< 2 કાળવ્રત્તાંત 27 >
1 ૧ યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.
Huszonöt éves volt Jótám, midőn király lett, s tizenhat évig uralkodott Jeruzsálemben; anyjának neve pedig Jerúsa, Czádók leánya.
2 ૨ તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.
És tette azt, ami helyes az Örökkévaló szemeiben mind aszerint, amint tett atyja, Uzzijáhú; csakhogy nem ment be az Örökkévaló templomába, de a nép még mindig romlott volt.
3 ૩ તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા.
Ő építette az Örökkévaló házának felső kapuját s az Ófel falán sokat épített.
4 ૪ આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.
És városokat épített Jehúda hegységében és az erdőkben épített várakat és tornyokat.
5 ૫ વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.
És ő harcolt Ammón fiai királyával s győzött fölöttük, s adtak neki Ammón fiai abban az évben száz kikkár ezüstöt, meg tízezer kór búzát, s árpát tízezret. Ezt fizették neki Ammón fiai a második s harmadik évben is.
6 ૬ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો.
És megerősödött Jótám, mert az Örökkévaló, az ő Istene előtt szilárdította útjait.
7 ૭ યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
Jótámnak egyéb dolgai pedig s mind a háborúi s útjai, íme meg vannak írva Izrael s Jehúda királyainak könyvében.
8 ૮ તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું.
Huszonöt éves volt, midőn király lett, s tizenhat évig uralkodott Jeruzsálemben.
9 ૯ યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.
És feküdt Jótám ősei mellé, s eltemették őt Dávid városában; s király lett helyette fia Ácház.