< 2 કાળવ્રત્તાંત 20 >

1 આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.
וַיְהִ֣י אַֽחֲרֵיכֵ֡ן בָּ֣אוּ בְנֵי־מוֹאָב֩ וּבְנֵ֨י עַמּ֜וֹן וְעִמָּהֶ֧ם ׀ מֵֽהָעַמּוֹנִ֛ים עַל־יְהוֹשָׁפָ֖ט לַמִּלְחָמָֽה׃
2 કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે.
וַיָּבֹ֗אוּ וַיַּגִּ֤ידוּ לִֽיהוֹשָׁפָט֙ לֵאמֹ֔ר בָּ֣א עָלֶ֜יךָ הָמ֥וֹן רָ֛ב מֵעֵ֥בֶר לַיָּ֖ם מֵאֲרָ֑ם וְהִנָּם֙ בְּחַֽצְצ֣וֹן תָּמָ֔ר הִ֖יא עֵ֥ין גֶּֽדִי׃
3 યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો.
וַיִּרָ֕א וַיִּתֵּ֧ן יְהוֹשָׁפָ֛ט אֶת־פָּנָ֖יו לִדְר֣וֹשׁ לַיהוָ֑ה וַיִּקְרָא־צ֖וֹם עַל־כָּל־יְהוּדָֽה׃
4 યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા.
וַיִּקָּבְצ֣וּ יְהוּדָ֔ה לְבַקֵּ֖שׁ מֵֽיְהוָ֑ה גַּ֚ם מִכָּל־עָרֵ֣י יְהוּדָ֔ה בָּ֖אוּ לְבַקֵּ֥שׁ אֶת־יְהוָֽה׃
5 યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
וַיַּעֲמֹ֣ד יְהוֹשָׁפָ֗ט בִּקְהַ֧ל יְהוּדָ֛ה וִירוּשָׁלִַ֖ם בְּבֵ֣ית יְהוָ֑ה לִפְנֵ֖י הֶחָצֵ֥ר הַחֲדָשָֽׁה׃
6 તેણે કહ્યું, “હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.
וַיֹּאמַ֗ר יְהוָ֞ה אֱלֹהֵ֤י אֲבֹתֵ֙ינוּ֙ הֲלֹ֨א אַתָּֽה־ה֤וּא אֱלֹהִים֙ בַּשָּׁמַ֔יִם וְאַתָּ֣ה מוֹשֵׁ֔ל בְּכֹ֖ל מַמְלְכ֣וֹת הַגּוֹיִ֑ם וּבְיָדְךָ֙ כֹּ֣חַ וּגְבוּרָ֔ה וְאֵ֥ין עִמְּךָ֖ לְהִתְיַצֵּֽב׃
7 અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?
הֲלֹ֣א ׀ אַתָּ֣ה אֱלֹהֵ֗ינוּ הוֹרַ֙שְׁתָּ֙ אֶת־יֹשְׁבֵי֙ הָאָ֣רֶץ הַזֹּ֔את מִלִּפְנֵ֖י עַמְּךָ֣ יִשְׂרָאֵ֑ל וַֽתִּתְּנָ֗הּ לְזֶ֛רַע אַבְרָהָ֥ם אֹֽהַבְךָ֖ לְעוֹלָֽם׃
8 તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું,
וַיֵּשְׁב֖וּ־בָ֑הּ וַיִּבְנ֨וּ לְךָ֧ ׀ בָּ֛הּ מִקְדָּ֖שׁ לְשִׁמְךָ֥ לֵאמֹֽר׃
9 ‘આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.’”
אִם־תָּב֨וֹא עָלֵ֜ינוּ רָעָ֗ה חֶרֶב֮ שְׁפוֹט֮ וְדֶ֣בֶר וְרָעָב֒ נַֽעַמְדָ֞ה לִפְנֵ֨י הַבַּ֤יִת הַזֶּה֙ וּלְפָנֶ֔יךָ כִּ֥י שִׁמְךָ֖ בַּבַּ֣יִת הַזֶּ֑ה וְנִזְעַ֥ק אֵלֶ֛יךָ מִצָּרָתֵ֖נוּ וְתִשְׁמַ֥ע וְתוֹשִֽׁיעַ׃
10 ૧૦ અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ.
וְעַתָּ֡ה הִנֵּה֩ בְנֵֽי־עַמּ֨וֹן וּמוֹאָ֜ב וְהַר־שֵׂעִ֗יר אֲ֠שֶׁר לֹֽא־נָתַ֤תָּה לְיִשְׂרָאֵל֙ לָב֣וֹא בָהֶ֔ם בְּבֹאָ֖ם מֵאֶ֣רֶץ מִצְרָ֑יִם כִּ֛י סָ֥רוּ מֵעֲלֵיהֶ֖ם וְלֹ֥א הִשְׁמִידֽוּם׃
11 ૧૧ હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.
