
И като заколите пасхалните агнета, осветете се, и пригответе за братята си, за да направят и те според Господното слово дадено чрез Моисея.
7 ૭ પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં.
И Иосия подари на людете за жертви овце, агнета и ярета, на брой тридесет хиляди, всичките за пасхалните жертви, за всички, които се намериха там, и три хиляди говеда; тия бяха от царския имот.
8 ૮ તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં.
И първенците му подариха на драго сърце на людете, на свещениците и на левитите. А управителите на Божия дом, Хелкия, Захария и Ехиил, подариха на свещениците за пасхалните жертви две хиляди и шестстотин агнета и ярета и триста говеда.
9 ૯ કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
Също и Хонения и братята му Семаия, и Натанаил, и началниците на левитите, Асавия, Еиил и Иозавад, подариха на левитите за пасхалните жертви пет хиляди агнета и ярета и петстотин говеда.
10 ૧૦ એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા.
Така се приготви службата. Тогава свещениците застанаха на мястото си, и левитите по отредите си, според царската заповед.
11 ૧૧ તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.
И заклаха пасхалните агнета, и свещениците поръсиха кръвта, която вземаха от ръката на левитите, които и одраха жертвите.
12 ૧૨ મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.
И отделиха частите за всеизгарянето, за да ги дадат според отделенията на бащините домове на людете, за да принесат Господу според предписанията в Моисеевата книга; така сториха и с говедата.
13 ૧૩ તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.
И опекоха пасхалните агнета с огън според наредбата; а светите жертви свариха в котли, в гърнета и в тави, и ги разделиха веднага помежду всичките люде.
14 ૧૪ પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.
После приготвиха за себе си и за свещениците; защото свещениците, Аароновите потомци, се занимаваха с принасяне всеизгарянията и тлъстините до нощта; затова левитите приготвиха за себе си и за свещениците, Аароновите потомци.
15 ૧૫ દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.
И певците, Асафовите потомци, бяха на мястото си, според заповедта на Давида, на Асафа, на Емана и на царския гледач Едутун; и вратарите пазеха на всяка порта; нямаше нужда да оставят работата си, защото братята им, левитите, приготвиха за тях.
16 ૧૬ તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ.
И тъй, цялата Господна служба биде приготвена в същия ден, за да направят пасхата и да принесат всеизгарянията на Господния олтар, според заповедта на цар Иосия.
17 ૧૭ તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીરી રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.
И израилтяните, които се намериха там, правиха в онова време пасхата и празника на безквасните хлябове седем дни.
18 ૧૮ શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.
Такава пасха не беше ставала в Израил от дните на пророк Самуила; нито един от всичките Израилеви царе не беше направил такава пасха, каквато направиха Иосия, и свещениците, и левитите, и целият Юда и Израил, които се намериха там, и ерусалимските жители.
19 ૧૯ યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
Тая пасха стана в осемнадесетата година на Иосиевото царуване.
20 ૨૦ આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા સભાસ્થાન તૈયાર કરી રહ્યો, ત્યારે મિસરનો રાજા નકોએ યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો.
А след всичко това, когато Иосия беше наредил Божия дом, египетския цар Нехао възлезе за да воюва против Кархамис при реката Евфрат; и Иосия излезе против него.
21 ૨૧ પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે, જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહિ, રખેને તે તારો પણ નાશ કરે.”
А той прати посланици до него да кажат: Какво има между мене и тебе, царю Юдов? Не ида днес против тебе, но против дома, с който имам война, и Бог ми е заповядал да побързам; остави се от Бога, който е с мене, да не би да те изтреби.
22 ૨૨ પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નકોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.
Обаче Иосия не отвърна лицето си от него, но преличи се да воюва против него, и не послуша думите на Нехао, които бяха из Божиите уста, и дойде да се бие в долината Магедон.
23 ૨૩ નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, “મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું.”
И стрелците устрелиха цар Иосия; и царят рече на слугите си: Изведете ме от тук, защото съм тежко ранен.
24 ૨૪ તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે યોશિયાને માટે વિલાપ કર્યો.
И тъй, слугите му го изведоха из колесницата, та го качиха на втората му колесница, и докараха го в Ерусалим; и умря, и биде погребан в гробищата на бащите си. И целият Юда и Ерусалим жалееха за Иосия.
25 ૨૫ યર્મિયાએ યોશિયા માટે વિલાપ કર્યો; સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપનાં ગીતો ગાતા રહેલાં છે. ઇઝરાયલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલાં છે.
Също и Еремия плака за Иосия; и всичките певци и певици до днес напомнюват Иосия в плачовете си, които и направиха това обичай в Израиля; и ето, те са написани в Плача.
26 ૨૬ યોશિયાનાં બાકીનાં કૃત્યો તથા ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલાં તેનાં સુકૃત્યો તથા
А останалите дела на Иосия, и добродетелите му сторени според предписаното в Господния закон,
27 ૨૭ તેના બીજાં સેવાકાર્યો વિષે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
и делата му, първите и последните, ето, писани са в Книгата на Израилевите и Юдовите царе.