< 2 કાળવ્રત્તાંત 32 >
1 ૧ હિઝકિયા રાજાએ આ સેવાભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.
यी सबै कुराहरू र यी विश्वासयोग्य कामहरू भएपछि, अश्शूरका राजा सनहेरीब आए र यहूदामा पसे । किल्ला भएका सहरहरूलाई आक्रमण गर्नलाई तिनले छाउनी हाले, जसलाई तिनले आफ्नो निम्ति कब्जा गर्न इच्छा गरे ।
2 ૨ જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,
सनहेरीब आएका थिए र यरूशलेमको विरुद्ध युद्ध गर्ने अठोट गरेका थिए भनी जब हिजकियालाई थाहा पाए,
3 ૩ ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.
तब तिनले सहरबाहिरका मूलहरूका पानी बन्द गरिदिन तिनले आफ्ना अगुवाहरू र आफ्ना शक्तिशाली मानिसहरूसित सल्लाह लिए । तिनीहरूले तिनलाई त्यसो गर्न सहयोग गरे ।
4 ૪ ઘણાં લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, “શા માટે આશ્શૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?”
धेरै संख्यामा मानिसहरू एकसाथ भेला भए र देशको मध्यभाग भएर बग्ने सबै मूलहरू र खोलाहरू थुनिदिए । तिनीहरूले भने, “अश्शूरका राजाहरू यहाँ आएर किन प्रशस्त पानी पाउने?”
5 ૫ હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.
हिजकियाले साहस गरे र भत्किएका सबै पर्खालको निर्माण गरे । तिनले धरहराहरू अग्लो बनाए, र बाहिरका अरू पर्खालहरू पनि त्यसै गरे । दाऊदको सहरका टेवा दिने गाराहरू पनि तिनले सुदृढ पारे, र तिनले ठुलो सङ्ख्यामा हातहतियार र ढालहरू बनाए ।
6 ૬ તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,
तिनले मानिसहरूमाथि फौजी कमाण्डरहरू नियुक्त गरे । तिनले तिनीहरूलाई सहरको मूल ढोकाको खुल्ला ठाउँमा एकसाथ भेला गरे र तिनीहरूसँग हौसलासहित कुरा गरे । तिनले भने,
7 ૭ “તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.
“बलिया र साहसिला होओ । अश्शूरका राजा र तिनीसँग भएको त्यो सबै ठुलो फौज को कारणले नडराओ वा हतोत्साही नहोओ, किनकि हामीसित हुनुहुने उनीहरूसित हुनेभन्दा महान् हुनुहुन्छ ।
8 ૮ તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.
तिनीसित शारीरिक हतिहार मात्र छन्, तर हामीलाई सहायता गर्न र हाम्रो युद्ध गर्न हामीसित हाम्रा परमप्रभु परमेश्वर हुनुहुन्छ ।” तब यहूदाका राजा हिजकियाको वचनले गर्दा यहूदाका मानिसहरूले आफैलाई सान्त्वना दिए ।
9 ૯ તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,
त्यसपछि अश्शूरका राजा सनहेरीबले यरूशलेममा, (उनी लाकीश अगाडि थिए, र उनका सबै फौज उनीसित थियो) यहूदाका राजा हिजकिया र यरूशलेममा भएका यहूदाका सबै मानिसहरूकहाँ आफ्ना सेवकहरू पठाए । तिनले भने,
10 ૧૦ “આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
“अश्शूरका राजा सनहेरीब यसो भन्छन्: यरूशलेममा भएको घेराबन्दी सहनलाई तिमीहरू के कुरामा भर परिरहेका छौ?
11 ૧૧ “‘ઈશ્વર અમારા પ્રભુ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે’, એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.
जब ‘परमप्रभु हाम्रा परमेश्वरले अश्शूरका राजाको हातबाट बचाउनुहुनेछ’ भनी हिजकियाले तिमीहरूलाई भन्छन्, तब तिमीहरू बसेकै ठाउँमा तिमीहरूलाई अनिकाल वा तिर्खाले मार्नलाई तिनले तिमीहरूलाई भ्रममा पारिरहेका छैनन् र?
12 ૧૨ શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?
