< 2 કાળવ્રત્તાંત 29 >
1 ૧ પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
၁ဟေဇကိသည် အသက်နှစ်ဆယ်ငါးနှစ်ရှိသော်၊ နန်းထိုင်၍ ယေရုရှလင်မြို့၌ နှစ်ဆယ်ကိုးနှစ်စိုးစံလေ၏။ မယ်တော်ကား၊ ဇာခရိသမီး အာဘိအမည်ရှိ၏။
2 ૨ હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
၂ထိုမင်းသည် အဘဒါဝိဒ်ကျင့်သမျှအတိုင်း ထာဝရဘုရားရှေ့တော်၌ တရားသောအမှုကိုပြု၏။
3 ૩ તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
၃နန်းစံပဌမနှစ်၊ ပဌမလတွင် ဗိမာန်တော်တံခါး တို့ကို ဖွင့်၍ ပြုပြင်တော်မူ၏။
4 ૪ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
၄ယဇ်ပုရောဟိတ်လေဝိသားတို့ကို ခေါ်၍၊ အရှေ့ လမ်းမှာ စုဝေးစေလျက်၊
5 ૫ તેણે તેઓને કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
၅အိုလေဝိသားတို့၊ နားထောင်ကြလော့။ ကိုယ်ကို၎င်း၊ ဘိုးဘေးတို့၏ ဘုရားသခင် ထာဝရဘုရား၏ အိမ်တော်ကို၎င်း၊ သန့်ရှင်းစေ၍၊ သန့်ရှင်းရာဌာနထဲက အမှိုက်ကို သုတ်သင်ပယ်ရှင်းကြလော့။
6 ૬ આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા.
၆ငါတို့အဘများသည် ပြစ်မှား၍၊ ငါတို့၏ ဘုရား သခင် ထာဝရဘုရားရှေ့တော်၌ ဒုစရိုက်ကိုပြုကြပြီ။ ထာဝရဘုရားကိုစွန့်၍၊ ကျိန်းဝပ်တော်မူရာအရပ်မှ မျက်နှာလွှဲလျက် ကျောခိုင်းကြပြီတကား။
7 ૭ તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
၇ဗိမာန်တော်ဦးတံခါးကို ပိတ်လျက်၊ မီးခွက်တို့ကို သတ်လျက်၊ သန့်ရှင်းရာဌာန၌ ဣသရေအမျိုး၏ ဘုရား သခင်အား နံ့သာပေါင်းကို မီးမရှို့။ မီးရှို့ရာယဇ်ကို မပူဇော်ဘဲနေကြပြီ။
8 ૮ તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે.
၈ထိုကြောင့် ထာဝရဘုရားသည် ယုဒပြည် ယေရု ရှလင်မြို့ကို အမျက်တော်ထွက်၍၊ သင်တို့မြင်သည် အတိုင်း ဆင်းရဲခံခြင်း၊ မိန်းမောတွေဝေခြင်း၊ ကဲရဲ့သံကို ကြားခြင်း အမှု၌အပ်တော်မူပြီ။
9 ૯ આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
၉သို့ဖြစ်၍၊ ငါတို့အဘများသည် ထားဖြင့်လဲ သေကြပြီ။ သားသမီး၊ မယားတို့သည် သိမ်းသွားခြင်းကို ခံရကြပြီ။
10 ૧૦ હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય.
၁၀ယခုမူကား၊ ပြင်းစွာသောအမြတ်တော်သည် ငါတို့မှလွှဲသွားမည်အကြောင်း၊ ဣသရေလအမျိုး၏ ဘုရားသခင် ထာဝရဘုရားနှင့် ပဋိညာဉ်ဖွဲ့မည်ဟု ငါအကြံရှိ၏။
11 ૧૧ માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે.”
