< 2 કાળવ્રત્તાંત 17 >

1 તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
အာသသားယောရှဖတ်သည် ခမည်းတော် အရာ၌ နန်းထိုင်၍၊ ဣသရေလနိုင်ငံတဘက် မိမိကို ခိုင်ခံ့စေ၏။
2 યહૂદિયાના કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા.
ယုဒပြည်တွင်၊ ခိုင်ခံ့သောမြို့ရှိသမျှတို့၌၊ တပ် သားများကိုထား၏။ ယုဒပြည်အရပ်ရပ်တို့၌၎င်း၊ ဧဖရိမ် ပြည်မှာ ခမည်းတော် အာသတိုက်ယူ သော မြို့တို့၌၎င်း၊ မြို့စောင့်တပ်ကို အသီးအသီးခန့်ထား၏။
3 ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.
ခမည်းတော်သည် အရင်လိုက်သောလမ်းသို့၊ ယောရှဖတ်လိုက်လျက်၊
4 પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ.
ဗာလဘုရားတို့ကို မဆည်းကပ်၊ ခမည်းတော်၏ ဘုရားသခင်ကိုသာ ဆည်းကပ်သဖြင့်၊ ဣသရေလအမျိုး ၏ ထုံးစံကိုရှောင်၍၊ ပညတ်တရားတော်ကို ကျင့်သော ကြောင့်၊ ထာဝရဘုရားသည် စောင့်မ၍၊
5 તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું; આખું યહૂદા યહોશાફાટને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો.
နိုင်ငံတော်ကိုယောရှဖတ်လက်၌ တည်စေတော် မူသဖြင့်၊ ယုဒပြည်သားအပေါင်းတို့သည် လက်ဆောင် များကို ဆောင်ခဲ့ကြ၏။
6 ઈશ્વરના માર્ગોમાં તેનું અંત: કરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તેમ જ અશેરીમ મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો.
ဂုဏ်အသရေနှင့် စည်းစိမ်ဥစ္စာများသော်လည်း၊ ထာဝရဘုရား၏ တရားလမ်းတို့၌ စိတ်စွဲလမ်း၍၊ မြင့် သောအရပ်နှင့် အာရှရပင်တို့ကို ယုဒပြည်မှ ပယ်ရှား တော်မူ၏။
7 તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા.
နန်းစံသုံးနှစ်တွင်၊ ယုဒမြို့ အရပ်ရပ်၌ သွန်သင် စေခြင်းငှါ၊ မှူးမတ် ဗင်ဟဲလ၊ ဩဗဒိ၊ ဇာခရိ၊ နာသနေလ၊ မိက္ခာယတို့ကို၎င်း၊
8 વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.
လေဝိသားရှေမာယ၊ နေသနိ၊ ဇေဗဒိ၊ အာသ ဟေလ၊ ရှေမိရမုတ်၊ ယောနသန်၊ အဒေါနိယ၊ တောဘိယ၊ တောဘ၊ ဒေါနိယတို့ကို၎င်း၊ ယဇ်ပုရောဟိတ်ဧလိ ရှမာနှင့် ယောရံကို၎င်း၊ စေလွှတ်တော်မူ၏။
9 તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું.
ထိုသူတို့သည် ယုဒပြည်၌ဩဝါဒပေး၍၊ ထာဝရ ဘုရား၏ ပညတ္တိကျမ်းပါလျက်၊ ယုဒမြို့အရပ်ရပ်တို့တွင်၊ လှည့်လည်သဖြင့်၊ ပြည်သားတို့ကို သွန်သင်ကြ၏။
10 ૧૦ આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.
၁၀ယုဒပြည် ပတ်ဝန်းကျင်တိုင်းနိုင်ငံရှိသမျှတို့ သည်၊ ထာဝရဘုရားကို ကြောက်ရွံ့၍၊ ယောရှဖတ်ကို စစ်မတိုက်ဝံ့ဘဲ နေကြ၏။
11 ૧૧ કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
၁၁ဖိလိတ္တိလူတို့သည် လက်ဆောင်နှင့် အခွန်ငွေကို၎င်း၊ အာရပ်လူတို့သည် သိုးခုနစ်ထောင်ခုနစ်ရာနှင့် ဆိတ်ခုနစ်ထောင်ခုနစ်ရာကို၎င်း ဆောင်ခဲ့ကြ၏။
12 ૧૨ યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.
၁၂ယောရှဖတ်သည် အလွန်ခွန်အားတိုးပွား၍၊ ယုဒပြည်၌ရဲတိုက်နှင့် ဘဏ္ဍာတော်မြို့တို့ကို တည်တော် မူ၏။
13 ૧૩ તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણાં સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા.
၁၃ယုဒမြို့တို့၌ အမှုအရေးတော်များ၏။ ခွန်အား ကြီးသော စစ်သူရဲတို့သည် ယေရုရှလင်မြို့၌ ရှိကြ၏။
14 ૧૪ તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે: યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો. તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા;
၁၄စစ်သူရဲအဆွေအမျိုး အလိုက်ယူသော စာရင်း ဟူမူကား၊ ယုဒအမျိုး ဗိုလ်ချုပ်မင်းအာဒနနှင့် ခွန်အား ကြီးသော စစ်သူရဲသုံးသိန်း၊
15 ૧૫ તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;
၁၅စစ်ကဲယောဟနန်နှင့်ခွန်အားကြီးသော စစ်သူရဲ နှစ်သိန်းရှစ်သောင်း၊
16 ૧૬ તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા.
၁၆စေတနာစိတ်နှင့်ကိုယ်ကို ထာဝရဘုရားအား ပူဇော်သော ဇိခရိသားအာမသိနှင့် ခွန်အားကြီးသော စစ်သူရဲနှစ်သိန်း၊
17 ૧૭ એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા;
၁၇ဗင်္ယာမိန်အမျိုး ခွန်အားကြီးသော ဧလျာဒနှင့် လေး၊ ဒိုင်းလွှားကို ကိုင်သောသူနှစ်သိန်း၊
18 ૧૮ તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.
၁၈သူ့နောက်ယောဇဗဒ်နှင့် စစ်တိုက်ခြင်းငှါ၊ အသင့် ရှိသောသူ တသိန်းရှစ်သောင်းတည်း။
19 ૧૯ આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.
၁၉ယုဒပြည်အရပ်ရပ်၊ ခိုင်ခံ့သောမြို့တို့၌ ရှင်ဘုရင် ထားသောသူရဲမှတပါး၊ အထက်ဆိုခဲ့ပြီးသော သူတို့သည် အမှုတော်ကို ထမ်းလျက်နေကြ၏။

< 2 કાળવ્રત્તાંત 17 >