< 2 કાળવ્રત્તાંત 25 >
1 ૧ અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી.
Εικοσιπέντε ετών ηλικίας εβασίλευσεν ο Αμασίας, και εβασίλευσεν εικοσιεννέα έτη εν Ιερουσαλήμ· το δε όνομα της μητρός αυτού ήτο Ιωαδάν, εξ Ιερουσαλήμ.
2 ૨ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ.
Και έπραξε το ευθές ενώπιον Κυρίου, πλην ουχί εν καρδία τελεία.
3 ૩ જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.
Ως δε η βασιλεία εκραταιώθη εις αυτόν, εθανάτωσε τους δούλους αυτού τους φονεύσαντας τον βασιλέα τον πατέρα αυτού·
4 ૪ પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.”
τα τέκνα όμως αυτών δεν εθανάτωσεν, ως είναι γεγραμμένον εν τω νόμω, εν τω βιβλίω του Μωϋσέως, όπου ο Κύριος προσέταξε, λέγων, οι πατέρες δεν θέλουσι θανατόνεσθαι διά τα τέκνα, ουδέ τα τέκνα θέλουσι θανατόνεσθαι διά τους πατέρας· αλλ' έκαστος θέλει θανατόνεσθαι διά το εαυτού αμάρτημα.
5 ૫ પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.
Και συνήγαγεν ο Αμασίας τον Ιούδαν, και κατέστησεν εξ αυτών χιλιάρχους και εκατοντάρχους, κατ' οίκους πατριών, διά παντός του Ιούδα και Βενιαμίν· και ηρίθμησεν αυτούς από είκοσι ετών και επάνω, και εύρηκεν αυτούς τριακοσίας χιλιάδας, εκλεκτούς, εξερχομένους εις πόλεμον, κρατούντας λόγχην και ασπίδα.
6 ૬ તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.
Εμίσθωσεν έτι εκ του Ισραήλ εκατόν χιλιάδας δυνατών εν ισχύϊ, δι' εκατόν τάλαντα αργυρίου.
7 ૭ પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી.
Ήλθε δε προς αυτόν άνθρωπος του Θεού, λέγων, Βασιλεύ, ας μη έλθη μετά σου το στράτευμα του Ισραήλ· διότι ο Κύριος δεν είναι μετά του Ισραήλ, μετά πάντων των υιών Εφραΐμ·
8 ૮ પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.”
αλλ' εάν θέλης να υπάγης, κάμε τούτο· ενδυναμώθητι διά τον πόλεμον· ο Θεός όμως θέλει σε κατατροπώσει έμπροσθεν του εχθρού· διότι ο Θεός έχει δύναμιν να βοηθήση και να κατατροπώση.
9 ૯ અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, “પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?” તેણે ઉત્તર આપ્યો, “ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”
Ο δε Αμασίας είπε προς τον άνθρωπον του Θεού, Αλλά τι θέλομεν κάμει διά τα εκατόν τάλαντα, τα οποία έδωκα εις το στράτευμα του Ισραήλ; Και ο άνθρωπος του Θεού απεκρίθη, Ο Κύριος είναι δυνατός να δώση εις σε πλειότερα τούτων.
10 ૧૦ તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.
Τότε διεχώρισεν αυτούς ο Αμασίας, το στράτευμα το ελθόν προς αυτόν εκ του Εφραΐμ, διά να επιστρέψωσιν εις τον τόπον αυτών· και εξήφθη σφόδρα ο θυμός αυτών κατά του Ιούδα, και επέστρεψαν εις τον τόπον αυτών με έξαψιν θυμού.
11 ૧૧ અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા.
Ενεδυναμώθη δε ο Αμασίας και εξήγαγε τον λαόν αυτού και υπήγεν εις την κοιλάδα του άλατος και επάταξε τους υιούς Σηείρ δέκα χιλιάδας.
12 ૧૨ યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા.
Και δέκα χιλιάδας ζώντας ηχμαλώτισαν οι υιοί Ιούδα, και έφεραν αυτούς εις το άκρον του κρημνού και κατεκρήμνιζον αυτούς από του άκρου του κρημνού, ώστε πάντες διερράγησαν.
13 ૧૩ તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
Οι άνδρες όμως του στρατεύματος, το οποίον απέπεμψεν ο Αμασίας, διά να μη υπάγωσι μετ' αυτού εις πόλεμον, επέπεσον επί τας πόλεις του Ιούδα, από Σαμαρείας έως Βαιθ-ωρών, και επάταξαν τρεις χιλιάδας εξ αυτών και έλαβον λάφυρα πολλά.
14 ૧૪ તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.
Αφού δε ο Αμασίας επέστρεψεν από της σφαγής των Ιδουμαίων, έφερε τους θεούς των υιών Σηείρ και έστησεν αυτούς εις εαυτόν θεούς και προσεκύνησεν έμπροσθεν αυτών και εθυμίασεν εις αυτούς.
15 ૧૫ તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?”