၁၁ငါ့သားတို့၊ မဖင့်နွှဲကြနှင့်။ ထာဝရဘုရား ရှေ့တော်၌ ရပ်၍ဝတ်ပြုခြင်း၊ အမှုတော်ကို စောင့်ခြင်း၊ နံ့သာပေါင်းကို မီးရှို့ခြင်းအမှုကို ပြုစေခြင်းငှါ၊ သင်တို့ကို ရွေးထားတော်မူပြီဟု မိန့်တော်မူလျှင်၊
12 ૧૨ પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆહ તથા યોઆનો પુત્ર એદેન;
၁၂လေဝိအမျိုး၊ ကောဟတ်အနွှယ်၊ အာမသဲသား မာသတ်၊ အာဇရိသား ယောလ၊ မေရာရိအနွယ် အာဇဒိ သားကိရှ၊ ယေဟလေလသားအာဇရိ၊ ဂေရရှုံအနွယ် ဇိမ္မ သားယောအာ၊ ယောအာသား ဧဒင်၊
13 ૧૩ અલિસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઈએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;
၁၃ဧလိဇဖန်အမျိုးသား ရှိမရိနှင့် ယေယေလ၊ အာသပ်အမျိုးသားဇာခရိနှင့် မတ္တနိ၊
14 ૧૪ હેમાનના પુત્રોમાંના યહીએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
၁၄ဟေမန်အမျိုးသားယေဟေလနှင့်ရှိမိ၊ ယေဒုသုန် အမျိုးသား ရှေမာယနှင့် ဩဇေလတို့သည်၊
15 ૧૫ તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા.
၁၅အမျိုးသားချင်းတို့ကို ခေါ်၍၊ ကိုယ်ကို သန့်ရှင်း စေပြီးမှ၊ ထာဝရဘုရားအမိန့်တော်နှင့်အညီ ရှင်ဘုရင် စီရင်သည်အတိုင်း၊ ဗိမာန်တော်ကို သန့်ရှင်းစေခြင်းငှါ လာကြ၏။
16 ૧૬ યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળાં આગળ બહાર લઈ ગયા.
၁၆ယဇ်ပုရောဟိတ်တို့သည် ဗိမာန်တော်ကို သန့် ရှင်းစေခြင်းငှါ၊ အတွင်းခန်းထဲသို့ဝင်၍၊ တွေ့သမျှသော အမှိုက်ကို တန်တိုင်းသို့ထုတ်ပြီးလျှင်၊ လေဝိသားတို့သည် ကေဒြုန်ချောင်းသို့ယူသွားကြ၏။
17 ૧૭ હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
၁၇ပဌမလတရက်နေ့တွင် သန့်ရှင်းစပြု၍၊ ရှစ်ရက် နေ့တွင် ဗိမာန်တော်ဦးသို့ ရောက်ကြ၏။ ထိုနောက် ရှစ်ရက်ပတ်လုံး၊ ဗိမာန်တော်ကို သန့်ရှင်းစေ၍ ပဌမလတဆယ်ခြောက်ရက်နေ့တွင် လက်စသတ်ကြ၏။
18 ૧૮ પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
၁၈ထိုအခါ ဟေဇကိမင်းကြီးထံသို့ဝင်၍၊ အကျွန်ုပ် တို့သည် ဗိမာန်တော်တဆောင်လုံး၊ မီးရှို့ရာယဇ်ပလ္လင်နှင့် တန်ဆာရှိသမျှ၊ ရှေ့တော်မုန့်တင်သော စားပွဲနှင့် တန်ဆာ ရှိသမျှတို့ကို သန့်ရှင်းစေပါပြီ။
19 ૧૯ વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે.”
၁၉ထိုမှတပါး၊ အာခတ်မင်းကြီးလက်ထက် အဓမ္မ ပြု၍ ပစ်ထားသောတန်ဆာရှိသမျှတို့ကို အကျွန်ုပ်တို့ သည် ပြင်ဆင်၍ သန့်ရှင်းစေသဖြင့်၊ ထာဝရဘုရား၏ ယဇ်ပလ္လင်တော်ရှေ့မှာ တင်ထားပါပြီဟု လျှောက်ဆိုကြ ၏။
20 ૨૦ પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.
၂၀ထိုအခါ ဟေဇကိမင်းကြီးသည် စောစောထ၍၊ မြို့သူကြီးတို့ကို စုဝေးစေပြီးလျှင်၊ ဗိမာန်တော်သို့ တက် သွား၏။
21 ૨૧ તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના વંશજોને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
၂၁နန်းတော်အပြစ်၊ သန့်ရှင်းရာဌာနတော်အပြစ်၊ ယုဒပြည်အပြစ်ဖြေရာ ယဇ်ပူဇော်စရာဘို့ နွားခုနစ် ကောင်၊ သိုးခုနစ်ကောင်၊ သိုးသငယ်ခုနစ်ကောင်၊ ဆိတ် ခုနစ်ကောင်တို့ကို ဆောင်ခဲ့ကြ၏။ အားရှန်သား ယဇ် ပုရောဟိတ်တို့သည် ထာဝရဘုရား၏ ယဇ်ပလ္လင်ပေါ်မှာ ပူဇော်စေခြင်းငှါ မိန့်တော်မူသည်အတိုင်း၊
22 ૨૨ તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું લોહી પણ વેદી ઉપર છાંટ્યું.
