< 2 કાળવ્રત્તાંત 23 >
1 ૧ સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.
၁ခုနစ်နှစ်မြောက်သောအခါ၊ ယောယဒသည် ကိုယ်ကိုခိုင်ခံ့စေ၍ တပ်မှူးများ၊ ယေရောဟံသား အာဇရိ၊ ယောဟနန်သား ဣရှမေလ၊ ဩဗက်သားအာဇရိ၊ အဒါ ယသား မာသေယ၊ ဇိခရိသား ဧလိရှဖတ်တို့နှင့် သင်းဖွဲ့ လေ၏။
2 ૨ તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.
၂ထိုသူတို့သည် ယုဒပြည်၌ လှည့်လည်သဖြင့်၊ ယုဒမြို့အရပ်ရပ်ထဲက လေဝိသားများနှင့် ဣသရေလ အဆွေအမျိုး သူကြီးများကို စုဝေးစေ၍၊ ယေရုရှလင်မြို့ သို့ ပြန်လာကြ၏။
3 ૩ તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, “જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે.
၃စည်းဝေးသောသူ အပေါင်းတို့သည် ဗိမာန် တော်၌ ရှင်ဘုရင်နှင့် ပဋိညာဉ်ဖွဲ့ကြ၏။ ယောယဒ ကလည်း၊ ရှင်ဘုရင်သားတော်ကို ကြည့်ရှုကြလော့။ ထာဝရဘုရားသည် ဒါဝိဒ်အမျိုးကို မိန့်တော်မူသည် အတိုင်း၊ ရှင်ဘုရင်သားတော် စိုးစံရမည်။
4 ૪ તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.
၄သင်တို့ပြုရသော အမှုဟူမူကား၊ ဥပုသ်နေ့၌ ဝင်သောယဇ်ပုရောဟိတ် လေဝိသားသုံးစုတစုသည် တံခါးစောင့်လုပ်ရမည်။
5 ૫ અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું.
၅တစုသည် နန်းတော်ကို စောင့်ရမည်။ တစု သည် သုရတံခါးကို စောင့်ရမည်။ လူအပေါင်းတို့သည် ဗိမာန်တော်တန်တိုင်းတို့အတွင်း၌ နေရကြမည်။
6 ૬ યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
၆ယဇ်ပုရောဟိတ်များနှင့် အမှုတော်စောင့် လေဝိသားများမှတပါး၊ အဘယ်သူမျှ ဗိမာန်တော်ထဲသို့ မဝင်စေနှင့်။ သူတို့သည်သန့်ရှင်းသောကြောင့် ဝင်ရကြ မည်။ အခြားသောသူအပေါင်းတို့သည် ထာဝရဘုရား ဘက်၌စောင့်နေရကြမည်။
7 ૭ લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.”
၇လေဝိသားတိုင်း မိမိလက်နက်ကိုကိုင်လျက်၊ ကိုယ် တော်မြတ်ကို ဝိုင်း၍ အိမ်တော်ထဲသို့ ဝင်သမျှသော သူတို့ကို သတ်ရမည်။ ရှင်ဘုရင်ထွက်ဝင်တော်မူသော အခါ၊ နောက်တော်သို့လိုက်ရမည်ဟု မှာထားလေ၏။
8 ૮ તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.
၈ထိုသို့ယဇ်ပုရောဟိတ်ယောယဒမှာ ထားသမျှ အတိုင်း၊ လေဝိသားများနှင့် ယုဒအမျိုးသားအပေါင်းတို့ သည်ပြု၍၊ ယဇ်ပုရောဟိတ်ယောဒသည် ဖွဲ့မြဲဖွဲ့သော အသင်းတို့ကို မဖျက်သောကြောင့်၊ ဥပုသ်နေ့၌ ထွက်ရ သောသူနှင့် ဝင်ရသော သူအသီးအသီးတို့ကို ခေါ်ထား ကြ၏။
9 ૯ યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.
၉ဗိမာန်တော်၌ရှိသောဒါဝိဒ်မင်းကြီး၏ လှံများနှင့် ဒိုင်းလွှားများကို၊ ယဇ်ပုရောဟိတ်ယောယဒသည် ထုတ်၍၊ လူတရာအုပ်တို့အား အပ်လေ၏။
10 ૧૦ યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.
၁၀အသီးအသီးလက်နက်ကိုင်သော သူအပေါင်းတို့ကို ရှင်ဘုရင်ပတ်လည်၊ ယဇ်ပလ္လင်အနားနှင့် ဗိမာန်တော် အနား၌၊ လက်ျာထောင့်မှစ၍ လက်ဝဲထောင့်တိုင်အောင် နေရာချထားလေ၏။
11 ૧૧ પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, “રાજા ઘણું જીવો.”
၁၁ထိုအခါ ရှင်ဘုရင်သားတော်ကို ပြင်သို့ထုတ်၍၊ ရာဇသရဖူနှင့် ပညတ္တိကျမ်းစာကိုတင်လျက်၊ ရှင်ဘုရင် အရာ၌ ချီးမြှောက်ကြ၏။ ယောယဒနှင့် သူ၏သားတို့ သည် ဘိသိက်ပေး၍၊ ရှင်ဘုရင်အသက်တော်ရှင်စေသ တည်းဟု ကြွေးကြော်ကြ၏။
12 ૧૨ જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાહના ઘરમાં આવી.
