< 2 કાળવ્રત્તાંત 22 >

1 યરુશાલેમના રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝયાહને રાજા તરીકે નિયુક્ત કર્યો; કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા, તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝયાહ યહૂદાનો રાજા બન્યો.
וַיַּמְלִיכוּ֩ יוֹשְׁבֵ֨י יְרוּשָׁלִַ֜ם אֶת־אֲחַזְיָ֨הוּ בְנ֤וֹ הַקָּטֹן֙ תַּחְתָּ֔יו כִּ֤י כָל־הָרִאשֹׁנִים֙ הָרַ֣ג הַגְּד֔וּד הַבָּ֥א בָֽעַרְבִ֖ים לַֽמַּחֲנֶ֑ה וַיִּמְלֹ֛ךְ אֲחַזְיָ֥הוּ בֶן־יְהוֹרָ֖ם מֶ֥לֶךְ יְהוּדָֽה׃ פ
2 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી.
בֶּן־אַרְבָּעִ֨ים וּשְׁתַּ֤יִם שָׁנָה֙ אֲחַזְיָ֣הוּ בְמָלְכ֔וֹ וְשָׁנָ֣ה אַחַ֔ת מָלַ֖ךְ בִּֽירוּשָׁלִָ֑ם וְשֵׁ֣ם אִמּ֔וֹ עֲתַלְיָ֖הוּ בַּת־עָמְרִֽי׃
3 તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી.
גַּם־ה֣וּא הָלַ֔ךְ בְּדַרְכֵ֖י בֵּ֣ית אַחְאָ֑ב כִּ֥י אִמּ֛וֹ הָיְתָ֥ה יֽוֹעַצְתּ֖וֹ לְהַרְשִֽׁיעַ׃
4 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા.
וַיַּ֧עַשׂ הָרַ֛ע בְּעֵינֵ֥י יְהוָ֖ה כְּבֵ֣ית אַחְאָ֑ב כִּי־הֵ֜מָּה הָֽיוּ־ל֣וֹ יֽוֹעֲצִ֗ים אַחֲרֵ֛י מ֥וֹת אָבִ֖יו לְמַשְׁחִ֥ית לֽוֹ׃
5 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
גַּ֣ם בַּעֲצָתָם֮ הָלַךְ֒ וַיֵּלֶךְ֩ אֶת־יְהוֹרָ֨ם בֶּן־אַחְאָ֜ב מֶ֣לֶךְ יִשְׂרָאֵ֗ל לַמִּלְחָמָ֛ה עַל־חֲזָאֵ֥ל מֶֽלֶךְ־אֲרָ֖ם בְּרָמ֣וֹת גִּלְעָ֑ד וַיַּכּ֥וּ הָֽרַמִּ֖ים אֶת־יוֹרָֽם׃
6 રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.
וַיָּ֜שָׁב לְהִתְרַפֵּ֣א בְיִזְרְעֶ֗אל כִּ֤י הַמַּכִּים֙ אֲשֶׁ֣ר הִכֻּ֣הוּ בָֽרָמָ֔ה בְּהִלָּ֣חֲמ֔וֹ אֶת־חֲזָהאֵ֖ל מֶ֣לֶךְ אֲרָ֑ם וַעֲזַרְיָ֨הוּ בֶן־יְהוֹרָ֜ם מֶ֣לֶךְ יְהוּדָ֗ה יָרַ֡ד לִרְא֞וֹת אֶת־יְהוֹרָ֧ם בֶּן־אַחְאָ֛ב בְּיִזְרְעֶ֖אל כִּי־חֹלֶ֥ה הֽוּא׃
7 હવે અહાઝયાહ યોરામને ત્યાં ગયો માટે ઈશ્વર અહાઝયાહ પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો.