၂၂နွားတို့ကိုသတ်၍ ယဇ်ပုရောဟိတ်တို့သည် အသွေးကိုခံလျက်၊ ယဇ်ပလ္လင်ပေါ်မှာ ဖြန်ကြ၏။ သိုးတို့ကို လည်း သတ်၍၊ အသွေးကို ယဇ်ပလ္လင်ပေါ်မှာ ဖြန်းကြ၏။ သိုးသငယ်တို့ကိုလည်း သတ်၍အသွေးကို ယဇ်ပလ္လင်ပေါ် မှာ ဖြန်းကြ၏။
23 ૨૩ પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા.
၂၃အပြစ်ဖြေရာယဇ်ပူဇော်စရာဘို့ ဆိတ်တို့ကို လည်း ရှင်ဘုရင်ရှေ့၊ ပရိသတ်ရှေ့သို့ထုတ်၍၊ မိမိတို့ လက်ကိုတင်ပြီးမှ၊
24 ૨૪ યાજકોએ તેમને કાપી નાખીને તેમનું લોહી સમગ્ર ઇઝરાયલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું; કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ.
၂၄ယဇ်ပုရောဟိတ်တို့သည် သတ်၍၊ ဣသရေလ အမျိုးသားအပေါင်းတို့၏ အပြစ်ကိုပြေစေခြင်းငှါ၊ ယဇ် ပလ္လင်ပေါ်မှာ အသွေးအာဖြင့် အပြစ်ဖြေခြင်း မင်္ဂလာကို ပြုကြ၏။ ထိုသို့မီးရှို့ရာယဇ်နှင့် အပြစ်ဖြေရာ ယဇ်ကို ဣသရေလအမျိုးသားအပေါင်းတို့အဘို့ ပူဇော်မည် အကြောင်း၊ ရှင်ဘုရင်အမိန့်တော်ရှိပြီ။
25 ૨૫ દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.
၂၅ဒါဝိဒ်မင်းကြီးနှင့်သူ၏ပရောဖက်ဂဒ်၊ ပရော ဖက်နာသန်တို့ စီရင်သည်အတိုင်းခွက်ကွင်း၊ စောင်း၊ တယောနှင့်တီးမှုတ်သော လေဝိသားတို့ကို၊ ဗိမာန်တော်၌ ခန့်ထားတော်မူ၏။ ထိုသို့ထာဝရဘုရားသည် ပရောဖက် တို့အားဖြင့် စီရင်တော်မူသတည်း။
26 ૨૬ લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
၂၆သို့ဖြစ်၍ လေဝိသားတို့သည် ဒါဝိဒ်စီရင်သော တုရိယာမျိုးများကို၎င်း၊ ယဇ်ပုရောဟိတ်တို့သည် တံပိုးများကို၎င်း ကိုင်လျက် ရှိကြ၏။
27 ૨૭ હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં.
၂၇ဟေဇကိသည် ယဇ်ပလ္လင်ပေါ်မှာ မီးရှို့ရာယဇ် ကို ပူဇော်စေခြင်းငှါ၊ အမိန့်တော်ရှိ၍ မီးရှို့ရာယဇ်ကို ပူဇော်စပြုသောအခါ၊ တံပိုးများနှင့် ဣသရေလရှင်ဘုရင် ဒါဝိဒ်စီရင်သော တုရိယာမျိုးများကို တီးမှုတ်လျက်၊ ထာဝရဘုရားအား သီချင်းကို ဆိုစပြုကြ၏။
28 ૨૮ આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું.
၂၈မီးရှို့ရာယဇ်ပူဇော်ခြင်းအမှု လက်စမသတ်မှီ တိုင် အောင် ပရိသတ်အပေါင်းတို့သည် ကိုးကွယ်လျက်၊ သီချင်း ဆိုလျက်၊ တံပိုးမှုတ်လျက် နေကြ၏။
29 ૨૯ જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.