आफ्ना अल्गा ठाउँहरू र आफ्ना वेदीहरू हटाएका, अनि यहूदा र यरूशलेमलाई ‘एउटै मात्र वेदीमा तिमीहरूले आराधना गर्नुपर्छ र त्यसमा तिमीहरूले आफ्ना बलिदान चढाउनुपर्छ,’ भन्ने हिजकिया यिनै होइनन् र?
13 ૧૩ તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?
म र मेरा पुर्खाहरूले अरू देशका सबै मानिसलाई के गरेका छौं सो तिमीहरूलाई थाहा छैन र? के वरिपरिका देशका मानिसहरूका देवताहरूले मेरो शक्तिबाट आफ्ना देशहरूलाई बचाउन सकेका थिए र?
14 ૧૪ મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?
मेरा पुर्खाहरूले पूर्ण रूपले नाश गरेका जातिहरूका देवतामध्ये के त्यहाँ कुनै देवता थियो जसले मेरो हातबाट आफ्ना मानिसहरूलाई बचाउन सक्यो? तिमीहरूका परमेश्वरले तिमीहरूलाई मेरो शक्तिबाट किन बचाउनुपर्छ र?
15 ૧૫ હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?”
अब हिजकियाले यसो भनेर तिमीहरूलाई छलमा पार्न र तिमीहरूलाई मनाउन नदेओ । तिमीहरू तिनीमाथि विश्वास नगर, किनकि कुनै पनि जाति वा राज्यका देवताले आफ्ना मानिसलाई मेरो वा मेरा पुर्खाहरूका हातबाट बचाउन सकेको छैन । तिमीहरूका परमेश्वरले तिमीहरूलाई मेरो हातबाट कति थोरै बचाउने छन् र?”
16 ૧૬ આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.
सनहेरीबका सेवकहरूले परमप्रभु परमेश्वर र उहाँका सेवक हिजकियाका विरुद्धमा अझै धेरै बोले ।
17 ૧૭ સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે.”
परमप्रभु इस्राएलका परमेश्वरको गिल्ला गर्नको निम्ति समेत सनहेरीबले पत्रहरू पनि लेखे । तिनले भने: “जसरी अरू देशका जातिहरूका देवताहरूले आफ्ना मानिसहरूलाई मेरो हातबाट बचाउन सकेका छैनन्, त्यसरी नै हिजकियाका परमेश्वरले पनि आफ्ना मानिसहरूलाई मेरो हातबाट बचाउन सक्ने छैनन् ।”
18 ૧૮ યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.
तब उनीहरूले सहर कब्जा गर्न सकुन् भनेर यरूशलेमको पर्खालमा खडा हुने मानिसहरूलाई, तिनीहरूलाई त्रासमा पार्न र तिनीहरूलाई कष्ट दिन उनीहरूले चर्को सोरले यहूदीहरूका भाषामा कराए ।
19 ૧૯ જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.
केवल मानिसका हातले बनाएका पृथ्वीका अरू मानिसका देवताहरूका बारेमा उनीहरूले बोलेझैं यरूशलेमका परमेश्वरको बारेमा पनि उनीहरूले बोले ।
20 ૨૦ આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.
यस विषयको कारणले हिजकिया राजा र आमोजका छोरा यशैया अगमवक्ताले प्रार्थना गरे र तिनले स्वर्गतिर पुकारा गरे ।
21 ૨૧ યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો.
तब परमप्रभुले एउटा स्वर्गदूत पठाउनुभयो, जसले छाउनीमा भएका राजाका योद्धाहरू, कमाण्डरहरू र अधिकृतहरूलाई मारे । यसरी सनहेरीब आफ्नो मुहारमा बेइज्जती लिएर तिनको आफ्नो देशमा फर्के । जब उनी आफ्नो देवताको मन्दिरमा पसेका थिए, तब उनका आफ्नै छोरामध्येका कसैले उनलाई तरवारले काटेर मारे ।
22 ૨૨ આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.
यसरी परमप्रभुले हिजकिया र यरूशलेमका बासिन्दाहरूलाई अश्शूरका राजा सनहेरीबका हातबाट र अरू सबैका हातबाट बचाउनुभयो, र तिनीहरूलाई चारैतिरबाट आराम दिनुभयो ।
23 ૨૩ ઘણાં લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.
