< 2 કાળવ્રત્તાંત 20 >
1 ૧ આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.
यसपछि यस्तो हुन आयो, मोआब र अम्मोनका मानिसहरू र तिनीहरूसँग केही मोनीहरू यहोशापातको विरुद्धमा युद्ध गर्न आए ।
2 ૨ કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે.
त्यसपछि केही यहोशापातकहाँ यसो भन्दै आए, “मृत-सागर पारि एदोमदेखि एउटा ठुलो भिड तपाईंको विरुद्धमा आइरहेछ । हेर्नहोस्, तिनीहरू हासेसोन-तामार, अर्थात् एन-गदीमा छन् ।”
3 ૩ યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો.
यहोशापात डराए र परमप्रभुको खोजी गर्न अलग्गै गए । यहूदाभरि तिनले उपवासको घोषणा गरे ।
4 ૪ યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા.
परमप्रभुको खोजी गर्न यहूदाका मानिसहरू एकसाथ भेला भए । यहूदाका सबै सहरबाट तिनीहरू परमप्रभुको खोजी गर्न आए ।
5 ૫ યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
यहूदा र यरूशलेमका सभाको सामु परमप्रभुका मन्दिरको नयाँ चोकको अगि यहोशापात खडा भए ।
6 ૬ તેણે કહ્યું, “હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.
तिनले भने, “हे परमप्रभु, हाम्रा पुर्खाहरूका परमेश्वर, के तपाईं स्वर्गका परमेश्वर हुनुहुन्न र? के तपाईं जातिहरूका सबै राज्यका शासक हुनुहुन्न र? शक्ति र बल तपाईंका हातमा छन् । यसैले कसैले पनि तपाईंको विरोध गर्न सक्दैन ।
7 ૭ અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?
हे हाम्रा परमेश्वर, के तपाईंले नै आफ्नो मानिस इस्राएलका सामुबाट यस देशका बासिन्दाहरूलाई धपाउनुभएको र यसलाई सदासर्वदाको निम्ति अब्राहामका सन्तानलाई दिनुभएको होइन र?
8 ૮ તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું,
तिनीहरू यसमा बसे र यसमा यसो भनेर एउटा पवित्र स्थान बनाए,
9 ૯ ‘આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.’”
‘हामीमाथि विपत्ति—तरवार, न्याय, वा रोग, वा अनिकाल आउँछ भने— हामी यस मन्दिरको अगि र तपाईंको अगि खडा हुने छौं (किनकी तपाईंको नाउँ यस मन्दिरमा छ), र हाम्रो कष्टमा हामी तपाईंसित पुकारा गर्ने छौं, र तपाईंले हाम्रा बिन्ती सुन्नुहुने छ र हामीलाई बचाउनुहुने छ ।'
10 ૧૦ અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ.
अब हेर्नुहोस्, यहाँ अम्मोन, मोआब, र सेइर पर्वतका मानिसहरू छन्, जसलाई तपाईंले मिश्रदेशबाट आउँदा इस्राएललाई आक्रमण गर्न दिनुभएन । बरु, इस्राएल तिनीहरूबाट तर्केर गए र तिनीहरूलाई नष्ट गरेनन् ।
11 ૧૧ હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.
हेर्नुहोस्, यिनीहरूले हामीलाई कस्तो प्रतिफल दिइरहेका छन् । तपाईंले हामीलाई अधिकार गर्न दिनुभएको ठाउँदेखि हामीलाई धपाउन तिनीहरू आउँदै छन् ।
12 ૧૨ અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ.”
हे हाम्रा परमेश्वर, के तपाईं उनीहरूको न्याय गर्नुहुन्न र? किनकि हाम्रो विरूद्ध आइरहेको यो ठुलो फौज को सामना गर्ने शक्ति हामीसँग छैन । हामीले के गर्नुपर्ने हो सो हामी जान्दैनौं, तर हाम्रा दृष्टि तपाईंमा छन् ।”
13 ૧૩ યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં.
सारा यहूदा आफ्ना सासाना बालबालिका, पत्नीहरू र छोराछोरीसमेत परमप्रभुको अगि खडा भए ।
14 ૧૪ પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો.