Διά τούτο εξήφθη η οργή του Κυρίου κατά του Αμασίου· και απέστειλε προς αυτόν προφήτην και είπε προς αυτόν, Διά τι εξεζήτησας τους θεούς του λαού, οίτινες δεν ηδυνήθησαν να ελευθερώσωσι τον λαόν αυτών εκ της χειρός σου;
16 ૧૬ એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.”
Και ενώ ελάλει προς αυτόν, ο βασιλεύς είπε προς αυτόν, Σύμβουλον σε έκαμον του βασιλέως; παύσον· διά τι να θανατωθής; Και έπαυσεν ο προφήτης, ειπών, Εξεύρω ότι ο Θεός εβουλεύθη να σε εξολοθρεύση, επειδή έκαμες τούτο και δεν υπήκουσας εις την συμβουλήν μου.
17 ૧૭ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, “આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ.”
Τότε συνεβουλεύθη Αμασίας ο βασιλεύς του Ιούδα και απέστειλε προς τον Ιωάς υιόν του Ιωάχαζ, υιού του Ιηού, τον βασιλέα του Ισραήλ, λέγων, Ελθέ, να ίδωμεν αλλήλους προσωπικώς.
18 ૧૮ પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, “લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.’ પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.
Και απέστειλεν Ιωάς ο βασιλεύς του Ισραήλ προς τον Αμασίαν βασιλέα του Ιούδα, λέγων, Η άκανθα η εν τω Λιβάνω απέστειλε προς την κέδρον την εν τω Λιβάνω, λέγουσα, Δος την θυγατέρα σου εις τον υιόν μου διά γυναίκα· πλην διέβη θηρίον του αγρού το εν τω Λιβάνω, και κατεπάτησε την άκανθαν.
19 ૧૯ તું કહે છે, ‘જો, મેં અદોમને માર્યો છે’ અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?”
Συ λέγεις, ιδού, επάταξας τον Εδώμ· και η καρδία σου επήρθη εις καύχησιν· κάθου τώρα εν τω οίκω σου· διά τι εμπλέκεσαι εις κακόν, διά το οποίον ήθελες πέσει, συ και ο Ιούδας μετά σου;
20 ૨૦ પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા.
Αλλ' ο Αμασίας δεν υπήκουσε· διότι εκ Θεού ήτο τούτο, διά να παραδώση αυτούς εις την χείρα των εχθρών, επειδή εξεζήτησαν τους θεούς του Εδώμ.
21 ૨૧ માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા.
Ανέβη λοιπόν Ιωάς ο βασιλεύς του Ισραήλ· και είδον αλλήλους προσωπικώς, αυτός και Αμασίας ο βασιλεύς του Ιούδα, εν Βαιθ-σεμές, ήτις είναι του Ιούδα.
22 ૨૨ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.
Και εκτυπήθη ο Ιούδας έμπροσθεν του Ισραήλ, και έφυγον έκαστος εις τας σκηνάς αυτού.
23 ૨૩ ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો.
Και συνέλαβεν Ιωάς ο βασιλεύς του Ισραήλ Αμασίαν τον βασιλέα του Ιούδα, υιόν του Ιωάς υιού του Ιωάχαζ, εν Βαιθ-σεμές, και έφερεν αυτόν εις Ιερουσαλήμ και κατεδάφισε το τείχος της Ιερουσαλήμ από της πύλης Εφραΐμ έως της πύλης της γωνίας, τετρακοσίας πήχας.
24 ૨૪ તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.
Και λαβών παν το χρυσίον και το αργύριον και πάντα τα σκεύη τα ευρεθέντα εν τω οίκω του Θεού μετά του Ωβήδ-εδώμ, και τους θησαυρούς του οίκου του βασιλέως, και ανθρώπους ενέχυρα, επέστρεψεν εις Σαμάρειαν.
25 ૨૫ ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો.
Έζησε δε Αμασίας ο υιός του Ιωάς ο βασιλεύς του Ιούδα, μετά τον θάνατον του Ιωάς υιού του Ιωάχαζ βασιλέως του Ισραήλ, δεκαπέντε έτη.
26 ૨૬ અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં નથી શું?
Αι δε λοιπαί πράξεις του Αμασίου, αι πρώται και αι έσχαται, ιδού, δεν είναι γεγραμμέναι εν τω βιβλίω των βασιλέων του Ιούδα και του Ισραήλ;
27 ૨૭ હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.
Και ύστερον αφού εστράφη ο Αμασίας από όπισθεν του Κυρίου, έκαμον συνωμοσίαν κατ' αυτού εν Ιερουσαλήμ· και έφυγεν εις Λαχείς· απέστειλαν όμως κατόπιν αυτού εις Λαχείς και εθανάτωσαν αυτόν εκεί.
28 ૨૮ તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.
Και έφεραν αυτόν επί ίππων, και έθαψαν αυτόν μετά των πατέρων αυτού εν πόλει Ιούδα.