< 2 કાળવ્રત્તાંત 18 >
1 ૧ યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો.
Иосафат а авут богэций ши славэ дин белшуг ши с-а ынкускрит ку Ахаб.
2 ૨ થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.
Дупэ кыцьва ань, с-а коборыт ла Ахаб, ын Самария. Ахаб а тэят пентру ел ши пентру попорул каре ера ку ел ун маре нумэр де ой ши бой ши л-а ругат сэ се суе ла Рамот дин Галаад.
3 ૩ ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?” યહોશાફાટે ઉત્તર આપ્યો, “હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું.”
Ахаб, ымпэратул луй Исраел, а зис луй Иосафат, ымпэратул луй Иуда: „Врей сэ вий ку мине ла Рамот, ын Галаад?” Иосафат й-а рэспунс: „Еу, ка тине, ши попорул меу, ка попорул тэу, вом мерӂе ла луптэ ымпотрива луй ку тине.”
4 ૪ યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો.”
Апой Иосафат а зис ымпэратулуй луй Исраел: „Ынтрябэ акум, те рог, Кувынтул Домнулуй.”
5 ૫ પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, “અમારે રામોથ ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે.”
Ымпэратул луй Исраел а стрынс пе пророчь, ын нумэр де патру суте, ши ле-а зис: „Сэ не дучем ла луптэ ымпотрива Рамотулуй дин Галаад сау сэ-мь вэд де трябэ?” Ши ей ау рэспунс: „Суе-те ши Думнезеу ыл ва да ын мыниле ымпэратулуй.”
6 ૬ પણ યહોશાફાટે પૂછ્યું, “અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?”
Дар Иосафат а зис: „Ну май есте аич ничун пророк ал Домнулуй прин каре сэ-Л путем ынтреба?”
7 ૭ ઇઝરાયલનો રાજાએ તેને કહ્યું, “હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો ઈમલાહનો પુત્ર મિખાયા છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ.”
Ымпэратул луй Исраел а рэспунс луй Иосафат: „Май есте ун ом прин каре ам путя сэ ынтребэм пе Домнул, дар ыл урэск, кэч ну-мь пророчеште нимик бун, ну пророчеште ничодатэ декыт рэу – есте Мика, фиул луй Имла.” Ши Иосафат а зис: „Сэ ну ворбяскэ аша ымпэратул!”
8 ૮ પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, “ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો.”
Атунч, ымпэратул луй Исраел а кемат ун дрегэтор ши й-а зис: „Тримите сэ винэ ындатэ Мика, фиул луй Имла.”
9 ૯ હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા.
Ымпэратул луй Исраел ши Иосафат, ымпэратул луй Иуда, шедяу фиекаре пе скаунул луй де домние, ымбрэкаць ку хайнеле лор ымпэрэтешть; шедяу ын локул де ла интраря порций Самарией. Ши тоць пророчий пророчяу ынаинтя лор.
10 ૧૦ કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’”
Зедекия, фиул луй Кенаана, ышь фэкусе ниште коарне де фер ши а зис: „Аша ворбеште Домнул: ‘Ку ачесте коарне вей бате пе сириень пынэ ый вей нимичи.’”
11 ૧૧ સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.”
Ши тоць пророчий ау пророчит ла фел, зикынд: „Суе-те ла Рамот, ын Галаад, кэч вей авя избындэ ши Домнул ыл ва да ын мыниле ымпэратулуй.”
12 ૧૨ જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું.”
Солул каре се дусесе сэ кеме пе Мика й-а ворбит аша: „Ятэ, пророчий ку ун гынд пророческ де бине ымпэратулуй; кувынтул тэу сэ фие дар ка ши кувынтул фиекэруя дин ей! Вестеште де бине!”
13 ૧૩ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ.”
Мика а рэспунс: „Виу есте Домнул кэ вой вести че ва спуне Думнезеул меу.”
14 ૧૪ જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે.”
Кынд а венит ла ымпэрат, ымпэратул й-а зис: „Мика, сэ не дучем ла луптэ ымпотрива Рамотулуй дин Галаад сау сэ-мь вэд де трябэ?” Ел а рэспунс: „Суици-вэ! Кэч вець авя избындэ ши вор фи даць ын мыниле воастре.”
15 ૧૫ પછી રાજાએ તેને કહ્યું, “ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?”
Ши ымпэратул й-а зис: „Де кыте орь ва требуи сэ те пун сэ журь кэ ну-мь вей спуне декыт адевэрул ын Нумеле Домнулуй?”
16 ૧૬ તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, ‘એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.’”
Мика а рэспунс: „Вэд тот Исраелул рисипит пе мунць, ка ниште ой каре н-ау пэстор, ши Домнул а зис: ‘Оамений ачештя н-ау стэпын, фиекаре сэ се ынтоаркэ ын паче акасэ!’”
