< 2 કાળવ્રત્તાંત 34 >
1 ૧ જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
Yosiya yana da shekara goma sha takwas sa’ad da ya zama sarki, ya kuma yi mulki a Urushalima shekara talatin da ɗaya.
2 ૨ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું અને પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે ખસ્યો નહિ.
Ya yi abin da yake daidai a gaban Ubangiji ya kuma yi tafiya a hanyoyin kakansa Dawuda, ba tare da juye dama ko hagu ba.
3 ૩ તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
A shekara ta takwas ta mulkinsa, yayinda yake matashi, sai ya fara neman Allah na kakansa Dawuda. A shekara ta goma sha biyunsa ya fara tsabtacce Yahuda da Urushalima daga masujadan kan tudu, ginshiƙan Ashera, sassaƙaƙƙun gumaka da kuma siffofin da aka yi zubi.
4 ૪ લોકોએ તેની આગળ બઆલિમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
A ƙarƙashin umarninsa aka rurrushe bagadan Ba’al, ya kuma tumɓuke bagadan ƙona turare waɗanda suke a bisansu, ya farfashe ginshiƙan Ashera da kuma sassaƙaƙƙun siffofi. Ya ragargaza waɗannan kucu-kucu, ya barbaɗa su a kan kaburburan waɗanda suka miƙa musu hadayu.
5 ૫ તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
Ya ƙone ƙasusuwan firistocin gumaka a kan bagaden da a dā suke miƙa hadayunsu, ta haka ya tsabtacce Yahuda da Urushalima.
6 ૬ તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.
Ya yi haka cikin garuruwan Manasse, Efraim da Simeyon, har zuwa Naftali, da kuma cikin kangwayen kewayensu,
7 ૭ તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
ya farfashe bagadai da ginshiƙan Ashera; ya niƙa gumaka suka zama gari, ya kuma yayyanka dukan bagadan turare kucu-kucu ko’ina a Isra’ila. Sa’an nan ya koma Urushalima.
8 ૮ હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર શાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા.
A shekara ta goma sha takwas ta mulkin Yosiya, ya tsarkake ƙasar da haikalin, ya aiki Shafan ɗan Azaliya da Ma’asehiya mai mulkin birni, tare da Yowa ɗan Yowahaz, marubuci, su gyara haikalin Ubangiji Allah.
9 ૯ તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલાં હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
Suka tafi wurin Hilkiya babban firist suka ba shi kuɗin da aka kawo cikin haikalin Allah, wanda Lawiyawa masu tsaron ƙofofi sun tattara daga mutanen Manasse, Efraim da dukan raguwar Isra’ila da kuma daga dukan mutanen Yahuda da Benyamin da kuma mazaunan Urushalima.
10 ૧૦ તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં.
Sa’an nan suka danƙa su ga mutanen da aka naɗa su lura da aiki a kan haikalin Ubangiji. Waɗannan mutane ne suke biyan ma’aikatan da suka gyara suka kuma mai da haikalin.
11 ૧૧ તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.
Suka kuma ba da kuɗi ga kafintoci da magina don su sayi sassaƙaƙƙun duwatsu, da katakai don yin tsaiko da tankar ginin da sarakunan Yahuda suka bari yă fāɗi ya zama kango.
12 ૧૨ તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા.
Mutanen fa suka yi aiki da aminci. Shugabanninsu, su ne Yahat da Obadiya, Lawiyawa zuriyar Merari da Zakariya da Meshullam, zuriyar Kohat. Dukan Lawiyawa waɗanda suke gwanaye a kayan kiɗi,
13 ૧૩ આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
sun lura da ma’aikata, suka kuma lura da dukan masu aiki daga aiki zuwa aiki. Waɗansu Lawiyawan su ne marubuta, magatakarda da kuma masu tsaron ƙofofi.
14 ૧૪ ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું.
Yayinda suke fitar da kuɗin da aka kai cikin haikalin Ubangiji, sai Hilkiya firist ya sami Littafin Dokar Ubangiji da aka bayar ta wurin Musa.
15 ૧૫ તે બતાવતાં હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, “ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું.
Hilkiya ya ce wa Shafan magatakarda, “Na sami Littafin Doka a cikin haikalin Ubangiji.” Sai ya ba wa Shafan.
16 ૧૬ શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, “તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
Sa’an nan Shafan ya ɗauki littafin zuwa wurin sarki, ya faɗa masa, “Manyan ma’aikatanka suna yin kome da aka sa su.
17 ૧૭ જે નાણાં ઈશ્વરના ઘરમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે.”
Mun ɗauke kuɗin da an ajiye a haikalin Ubangiji muka ba wa masu aiki da waɗanda suke lura da su.”