וּמֵֽאֱלֹהִ֗ים הָיְתָה֙ תְּבוּסַ֣ת אֲחַזְיָ֔הוּ לָב֖וֹא אֶל־יוֹרָ֑ם וּבְבֹא֗וֹ יָצָ֤א עִם־יְהוֹרָם֙ אֶל־יֵה֣וּא בֶן־נִמְשִׁ֔י אֲשֶׁ֣ר מְשָׁח֣וֹ יְהוָ֔ה לְהַכְרִ֖ית אֶת־בֵּ֥ית אַחְאָֽב׃
8 એવું બન્યું કે જયારે યેહૂ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝયાહની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહૂએ તેઓને મારી નાખ્યા.
וַיְהִ֕י כְּהִשָּׁפֵ֥ט יֵה֖וּא עִם־בֵּ֣ית אַחְאָ֑ב וַיִּמְצָא֩ אֶת־שָׂרֵ֨י יְהוּדָ֜ה וּבְנֵ֨י אֲחֵ֧י אֲחַזְיָ֛הוּ מְשָׁרְתִ֥ים לַאֲחַזְיָ֖הוּ וַיַּהַרְגֵֽם׃
9 યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.
וַיְבַקֵּשׁ֩ אֶת־אֲחַזְיָ֨הוּ וַֽיִּלְכְּדֻ֜הוּ וְה֧וּא מִתְחַבֵּ֣א בְשֹֽׁמְר֗וֹן וַיְבִאֻ֣הוּ אֶל־יֵהוּא֮ וַיְמִתֻהוּ֒ וַֽיִּקְבְּרֻ֔הוּ כִּ֤י אָֽמְרוּ֙ בֶּן־יְהוֹשָׁפָ֣ט ה֔וּא אֲשֶׁר־דָּרַ֥שׁ אֶת־יְהוָ֖ה בְּכָל־לְבָב֑וֹ וְאֵין֙ לְבֵ֣ית אֲחַזְיָ֔הוּ לַעְצֹ֥ר כֹּ֖חַ לְמַמְלָכָֽה׃
10 ૧૦ હવે જ્યારે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા.
וַעֲתַלְיָ֙הוּ֙ אֵ֣ם אֲחַזְיָ֔הוּ רָאֲתָ֖ה כִּ֣י מֵ֣ת בְּנָ֑הּ וַתָּ֗קָם וַתְּדַבֵּ֛ר אֶת־כָּל־זֶ֥רַע הַמַּמְלָכָ֖ה לְבֵ֥ית יְהוּדָֽה׃
11 ૧૧ પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાહના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝયાહની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ.
וַתִּקַּח֩ יְהוֹשַׁבְעַ֨ת בַּת־הַמֶּ֜לֶךְ אֶת־יוֹאָ֣שׁ בֶּן־אֲחַזְיָ֗הוּ וַתִּגְנֹ֤ב אֹתוֹ֙ מִתּ֤וֹךְ בְּנֵֽי־הַמֶּ֙לֶךְ֙ הַמּ֣וּמָתִ֔ים וַתִּתֵּ֥ן אֹת֛וֹ וְאֶת־מֵֽינִקְתּ֖וֹ בַּחֲדַ֣ר הַמִּטּ֑וֹת וַתַּסְתִּירֵ֡הוּ יְהוֹשַׁבְעַ֣ת בַּת־הַמֶּ֣לֶךְ יְהוֹרָ֡ם אֵשֶׁת֩ יְהוֹיָדָ֨ע הַכֹּהֵ֜ן כִּ֣י הִיא֩ הָיְתָ֨ה אֲח֧וֹת אֲחַזְיָ֛הוּ מִפְּנֵ֥י עֲתַלְיָ֖הוּ וְלֹ֥א הֱמִיתָֽתְהוּ׃
12 ૧૨ રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.
וַיְהִ֤י אִתָּם֙ בְּבֵ֣ית הָֽאֱלֹהִ֔ים מִתְחַבֵּ֖א שֵׁ֣שׁ שָׁנִ֖ים וַעֲתַלְיָ֖ה מֹלֶ֥כֶת עַל־הָאָֽרֶץ׃ פ

< 2 કાળવ્રત્તાંત 22 >