וְהִ֨נֵּה־הֵ֔ם גֹּמְלִ֖ים עָלֵ֑ינוּ לָבוֹא֙ לְגָ֣רְשֵׁ֔נוּ מִיְּרֻשָּׁתְךָ֖ אֲשֶׁ֥ר הֽוֹרַשְׁתָּֽנוּ׃
12 ૧૨ અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ.”
אֱלֹהֵ֙ינוּ֙ הֲלֹ֣א תִשְׁפָּט־בָּ֔ם כִּ֣י אֵ֥ין בָּ֙נוּ֙ כֹּ֔חַ לִ֠פְנֵי הֶהָמ֥וֹן הָרָ֛ב הַזֶּ֖ה הַבָּ֣א עָלֵ֑ינוּ וַאֲנַ֗חְנוּ לֹ֤א נֵדַע֙ מַֽה־נַּעֲשֶׂ֔ה כִּ֥י עָלֶ֖יךָ עֵינֵֽינוּ׃
13 ૧૩ યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં.
וְכָ֨ל־יְהוּדָ֔ה עֹמְדִ֖ים לִפְנֵ֣י יְהוָ֑ה גַּם־טַפָּ֖ם נְשֵׁיהֶ֥ם וּבְנֵיהֶֽם׃ פ
14 ૧૪ પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો.
וְיַחֲזִיאֵ֡ל בֶּן־זְכַרְיָ֡הוּ בֶּן־בְּ֠נָיָה בֶּן־יְעִיאֵ֧ל בֶּן־מַתַּנְיָ֛ה הַלֵּוִ֖י מִן־בְּנֵ֣י אָסָ֑ף הָיְתָ֤ה עָלָיו֙ ר֣וּחַ יְהוָ֔ה בְּת֖וֹךְ הַקָּהָֽל׃
15 ૧૫ યાહઝીએલે કહ્યું, “સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે.
וַיֹּ֗אמֶר הַקְשִׁ֤יבוּ כָל־יְהוּדָה֙ וְיֹשְׁבֵ֣י יְרוּשָׁלִַ֔ם וְהַמֶּ֖לֶךְ יְהוֹשָׁפָ֑ט כֹּֽה־אָמַ֨ר יְהוָ֜ה לָכֶ֗ם אַ֠תֶּם אַל־תִּֽירְא֤וּ וְאַל־תֵּחַ֙תּוּ֙ מִפְּנֵ֨י הֶהָמ֤וֹן הָרָב֙ הַזֶּ֔ה כִּ֣י לֹ֥א לָכֶ֛ם הַמִּלְחָמָ֖ה כִּ֥י לֵאלֹהִֽים׃
16 ૧૬ આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.
מָחָר֙ רְד֣וּ עֲלֵיהֶ֔ם הִנָּ֥ם עֹלִ֖ים בְּמַעֲלֵ֣ה הַצִּ֑יץ וּמְצָאתֶ֤ם אֹתָם֙ בְּס֣וֹף הַנַּ֔חַל פְּנֵ֖י מִדְבַּ֥ר יְרוּאֵֽל׃
17 ૧૭ આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’”
לֹ֥א לָכֶ֖ם לְהִלָּחֵ֣ם בָּזֹ֑את הִתְיַצְּב֣וּ עִמְד֡וּ וּרְא֣וּ אֶת־יְשׁוּעַת֩ יְהוָ֨ה עִמָּכֶ֜ם יְהוּדָ֣ה וִֽירוּשָׁלִַ֗ם אַל־תִּֽירְאוּ֙ וְאַל־תֵּחַ֔תּוּ מָחָר֙ צְא֣וּ לִפְנֵיהֶ֔ם וַיהוָ֖ה עִמָּכֶֽם׃
18 ૧૮ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
וַיִּקֹּ֧ד יְהוֹשָׁפָ֛ט אַפַּ֖יִם אָ֑רְצָה וְכָל־יְהוּדָ֞ה וְיֹשְׁבֵ֣י יְרוּשָׁלִַ֗ם נָֽפְלוּ֙ לִפְנֵ֣י יְהוָ֔ה לְהִֽשְׁתַּחֲוֹ֖ת לַיהוָֽה׃
19 ૧૯ કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા.
וַיָּקֻ֧מוּ הַלְוִיִּ֛ם מִן־בְּנֵ֥י הַקְּהָתִ֖ים וּמִן־בְּנֵ֣י הַקָּרְחִ֑ים לְהַלֵּ֗ל לַיהוָה֙ אֱלֹהֵ֣י יִשְׂרָאֵ֔ל בְּק֥וֹל גָּד֖וֹל לְמָֽעְלָה׃
20 ૨૦ બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, “યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો.”