तब सभाको बिचमा आसापका छोरामध्येका मत्तन्याहका जनाति, यहीएलका पनाति, बनायाहका नाति र जकरियाका छोरा एक जना लेवी यहासेलमाथि परमप्रभुका आत्मा आउनुभयो ।
15 ૧૫ યાહઝીએલે કહ્યું, “સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે.
यहासेलले भने, “हे सारा यहूदा र यरूशलेमका सबै बासिन्दा र राजा यहोशापात, सुन्नुहोस् । परमप्रभु तपाईंहरूलाई यही भन्नुहुन्छ, ‘नडराओ, यस ठूलो फौजका कारणले हतास नहोओ, किनकि लडाइँ तपाईंहरूको होइन, तर परमप्रभुको हो ।
16 ૧૬ આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.
तिमीहरू भोलि उनीहरूका विरुद्धमा जानुपर्छ । हेर, उनीहरू जीजको बाटो भएर आउँदैछन् । तिमीहरूले उनीहरूलाई बेसीको पल्लो छेउमा यरूएलको उजाड-स्थान अगि भेट्ने छौ ।
17 ૧૭ આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’”
यो लडाइँ तिमीहरूले लड्नुपर्ने छैन । ए यहूदा र यरूशलेम, आफ्नो पंक्तिमा खडा होओ, स्थिर खडा होओ, र परमप्रभुले तिमीहरूलाई बचाउनुभएको कामलाई हेर । नडराओ, न त हतास होओ । तिनीहरूको विरुद्ध भोलि निस्केर जाओ, किनकि परमप्रभु तिमीहरूसँग हुनुहुन्छ ।’”
18 ૧૮ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
यहोशापातले आफ्नो शिरलाई भूइँमा घोप्टो पारे । यहूदा र यरूशलेमका सबै बासिन्दा परमप्रभुको आराधना गर्दै उहाँको सामुन्ने घोप्टो परे ।
19 ૧૯ કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા.
कहाती र कोरहका वंशका कोही लेवीहरू चर्को सोरमा परमप्रभु इस्राएलका परमेश्वरको प्रशंसा गर्न खडा भए ।
20 ૨૦ બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, “યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો.”
तिनीहरू बिहान सबेरै उठे र निस्केर तकोको उजाड-स्थानमा गए । जब तिनीहरू निस्केर गए, तब यहोशापात खडा भए र भने, “हे यहूदा र यरूशलेमका बासिन्दा हो, मेरो कुरा सुन । परमप्रभु आफ्ना परमेश्वरमा भरोसा राख र तिमीहरूलाई सहायता मिल्ने छ । उहँका अगमवक्तामाथि भरोसा गर, र तिमीहरू सफल हुने छौ ।”
21 ૨૧ જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ‘ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે’ એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા.”
मानिसहरूसित सल्लाह लिएपछि, परमप्रभुको निम्ति गाउने र उहाँको प्रशंसा गर्नेहरूलाई तिनीहरू हिंड्दै गर्दा, उहाँको महान् वैभवताको प्रशंसा गरेर यसो भन्दै गाउनलाई केहीलाई तिनले नियुक्त गरे, “परमप्रभुलाई धन्यवाद देओ, किन उहाँको करारको विश्वस्तात सदासर्वदा रहन्छ ।”
22 ૨૨ તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
जब तिनीहरूले गाउन र प्रशंसा गर्न सुरु गरे, तब परमप्रभुले यहूदासँग युद्ध गर्न आइरहेका अम्मोनी, मोआबी र सेइर पर्वतका मानिसहरूको विरूद्ध ढुकेर आक्रमण गर्ने मानिसहरू खडा गर्नुभयो । उनीहरू परास्त भए ।
23 ૨૩ આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો.