धेरै जनाले यरूशलेममा परमप्रभुको निम्ति भेटीहरू र यहूदाका राजा हिजकियाको निम्ति बहुमूल्य उपहारहरू ल्याए, ताकि त्यो समयदेखि पछि सबै जातिका दृष्टिमा तिनी उच्च पारिए ।
24 ૨૪ પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.
ती दिनमा हिजकिया मरणासन्न हुने गरी बिरामी भए । तिनले परमप्रभुमा प्रार्थना गरे, जो तिनीसित बोल्नुभयो र तिनी निको हुनेछन् भनेर एउटा चिन्ह तिनलाई दिनुभयो ।
25 ૨૫ પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.
तर हिजकियालाई दिइएको मदतका निम्ति तिनी परमप्रभुप्रति कृतज्ञ भएनन्, किनकि तिनको हृदय अहङ्कारी भएको थियो । यसैले तिनीमाथि र यहूदा र यरूशलेममाथि क्रोध पर्यो ।
26 ૨૬ આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
तापनि आफ्नो हृदयको अभिमानको निम्ति हिजकिया र यरूशलेमका बासिन्दा दुवैले पश्चात्ताप गरे, जसले गर्दा हिजकियाको समयमा परमप्रभुको क्रोध तिनीहरूमाथि परेन ।
27 ૨૭ હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાંઓ રાખવા ભંડારો બનાવ્યા.
हिजकियाले धेरै धनसम्पत्ति र धेरै मान पाएका थिए । तिनले आफ्ना निम्ति सुन, चाँदी, बहुमूल्य पत्थर र मसलाहरू, अनि ढालहरू र अरू दामी-दामी चीजहरू राख्ने भण्डारहरू बनाए ।
28 ૨૮ તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.
तिनीसँग अन्न, नयाँ दाखमद्य र तेल जम्मा गर्ने भण्डारहरू, र सबै किसिमका जनावरका लागि गोठहरू थिए । र तिनीसित भेडाबाख्राहरूका गोठहरू पनि थिए ।
29 ૨૯ વળી આ ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યાં અને પુષ્કળ પ્રમાણમાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી.
यसको साथमा तिनीसँग सहरहरू र प्रसस्त बथान र बगालहरू पनि थिए, किनकि परमेश्वरले तिनलाई धेरै धनसम्पत्ति दिनुभएको थियो ।
30 ૩૦ હિઝકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાંને બંધ કર્યા અને તેનાં પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિઝકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો.
गीहोन नदीको माथिल्लो मुहानलाई थुन्ने र त्यसलाई दाऊदको सहरको पश्चिमपट्टि सिधा ल्याउने हिजकिया पनि यिनै थिए । आफ्ना सब परियोजनामा हिजकिया सफल भए ।
31 ૩૧ બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા એલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી.
तापनि देशमा देखिएको आश्चर्यका चिन्हको विषयमा जानकारहरूका बारेमा प्रश्नहरू सोध्नलाई बेबिलोनका शासकहरूले पठाएका राजदूतहरूका सम्बन्धमा तिनको जाँच गर्न र तिनको हृदयका सबै कुरा पत्ता लगाउन परमेश्वरले तिनलाई छोड्नुभयो ।
32 ૩૨ હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે.
हिजकियाको बारेमा अन्य कुराहरू, तिनका करारका बफादर कामहरूसमेतका कुरा, आमोजका छोरा यशैया अगमवक्ताको दर्शन र यहूदा र इस्राएलका राजाहरूको इतिहासको पुस्तकमा ती लेखिएका तपाईंले पाउनुहुन्छ ।
33 ૩૩ હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરુશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.
हिजकिया आफ्ना पुर्खाहरूसित सुते, र तिनीहरूले दाऊदका सन्तानहरूका चिहानहरू भएको डाँडामा तिनलाई गाडे । तिनको मृत्युमा सारा यहूदा र यरूशलेमका मानिसहरूले तिनलाई श्रद्धासुमन प्रकट गरे । तिनको ठाउँमा तिनका छोरा मनश्शे राजा भए ।