וַיַּשְׁכִּ֣ימוּ בַבֹּ֔קֶר וַיֵּצְא֖וּ לְמִדְבַּ֣ר תְּק֑וֹעַ וּבְצֵאתָ֞ם עָמַ֣ד יְהוֹשָׁפָ֗ט וַיֹּ֙אמֶר֙ שְׁמָע֗וּנִי יְהוּדָה֙ וְיֹשְׁבֵ֣י יְרוּשָׁלִַ֔ם הַאֲמִ֜ינוּ בַּיהוָ֤ה אֱלֹהֵיכֶם֙ וְתֵ֣אָמֵ֔נוּ הַאֲמִ֥ינוּ בִנְבִיאָ֖יו וְהַצְלִֽיחוּ׃
21 ૨૧ જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ‘ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે’ એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા.”
וַיִּוָּעַץ֙ אֶל־הָעָ֔ם וַיַּעֲמֵ֤ד מְשֹֽׁרֲרִים֙ לַיהוָ֔ה וּֽמְהַֽלְלִ֖ים לְהַדְרַת־קֹ֑דֶשׁ בְּצֵאת֙ לִפְנֵ֣י הֶֽחָל֔וּץ וְאֹֽמְרִים֙ הוֹד֣וּ לַיהוָ֔ה כִּ֥י לְעוֹלָ֖ם חַסְדּֽוֹ׃
22 ૨૨ તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
וּבְעֵת֩ הֵחֵ֨לּוּ בְרִנָּ֜ה וּתְהִלָּ֗ה נָתַ֣ן יְהוָ֣ה ׀ מְ֠אָֽרְבִים עַל־בְּנֵ֨י עַמּ֜וֹן מוֹאָ֧ב וְהַר־שֵׂעִ֛יר הַבָּאִ֥ים לִֽיהוּדָ֖ה וַיִּנָּגֵֽפוּ׃
23 ૨૩ આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો.
וַ֠יַּֽעַמְדוּ בְּנֵ֨י עַמּ֧וֹן וּמוֹאָ֛ב עַל־יֹשְׁבֵ֥י הַר־שֵׂעִ֖יר לְהַחֲרִ֣ים וּלְהַשְׁמִ֑יד וּכְכַלּוֹתָם֙ בְּיוֹשְׁבֵ֣י שֵׂעִ֔יר עָזְר֥וּ אִישׁ־בְּרֵעֵ֖הוּ לְמַשְׁחִֽית׃
24 ૨૪ યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
וִֽיהוּדָ֛ה בָּ֥א עַל־הַמִּצְפֶּ֖ה לַמִּדְבָּ֑ר וַיִּפְנוּ֙ אֶל־הֶ֣הָמ֔וֹן וְהִנָּ֧ם פְּגָרִ֛ים נֹפְלִ֥ים אַ֖רְצָה וְאֵ֥ין פְּלֵיטָֽה׃
25 ૨૫ જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
וַיָּבֹ֨א יְהוֹשָׁפָ֣ט וְעַמּוֹ֮ לָבֹ֣ז אֶת־שְׁלָלָם֒ וַיִּמְצְאוּ֩ בָהֶ֨ם לָרֹ֜ב וּרְכ֤וּשׁ וּפְגָרִים֙ וּכְלֵ֣י חֲמֻד֔וֹת וַיְנַצְּל֥וּ לָהֶ֖ם לְאֵ֣ין מַשָּׂ֑א וַיִּֽהְי֞וּ יָמִ֧ים שְׁלוֹשָׁ֛ה בֹּזְזִ֥ים אֶת־הַשָּׁלָ֖ל כִּ֥י רַב־הֽוּא׃
26 ૨૬ ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
וּבַיּ֣וֹם הָרְבִעִ֗י נִקְהֲלוּ֙ לְעֵ֣מֶק בְּרָכָ֔ה כִּי־שָׁ֖ם בֵּרֲכ֣וּ אֶת־יְהוָ֑ה עַל־כֵּ֡ן קָֽרְא֞וּ אֶת־שֵׁ֨ם הַמָּק֥וֹם הַה֛וּא עֵ֥מֶק בְּרָכָ֖ה עַד־הַיּֽוֹם׃
27 ૨૭ પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
וַ֠יָּשֻׁבוּ כָּל־אִ֨ישׁ יְהוּדָ֤ה וִֽירוּשָׁלִַ֙ם֙ וִֽיהוֹשָׁפָ֣ט בְּרֹאשָׁ֔ם לָשׁ֥וּב אֶל־יְרוּשָׁלִַ֖ם בְּשִׂמְחָ֑ה כִּֽי־שִׂמְּחָ֥ם יְהוָ֖ה מֵֽאוֹיְבֵיהֶֽם׃
28 ૨૮ તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
וַיָּבֹ֙אוּ֙ יְר֣וּשָׁלִַ֔ם בִּנְבָלִ֥ים וּבְכִנֹּר֖וֹת וּבַחֲצֹצְר֑וֹת אֶל־בֵּ֖ית יְהוָֽה׃
29 ૨૯ ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.
