< 2 કાળવ્રત્તાંત 26 >
1 ૧ યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.
Tedy wszystek lud Judzki wzięli Uzyjasza, który miał szesnaście lat, i postanowili go królem miasto ojca jego Amazyjasza.
2 ૨ અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.
Ten pobudował Elat, a przywrócił je do Judy, gdy zasnął król z ojcami swymi.
3 ૩ ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.
Szesnaście lat było Uzyjaszowi, gdy królować począł, a pięćdziesiąt i dwa lata królował w Jeruzalemie; a imię matki jego Jechalija z Jeruzalemu.
4 ૪ તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.
Ten czynił, co było dobrego w oczach Pańskich według wszystkiego, jako czynił Amazyjasz, ojciec jego.
5 ૫ ઝખાર્યાએ ઉઝિયાને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં તે ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.
I szukał Boga za dnia Zacharyjasza, rozumiejącego widzenia Boże; a po wszystkie one dni, których szukał Pana, szczęścił go Bóg.
6 ૬ ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.
Bo ruszywszy się, walczył z Filistynami, i poburzył mury w Get, i mury w Jabnie, i mury w Azocie, a pobudował miasta w Azocie i w ziemi Filistyńskiej.
7 ૭ ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.
Albowiem pomagał mu Bóg przeciw Filistynom, i przeciw Arabczykom, którzy mieszkali w Gurbaalu, i przeciw Mahunitom.
8 ૮ આમ્મોનીઓ ઉઝિયાને નજરાણું આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.
I dawali Ammonitowie Uzyjaszowi dary, a rozniosło się imię jego aż do samego Egiptu; bo się był zmocnił nader bardzo.
9 ૯ આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
I budował Uzyjasz wieże w Jeruzalemie nad bramą narożną, i nad bramą doliny, i nad Mikzoa, i umocnił je.
10 ૧૦ તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણાં કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણાં જાનવર હતાં. તેણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
Pobudował też wieże na puszczy, i pokopał wiele studzien; bo miał bardzo wiele stad, tak w dolinach, jako i w równinach, i rolników, i winiarzy po górach, i na Karmelu: albowiem się kochał w uprawianiu ról.
11 ૧૧ આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈએલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.
Miał też Uzyjasz wojsko gotowe do bitwy, które wychodziło na wojnę w pocztach swych według liczby, jako byli obliczeni przez Jechijela kanclerza, i Maasajasza kapłana, pod sprawą Hananijasza, książęcia królewskiego.
12 ૧૨ પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.
Wszystka liczba przedniejszych z domów ojcowskich, ludzi rycerskich, dwa tysiące i sześć set.
13 ૧૩ તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.
A pod sprawą ich ludu walecznego trzy kroć i sto tysięcy, i siedm tysięcy i pięć set, ludu sposobnego do wojny, na pomoc królowi przeciw nieprzyjacielowi.
14 ૧૪ ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.
I zgotował Uzyjasz wszystkiemu onemu wojsku tarcze i drzewce, i przyłbice, i pancerze, i łuki, i kamienie do proc.
15 ૧૫ તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.
Naczynił też w Jeruzalemie sztuk wojennych bardzo misternych, aby były na wieżach, i na węgłach ku wypuszczaniu strzał, i kamienia wielkiego; i rozniosło się imię jego daleko, przeto, że miał dziwną pomoc, aż się zmocnił.
16 ૧૬ પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.
Ale gdy się zmocnił, podniosło się serce jego ku zginieniu jego, i wystąpił przeciw Panu, Bogu swemu, i wszedł do kościoła Pańskiego, aby kadził na ołtarzu kadzenia.
17 ૧૭ અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.
I wszedł za nim Azaryjasz kapłan, a z nim kapłanów Pańskich ośmdziesiąt, mężów dużych.
18 ૧૮ તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ.”
I stanęli przeciw Uzyjaszowi królowi, a mówili mu: Nie twoja to rzecz Uzyjaszu! kadzić Panu, ale kapłanów, synów Aaronowych, którzy są poświęceni, aby kadzili. Wynijdźże z świątnicy; albowiemeś wystąpił, a nie będzieć to ku sławie przed Panem Bogiem.
19 ૧૯ પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.
Przetoż się rozgniewał Uzyjasz, mając w rękach swych kadzielnicę, aby kadził. A gdy się srożył przeciwko kapłanom, trąd wystąpił na czoło jego przed kapłanami w domu Pańskim u ołtarza kadzenia.
20 ૨૦ અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.
A wejrzawszy nań Azaryjasz, kapłan najwyższy, i wszyscy kapłani, a oto był trędowatym na czole swojem; przetoż prędko wygnali go stamtąd; owszem i sam pospieszał wynijść, przeto, iż go zaraził Pan.
21 ૨૧ ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.
A tak był król Uzyjasz trędowatym aż do dnia śmierci swej, i mieszkał w domu osobnym, będąc trędowatym; albowiem był wyłączon z domu Pańskiego; międzytem Joatam, syn jego, był nad domem królewskim, sądząc lud ziemi.
22 ૨૨ ઉઝિયાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.
A inne sprawy Uzyjaszowe, pierwsze i poślednie, opisał prorok Izajasz, syn Amosowy.
23 ૨૩ તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, “તે કુષ્ટરોગી છે.” તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.
I zasnął Uzyjasz z ojcami swymi, a pochowano go z ojcami jego na polu grobów królewskich; bo mówili: Trędowaty jest. A królował Joatam, syn jego, miasto niego.