< 2 કાળવ્રત્તાંત 15 >
1 ૧ ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.
Tada duh Božji doðe na Azariju sina Odidova;
2 ૨ તેથી તે આસાને મળીને બોલ્યો, “આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
Te otide pred Asu i reèe mu: èujte me, Aso i sve pleme Judino i Venijaminovo; Gospod je s vama, jer ste vi s njim; i ako ga ustražite, naæi æete ga; ako li ga ostavite, i on æe vas ostaviti.
3 ૩ હવે ઘણાં લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.
Dugo je Izrailj bez pravoga Boga i bez sveštenika uèitelja, i bez zakona.
4 ૪ પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા.
A da su se u nevolji svojoj obratili ka Gospodu Bogu Izrailjevu i tražili ga, našli bi ga.
5 ૫ તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી, દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા.
Ali u ovo vrijeme ne može se na miru odlaziti ni dolaziti; jer je nemir velik meðu svijem stanovnicima zemaljskim;
6 ૬ પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતાં હતાં, તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.
I potiru narodi jedan drugi, i gradovi jedan drugi, jer ih Bog smete svakojakim nevoljama.
7 ૭ પણ તમે બળવાન થાઓ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે.”
Zato vi budite hrabri i nemojte da vam klonu ruke, jer ima plata za vaš trud.
8 ૮ જયારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ દેશમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધાં હતા, તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હઠાવી દીધી. અને તેણે ઈશ્વરના સભાસ્થાનના દ્વારમંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી.
A kad èu Asa te rijeèi i proroštvo proroka Odida, ohrabri se, i istrijebi gadne bogove iz sve zemlje Judine i Venijaminove i iz gradova koje bješe uzeo u gori Jefremovoj, i ponovi oltar Gospodnji koji bijaše pred trijemom Gospodnjim.
9 ૯ તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણાં લોકો તેના પક્ષમાં આવ્યા.
Potom sazva sve pleme Judino i Venijaminovo i došljake koji bijahu kod njih od Jefrema i Manasije i Simeuna, jer ih mnogo prebježe k njemu iz naroda Izrailjeva kad vidješe da je Gospod Bog njegov s njim.
10 ૧૦ આસાની કારકિર્દીના પંદરમા વર્ષે ત્રીજા મહિનામાં યરુશાલેમમાં તેઓ ભેગા થયા.
I skupiše se u Jerusalim treæega mjeseca petnaeste godine carovanja Asina.
11 ૧૧ તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.
I u onaj dan prinesoše Gospodu žrtve od plijena koji dognaše, sedam stotina volova i sedam tisuæa ovaca.
12 ૧૨ તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો.
I uhvatiše vjeru da traže Gospoda Boga otaca svojih svijem srcem svojim i svom dušom svojom;
13 ૧૩ નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.
A ko god ne bi tražio Gospoda Boga Izrailjeva, da se pogubi, bio mali ili veliki, èovjek ili žena.
14 ૧૪ તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા.
I zakleše se Gospodu glasom velikim i uz klikovanje i uz trube i rogove.
15 ૧૫ તે સોગનથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંત: કરણથી સોગન ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઇચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તે તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારેતરફની શાંતિ આપી.
I radovaše se sav narod Judin radi te zakletve, jer iz svega srca svojega zakleše se, i od sve volje svoje tražiše ga i naðoše ga; i Gospod im dade mir otsvuda.
16 ૧૬ આસાએ પોતાની દાદી માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કારણ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિને કાપી નાખી, તેનો ભૂકો કરીને કિદ્રોન નાળાં આગળ તેને સળગાવી દીધી.
Jošte i Mahu mater svoju svrže Asa s vlasti, jer bješe naèinila u lugu idola; i Asa obali idola njezina i izlomi ga i sažeže na potoku Kedronu.
17 ૧૭ જો કે ઇઝરાયલમાંથી ધર્મ સ્થાનો કાઢી નંખાયા નહિ. તોપણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું.
Ali visine ne biše oborene u Izrailju, ali srce Asino bješe pravo svega vijeka njegova.
18 ૧૮ તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો.
I unese u dom Božji što bješe posvetio otac njegov i što bješe sam posvetio, srebro i zlato i sudove.
19 ૧૯ આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.
I ne bi rata do trideset pete godine carovanja Asina.