किनकि सेइर पर्वतका मानिसहरूलाई पूर्ण रूपले मारेर सिद्ध्याउन र तिनीहरूलाई नाश गर्न भनेर अम्मोनी र मोआबीहरू तिनीहरूका विरुद्धमा उठे । जब तिनीहरूले सेइरका बासिन्दाहरूलाई नाश गरेर सिद्ध्याए, तब तिनीहरू सबैले एक-अर्कालाई नाश गर्न मदत गरे ।
24 ૨૪ યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
जब यहूदाका मानिसहरू उजाड-स्थान देखिने अल्गो ठाउँमा आइपुगे, तब तिनीहरूले फौजलाई हेरे । हेर, तिनीहरू मरेर भूइँमा ढलेका थिए । एक जना पनि बाँचेको थिएन ।
25 ૨૫ જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
जब यहोशापात र तिनका मानिसहरू उनीहरूका लूटका माल जम्मा गर्न आउँदा, तिनीहरूले उनीहरूका बिचमा प्रशस्त सामानहरू, लुगाफाटा र बहुमूल्य थोकहरू भेटाए, जसलाई तिनीहरूले बोक्न सक्नेभन्दा धेरै आफूसँग लगे । लूटका माल ओसार्न तिनीहरूलाई तीन दिन लाग्यो । त्यो सह्रै धेरै थियो ।
26 ૨૬ ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
चौथो दिन तिनीहरू बराकाहको बेसीमा भेला भए । तिनीहरूले त्यहाँ परमप्रभुको प्रशंसा गरे। यसैले त्यस ठाउँको नाउँ आजको दिनसम्म पनि, ‘बराकाको बेसी’ रहेको छ ।
27 ૨૭ પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
त्यसपछि यहूदा र यरूशलेमका हरेक मानिस यहोशापातलाई अगि लगाएर विजयको साथ यरूशलेम जानलाई फर्के, किनकि परमप्रभुले तिनीहरूका शत्रुमाथि तिनीहरूलाई आनन्दित तुल्याउनुभएको थियो ।
28 ૨૮ તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
तिनीहरू वीणा, सितार र तुरही बजाउँदै यरूशलेममा र परमप्रभुको मन्दिरमा आए ।
29 ૨૯ ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.
परमप्रभुले इस्राएलका शत्रुहरूका विरुद्धमा युद्ध गर्नुभएको कुरा सुनेर सबै देशका राज्यहरूमा परमेश्वरको भय फैलियो ।
30 ૩૦ તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.
यसरी यहोशापातको राज्यमा शान्ति भयो, किनकि तिनका परमेश्वरले तिनका चारैतिरबाट तिनलाई शान्ति दिनुभयो ।
31 ૩૧ યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝૂબાહ હતું, એ શિલ્હીની દીકરી હતી.
यहोशापातले यहूदामाथि राज्य गरेः तिनले राज्य गर्न सुरु गर्दा तिनी पैंतिस वर्षका थिए, र तिनले यरूशलेममा पच्चिस वर्ष राज्य गरे । तिनकी आमाको नाउँ अजूबा थियो, र तिनी शिल्हीकी छोरी थिइन् ।
32 ૩૨ તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
तिनी आफ्ना बुबा आसाका चालमा हिंडे । तीबाट तिनी तर्केर गएनन् । परमप्रभुको दृष्टिमा जे असल थियो सो तिनले गरे ।
33 ૩૩ પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
तापनि तिनले डाँडाका थानहरू तिनले हटाएनन् । मानिसहरूले अझैसम्म पनि आफ्ना पुर्खाहरूका परमेश्वरमाथि आफ्नो हृदय लाएनन् ।
34 ૩૪ યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે.
यहोशापातको राजकालका अरू घटनाहरू सुरुदेखि अन्त्यसम्म नै हनानीका छोरा येहूको इतिहासमा लेखिएका छन्, जुन इस्राएलका राजाहरूका इतिहासको पुस्तकमा लेखिएका छन् ।
35 ૩૫ ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો.
त्यसपछि यहूदाका राजा यहोशापातले इस्राएलका राजा अहज्याहसँग मित्रता गरे, जसले धेरै दुष्ट काम गरे ।
36 ૩૬ તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
तर्शीशमा जाने जहाजहरू बनाउनको निम्ति तिनले उनीसँग मित्रता गरे । तिनीहरूले एस्योन-गेबेरमा जहाजहरू बनाए ।
37 ૩૭ પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
तब मारेशाका दोदाबाहुका छोरा एलीएजरले यहोशापातको विरुद्धमा अगमवाणी बोले । तिनले भने, “तपाईंले अहज्याहसँग मित्रता गर्नुभएको हुनाले, परमप्रभुले तपाईंका योजनाहरू नष्ट पार्नुभएको छ ।” ती जहाजहरू नष्ट भए ताकि ती तैरन सकेनन् ।'