18 ૧૮ શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું.
Sa’an nan Shafan magatakarda ya sanar da sarki ya ce, “Hilkiya firist ya ba ni wani littafi.” Sai Shafan ya karanta daga cikinsa a gaban sarki.
19 ૧૯ રાજાએ જયારે નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
Da sarki ya ji kalmomin Doka, sai ya yage rigunansa.
20 ૨૦ હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે,
Ya ba da waɗannan umarnai ga Hilkiya, Ahikam ɗan Shafan, Abdon ɗan Mika, Shafan magatakarda da kuma Asahiya mai hidimar sarki.
21 ૨૧ “તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી.”
Ya ce, “Ku tafi ku nemi nufin Ubangiji saboda ni da kuma saboda raguwa a Isra’ila da Yahuda game da abin da aka rubuta a wannan littafin da aka samu. Fushin Ubangiji mai girma ne da aka zuba a kanmu domin kakanninmu ba su kiyaye maganar Ubangiji ba; ba su aikata bisa ga dukan abin da yake a rubuce a wannan littafi ba.”
22 ૨૨ તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
Hilkiya tare da waɗanda sarki ya aika, suka tafi suka yi magana da annabiya Hulda, wadda take matar Shallum ɗan Tokhat ɗan Hasra, mai tsaron wurin ajiyar riguna. Tana zama a Urushalima, a Yanki na Biyu.
23 ૨૩ તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
Sai ta ce musu, “Ga abin da Ubangiji, Allah na Isra’ila ya ce faɗa wa mutumin da ya aike ku gare ni,
24 ૨૪ “ઈશ્વર કહે છે કે, ‘જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
‘Ga abin da Ubangiji ya ce zai kawo masifa a wannan wuri da mutanensa, dukan la’anar da aka rubuta a cikin littafin da aka karanta a gaban sarkin Yahuda.
25 ૨૫ કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.’”
Domin sun yashe ni suka kuma ƙone turare wa waɗansu alloli, suka tsokane ni in yi fushi ta wurin dukan abin da hannuwansu suka yi, fushina zai zuba a kan wannan wuri, ba kuma za a kwantar da shi ba.’
26 ૨૬ પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
Ku faɗa wa sarkin Yahuda, wanda ya aike ku ku nemi nufin Ubangiji, ‘Ga abin da Ubangiji, Allah na Isra’ila yake cewa game da kalmomin da ka ji.
27 ૨૭ જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે.
Domin zuciyarka mai tuba ce, ka kuma ƙasƙantar da kanka a gaban Allah sa’ad da ka ji abin da ya yi magana a kan wannan wuri da mutanensa, domin kuma ka ƙasƙantar da kanka a gabana, ka yage rigunanka ka kuma yi kuka a gabana, na ji ka, in ji Ubangiji.
28 ૨૮ ‘જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
Yanzu zan tara ka da kakanninka, za a kuma binne ka cikin salama. Idanunka ba za su ga dukan masifar da zan kawo a kan wannan wuri da kuma a kan waɗanda suke zama a nan ba.’” Sai suka kai amsar wa sarki.
29 ૨૯ પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
Sai sarki ya kira dukan dattawan Yahuda da Urushalima.
30 ૩૦ પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે યહોવાહના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
Ya haura zuwa haikalin Ubangiji tare da mutanen Yahuda, mutanen Urushalima, firistoci da Lawiyawa, dukan mutane daga ƙarami zuwa babba. Ya karanta dukan kalmomin Littafin Alkawari wanda aka samu a cikin haikalin Ubangiji a kunnuwansu.
31 ૩૧ રાજાએ તેની જગાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની, તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી.
Sai sarkin ya miƙe tsaye a inda yake, ya sabunta alkawari a gaban Ubangiji, don yă bi Ubangiji yă kiyaye umarnansa, ƙa’idodinsa da kuma farillansa da dukan zuciyarsa da kuma dukan ransa, ya kuma yi biyayya da kalmomin alkawarin da aka rubuta a cikin wannan littafi.
32 ૩૨ બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
Sa’an nan ya sa kowa a Urushalima da Benyamin ya yi alkawari ga wannan; mutanen Urushalima suka aikata wannan bisa ga alkawarin Allah, Allah na kakanninsu.
33 ૩૩ યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહિ.
Yosiya ya fitar da dukan gumakan banƙyama daga dukan yankunan Isra’ilawa, ya kuma sa dukan waɗanda suke a Isra’ila su bauta wa Ubangiji Allahnsu. Muddin ransa, ba su fasa bin Ubangiji Allah na kakanninsu ba.