וַיְהִי֙ פַּ֣חַד אֱלֹהִ֔ים עַ֖ל כָּל־מַמְלְכ֣וֹת הָאֲרָצ֑וֹת בְּשָׁמְעָ֕ם כִּ֚י נִלְחַ֣ם יְהוָ֔ה עִ֖ם אוֹיְבֵ֥י יִשְׂרָאֵֽל׃
30 ૩૦ તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.
וַתִּשְׁקֹ֖ט מַלְכ֣וּת יְהוֹשָׁפָ֑ט וַיָּ֧נַֽח ל֦וֹ אֱלֹהָ֖יו מִסָּבִֽיב׃ פ
31 ૩૧ યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝૂબાહ હતું, એ શિલ્હીની દીકરી હતી.
וַיִּמְלֹ֥ךְ יְהוֹשָׁפָ֖ט עַל־יְהוּדָ֑ה בֶּן־שְׁלֹשִׁים֩ וְחָמֵ֨שׁ שָׁנָ֜ה בְּמָלְכ֗וֹ וְעֶשְׂרִ֨ים וְחָמֵ֤שׁ שָׁנָה֙ מָלַ֣ךְ בִּֽירוּשָׁלִַ֔ם וְשֵׁ֣ם אִמּ֔וֹ עֲזוּבָ֖ה בַּת־שִׁלְחִֽי׃
32 ૩૨ તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
וַיֵּ֗לֶךְ בְּדֶ֛רֶךְ אָבִ֥יו אָסָ֖א וְלֹא־סָ֣ר מִמֶּ֑נָּה לַעֲשׂ֥וֹת הַיָּשָׁ֖ר בְּעֵינֵ֥י יְהוָֽה׃
33 ૩૩ પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
אַ֥ךְ הַבָּמ֖וֹת לֹא־סָ֑רוּ וְע֤וֹד הָעָם֙ לֹא־הֵכִ֣ינוּ לְבָבָ֔ם לֵאלֹהֵ֖י אֲבֹתֵיהֶֽם׃
34 ૩૪ યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે.
וְיֶ֙תֶר֙ דִּבְרֵ֣י יְהוֹשָׁפָ֔ט הָרִאשֹׁנִ֖ים וְהָאַחֲרֹנִ֑ים הִנָּ֣ם כְּתוּבִ֗ים בְּדִבְרֵי֙ יֵה֣וּא בֶן־חֲנָ֔נִי אֲשֶׁ֣ר הֹֽעֲלָ֔ה עַל־סֵ֖פֶר מַלְכֵ֥י יִשְׂרָאֵֽל׃
35 ૩૫ ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો.
וְאַחֲרֵיכֵ֗ן אֶתְחַבַּר֙ יְהוֹשָׁפָ֣ט מֶֽלֶךְ־יְהוּדָ֔ה עִ֖ם אֲחַזְיָ֣ה מֶֽלֶךְ־יִשְׂרָאֵ֑ל ה֖וּא הִרְשִׁ֥יעַ לַעֲשֽׂוֹת׃
36 ૩૬ તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
וַיְחַבְּרֵ֣הוּ עִמּ֔וֹ לַעֲשׂ֥וֹת אֳנִיּ֖וֹת לָלֶ֣כֶת תַּרְשִׁ֑ישׁ וַיַּעֲשׂ֥וּ אֳנִיּ֖וֹת בְּעֶצְי֥וֹן גָּֽבֶר׃
37 ૩૭ પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
וַיִּתְנַבֵּ֞א אֱלִיעֶ֤זֶר בֶּן־דֹּדָוָ֙הוּ֙ מִמָּ֣רֵשָׁ֔ה עַל־יְהוֹשָׁפָ֖ט לֵאמֹ֑ר כְּהִֽתְחַבֶּרְךָ֣ עִם־אֲחַזְיָ֗הוּ פָּרַ֤ץ יְהוָה֙ אֶֽת־מַעֲשֶׂ֔יךָ וַיִּשָּׁבְר֣וּ אֳנִיּ֔וֹת וְלֹ֥א עָצְר֖וּ לָלֶ֥כֶת אֶל־תַּרְשִֽׁישׁ׃

< 2 કાળવ્રત્તાંત 20 >