< 2 કાળવ્રત્તાંત 2 >
1 ૧ હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
Salomo fik i Sinde at bygge et Hus for HERRENs Navn og et kongeligt Palads.
2 ૨ સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
Salomo lod derfor udskrive 70.000 Mand til Lastdragere og 80.000 Mand til Stenhuggere i Bjergene og 3600 til at føre Tilsyn med dem.
3 ૩ સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
Og Salomo sendte Kong Huram af Tyrus følgende Bud: "Vær mod mig som mod min Fader David, hvem du sendte Cedertræ, for at han kunde bygge sig et Palads at bo i.
4 ૪ જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
Se, jeg er ved at bygge HERREN min Guds Navn et Hus; det skal helliges ham, for at man kan brænde vellugtende Røgelse for hans Åsyn, altid have Skuebrødene fremme og ofre Brændofre hver Morgen og Aften, på Sabbaterne, Nymånedagene og HERREN vor Guds Højtider, som det til evig Tid påhviler Israel.
5 ૫ હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
Huset, jeg vil bygge, skal være stort; thi vor Gud er større end alle Guder.
6 ૬ તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સમર્થ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
Hvem magter at bygge ham et Hus, når dog Himmelen og Himlenes Himle ikke kan rumme ham? Og hvem erjeg, at jeg skulde bygge ham et Hus, når det ikke var for at tænde Offerild for hans Åsyn!
7 ૭ તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
Så send mig da en Mand, der har Forstand på at arbejde i Guld. Sølv, Kobber, Jern, rødt Purpur, Karmoisin og violet Purpur og forstår sig på Billedskærerarbejde, til at arbejde sammen med mine egne Mestre her i Juda og Jerusalem, dem, som min Fader antog;
8 ૮ લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
og send mig Ceder- Cypres- og Algummimtræ fra Libanon, thi jeg ved at dine Folk forstår at fælde Libanons Træer; og mine Folk skal hjælpe dine;
9 ૯ મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે.
men Træ må jeg have i Mængde, thi Huset, jeg vil bygge, skal være stort, det skal være et Underværk.
10 ૧૦ જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ એક લાખ એંશી હજાર ગેલન દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ.”
For Tømrerne, som fælder Træerne, vil jeg til Underhold for dine Folk give 20.000 Kor Hvede, 20.000 Kor Byg, 20.000 Bat Vin og 20.000 Bat Olie."
11 ૧૧ પછી તૂરના રાજા હીરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: “ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે.”
Kong Huram af Tyrus svarede i et Brev, som han sendte Salomo: "Fordi HERREN elsker sit Folk, har han gjort dig til Konge over dem!"
12 ૧૨ આ ઉપરાંત, હીરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
Og Huram føjede til: "Lovet være HERREN, Israels Gud, som har skabt Himmelen og Jorden, at han har givet Kong David en viis Søn, der har Forstand og Indsigt til at bygge et Hus for HERREN og et kongeligt Palads.
13 ૧૩ હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હીરામ અબીને ભેટ તરીકે મોકલું છું,
Her sender jeg dig en kyndig og indsigtsfuld Mand, Huram-Abi;
14 ૧૪ તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિંમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની ઊન અને બારીક શણની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
han er Søn af en Kvinde fra Dan, men hans Fader er en Tyrier; han forstår at arbejde i Guld. Sølv, Kobber, Jern, Stem, Træ, rødt og violet Purpur, fint Linned og karmoisinfarvet Stof, forstår sig på al Slags Billedskærerarbejde og kan udtænke alle de Kunstværker, han sættes til; han skal arbejde sammen med dine og med min Herres, din Fader Davids, Mestre.
15 ૧૫ હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
Min Herre skal derfor sende sine Trælle Hveden, Byggen, Vinen og Olien, han talte om;
16 ૧૬ તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે.”
så vil vi fælde så mange Træer på Libanon, som du har Brug for, og sende dig dem i Tømmerflåder på Havet til Jafo; men du må selv få dem op til Jerusalem."
17 ૧૭ જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
Salomo lod da alle fremmede Mænd, der boede i Israels Land, tælle - allerede tidligere havde hans fader David ladet dem tælle - og de fandtes at udgøre 153.600.
18 ૧૮ તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.
Af dem gjorde han 70.000 til Lastdragere, 80.000 til Stenhuggere i Bjergene og 3.600 til Opsynsmænd til at lede Folkenes Arbejde.