၁၂အာသလိသည် လူများပြေး၍၊ ရှင်ဘုရင်ထံ၌ ချီးမွမ်းသံကိုကြားလျှင်၊ လူများရှိရာ ဗိမာန်တော်သို့ သွား၍၊
13 ૧૩ અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
၁၃ရှင်ဘုရင်သည် ဗိမာန်တော်ဝင်ဝ၊ တိုင်နားမှာ ရပ်လျက်၊ မှူးတော်မတ်တော်များနှင့် တံပိုးမှုတ်သော သူများတို့သည် ရှင်ဘုရင်အနားတော်၌ ရပ်လျက်၊ ပြည်သူပြည်သားများတို့သည် ဝမ်းမြောက်၍၊ တံပိုးမှုတ် လျက် သီချင်းသည်တို့သည် တုရိယာအမျိုးမျိုးကိုကိုင်၍၊ ထောမနာသီချင်းကို ဆိုလျက်ရှိကြသည်ကိုမြင်လျှင်၊ မိမိအဝတ်ကိုဆုတ်၍ ပုန်ကုန်မှုပါတကား၊ ပုန်ကန်မှုပါ တကားဟု အော်ဟစ်လေ၏။
14 ૧૪ પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”
၁၄ယဇ်ပုရောဟိတ်ယောယဒကလည်း။ ဗိမာန်တော် ထဲမှာ မသေစေနှင့်။ တပ်ပြင်သို့ ထုတ်ကြ။ သူ့ဘက်မှာ နေသောသူကိုထားနှင့် သတ်ကြ ဟုလူတရာအုပ်တပ်မှူး တို့ကို မှာထားနှင့်သည်အတိုင်း၊
15 ૧૫ તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.
၁၅အာသလိကို ဘမ်းဆီးလျက်၊ နန်းတော်သို့ သွားသော မြင်းလမ်းဝသို့ ရောက်သောအခါ သတ်ကြ၏။
16 ૧૬ પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.
၁၆ရှင်ဘုရင်နှင့် လူအပေါင်းတို့သည် ထာဝရ ဘုရား၏လူဖြစ်ရမည်အကြောင်း၊ ယောယဒသည် မိမိထံ၌ ပဋိညာဉ်ဖွဲ့စေ၏။
17 ૧૭ તેથી બધા લોકોએ જઈને બઆલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બઆલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બઆલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.
၁၇လူအပေါင်းတို့သည် ဗာလကျောင်းသို့သွား၍ ဖြိုဖျက်ကြ၏။ ယဇ်ပလ္လင်များနှင့် ရုပ်တုများကိုချိုးဖဲ့၍၊ ယဇ်ပလ္လင်တို့ရှေ့မှာ ဗာလယဇ်ပုရော ဟိတ်မဿန်ကို သတ်ကြ၏။
18 ૧૮ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.
၁၈မောရှေပညတ္တိကျမ်း၌ ပါသည်အတိုင်း၊ ထာဝရ ဘုရားအား မီးရှို့ရာယဇ်တို့ကို ပူဇော်ခြင်း၊ ဒါဝိဒ်စီရင် သည်အတိုင်း၊ ရွှင်လန်းစွာသီချင်းဆိုခြင်းအမှုကို ပြုစေ ခြင်းငှါ၊ ဗိမာန်တော်၌ ဒါဝိဒ်ခွဲထားသော ယဇ်ပုရောဟိတ် လေဝိသားတို့သည် ဗိမာန်တော်မှုများကို ဆောင်ရွက်မည် အကြောင်း၊ ယောယဒစီရင်လေ၏။
19 ૧૯ તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
၁၉မသန့်ရှင်းသော လက္ခဏာတစုံတခုရှိသော သူကို မဝင်စေခြင်းငှါ။ ဗိမာန်တော်တံခါးစောင့်တို့ကိုလည်း ခန့်ထားလေ၏။
20 ૨૦ યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના ‘ઉપલા દરવાજાથી’ તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
၂၀လူတရာအုပ်၊ မှူးမတ်၊ အကြီးအကဲ၊ ပြည်သူ ပြည်သားအပေါင်းတို့ကို ခေါ်လျက်၊ မြင့်သော တံခါးလမ်း ဖြင့်၊ ရှင်ဘုရင်ကို ဗိမာန်တော်မှ နန်းတော်သို့ပို့ဆောင်၍၊ ရာဇပလ္လင်တော်ပေါ်မှာ တင်ကြ၏။
21 ૨૧ દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી.
၂၁နန်းတော်နားမှာ အာသလိကို သတ်ပြီးမှ၊ ပြည်သူပြည်သားအပေါင်းတို့သည် ဝမ်းမြောက်၍၊ တမြို့လုံး၌လည်း ငြိမ်ဝပ်ခြင်းရှိ၏။