17 ૧૭ તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?”
Ымпэратул луй Исраел а зис луй Иосафат: „Ну ць-ам спус еу? Ел ну-мь пророчеште нимик бун, ну-мь пророчеште декыт рэу.”
18 ૧૮ પછી મિખાયાએ કહ્યું, “તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.
Ши Мика а зис: „Аскултаць дар Кувынтул Домнулуй! Ам вэзут пе Домнул стынд пе скаунул Сэу де домние ши тоатэ оастя черурилор стынд ла дряпта ши ла стынга Луй.
19 ૧૯ ઈશ્વરે કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું.
Ши Домнул а зис: ‘Чине ва амэӂи пе Ахаб, ымпэратул луй Исраел, ка сэ се суе ла Рамот, ын Галаад, ши сэ пярэ аколо?’ Ау рэспунс унул ынтр-ун фел, алтул ынтр-алтул.
20 ૨૦ પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’
Ши ун дух а венит ши с-а ынфэцишат ынаинтя Домнулуй ши а зис: ‘Еу ыл вой амэӂи.’ Домнул й-а зис: ‘Кум?’
21 ૨૧ આત્માએ જવાબ આપ્યો, ‘ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.’ ઈશ્વરે જવાબ આપ્યો, ‘તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.’”
‘Вой еши, а рэспунс ел, ши вой фи ун дух де минчунэ ын гура тутурор пророчилор луй.’ Домнул а зис: ‘Ыл вей амэӂи ши вей избути; ешь ши фэ аша.’
22 ૨૨ હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે.”
Ши акум, ятэ кэ Домнул а пус ун дух де минчунэ ын гура пророчилор тэй каре сунт де фацэ. Дар Домнул а ворбит рэу ымпотрива та.”
23 ૨૩ ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, “ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?”
Атунч, Зедекия, фиул луй Кенаана, апропиинду-се, а ловит пе Мика песте образ ши а зис: „Пе че друм а ешит духул Домнулуй дин мине ка сэ-ць ворбяскэ?”
24 ૨૪ મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”
Мика а рэспунс: „Вей ведя ын зиуа кынд вей умбла дин одае ын одае ка сэ те аскунзь.”
25 ૨૫ ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ.
Ымпэратул луй Исраел а зис: „Луаць пе Мика ши дучеци-л ла Амон, кэпетения четэций, ши ла Иоас, фиул ымпэратулуй.
26 ૨૬ તમે તેમને કહેજો કે, ‘રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.’”
Ши спунець: ‘Аша ворбеште ымпэратул: «Бэгаць пе омул ачеста ын темницэ ши хрэници-л ку пыня ши ку апа ынтристэрий пынэ мэ вой ынтоарче ын паче.»’”
27 ૨૭ પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું.” વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સાંભળો.”
Ши Мика а зис: „Дакэ те вей ынтоарче ын паче, н-а ворбит Домнул прин мине!” Апой а май зис: „Вой, тоате попоареле, аузиць!”
28 ૨૮ તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.
Ымпэратул луй Исраел ши Иосафат, ымпэратул луй Иуда, с-ау суит ла Рамот, ын Галаад.
29 ૨૯ ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો.” તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા.
Ымпэратул луй Исраел а зис луй Иосафат: „Вряу сэ-мь скимб хайнеле ка сэ мэ дук ла луптэ, дар ту ымбракэ-те ку хайнеле тале.” Ши ымпэратул луй Исраел шь-а скимбат хайнеле ши с-ау дус ла луптэ.
30 ૩૦ હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.”
Ымпэратул Сирией дэдусе урмэтоаря порункэ май-марилор песте кареле луй: „Сэ ну вэ луптаць нич ку чел мик, нич ку чел маре, чи сэ вэ луптаць нумай ку ымпэратул луй Исраел.”
31 ૩૧ અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.
Кынд ау зэрит май-марий карелор пе Иосафат, ау зис: „Есте ымпэратул луй Исраел.” Ши л-ау ынконжурат ка сэ лупте ку ел. Иосафат а скос ун ципэт. Домнул л-а ажутат ши Думнезеу й-а ындепэртат де ла ел.
32 ૩૨ અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.
Май-марий карелор, вэзынд кэ ну ера ымпэратул луй Исраел, с-ау депэртат де ел.
33 ૩૩ પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું.”
Атунч, ун ом а трас ку аркул ла ынтымпларе ши а ловит пе ымпэратул луй Исраел ынтре ынкеетуриле армэтурий. Ымпэратул а зис челуй че-й мына карул: „Ынтоарче ши скоате-мэ дин кымпул де бэтае, кэч сунт рэнит.”
34 ૩૪ તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.
Лупта а фост ынвершунатэ ын зиуа ачея. Ымпэратул луй Исраел а стат ын кар, ын фаца сириенилор, пынэ сяра ши а мурит пе ла апусул соарелуй.