၂၉လက်စသတ်ပြီးမှ၊ ရှင်ဘုရင်နှင့်စည်းဝေးသော သူအပေါင်းတို့သည် ဦးညွှတ်ချ၍ ကိုးကွယ်ကြ၏။
30 ૩૦ વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
၃၀တဖန်ဟေဇကိမင်းကြီးနှင့် မှူးမတ်တို့သည် စီရင်၍၊ လေဝိသားတို့သည် ဒါဝိဒ်စကား၊ ပရောဖက် အာသပ်စကားအားဖြင့်၊ ထာဝရဘုရားအား ထောမနာ သီချင်းဆိုကြ၏။ ရွှင်လန်းသောစိတ်နှင့် ထောမနာ သီချင်းကိုဆိုလျက်၊ ဦးညွှတ်ချ၍ ကိုးကွယ်ကြ၏။
31 ૩૧ પછી હિઝકિયાએ કહ્યું, “હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો.” આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.
၃၁ထိုနောက်ဟေဇကိက၊ သင်တို့သည် ယခု ထာဝရဘုရားအား ကိုယ်ကိုပူဇော်ကြပြီ။ ဗိမာန်တော်သို့ ချဉ်းကပ်၍၊ ယဇ်မျိုးများနှင့်ကျေးဇူးတော်ဝန်ခံရာ ပူဇော် သက္ကာများကို ဆောင်ခဲ့ကြလော့ဟု ပြန်၍ မိန့်တော်မူ သည်အတိုင်း၊ စည်းဝေးသောသူတို့သည် ယဇ်မျိုးများနှင့် ကျေးဇူးတော်ဝန်ခံရာ ပူဇော်သက္ကာများကို ဆောင်ခဲ့ကြ ၏။ စေတနာရှိသမျှသော သူတို့သည် မီးရှို့ရာယဇ်တို့ကို ဆောင်ခဲ့ကြ၏။
32 ૩૨ જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.
၃၂စည်းဝေးသောသူတို့သည် ထာဝရဘုရားအား မီးရှို့ရာ ယဇ်ပူဇော်စရာဘို့ ဆောင်ခဲ့သော ယဇ်ပေါင်း ကား၊ နွားခုနစ်ဆယ်၊ သိုးတရာ၊ သိုးသငယ်နှစ်ရာတည်း။
33 ૩૩ વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
၃၃ပူဇော်သောဥစ္စာပေါင်းကား၊ နွားခြောက်ရာ၊ သိုးသုံးထောင်တည်း၊
34 ૩૪ પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે ઉત્સુક હતા.
၃၄ယဇ်ပုရောဟိတ်တို့သည် နည်းသောကြောင့်၊ မီးရှို့ရာယဇ်ကောင်ရှိသမျှကို မသတ်နိုင်သည်ဖြစ်၍၊ အခြားသော ယဇ်ပုရောဟိတ်တို့သည် ကိုယ်ကိုမသန့်ရှင်း စေမှီ၊ အမှုတော်လက်စမသတ်မှီတိုင်အောင်၊ ညီအစ်ကို လေဝိသားတို့သည် ထောက်မကြ၏။ ကိုယ်ကို သန့်ရှင်း စေခြင်းငှါ၊ ယဇ်ပုရောဟိတ်များထက် လေဝိသားတို့သည် သာ၍ စိတ်သဘောဖြောင့်ကြ၏။
35 ૩૫ વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
၃၅မီးရှို့ရာယဇ်များတို့နှင့်၊ မီးရှို့ရာယဇ်အသီးသီး ဆိုင်သောမိဿဟာယ ယဇ်ဆီဥ၊ သွန်လောင်းရာ ပူဇော် သက္ကာအများရှိကြ၏။ ထိုသို့ဗိမာန်တော်ဝတ်ပြုခြင်းကို စီရင်သတည်း။
36 ૩૬ ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.
၃၆ထိုအမှုလျင်မြန်သော်လည်း၊ ဘုရားသခင်သည် လူများကို ပြင်ဆင်တော်မူသောကြောင့်၊ ဟေဇကိနှင့် လူအပေါင်းတို့သည် ဝမ်းမြောက်အားရကြ၏။