< 2 કાળવ્રત્તાંત 14 >

1 પછી અબિયા તેના પિતૃઓની જેમ ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના દસ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
И успе Авиа со отцы своими, и погребоша его во граде Давидове. И воцарися Аса сын его вместо его во дни же Асы почи земля Иудина лет десять.
2 આસાએ તેના ઈશ્વર, પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યુ.
И сотвори Аса благое и правое пред Господем Богом своим:
3 તેણે અન્ય દેવોની વેદીઓ અને ઉચ્ચસ્થાનો દૂર કર્યાં. તેણે તેઓના ભજનસ્તંભના પવિત્ર પથ્થરોને ભાંગી નાખ્યાં અને અશેરીમ મૂર્તિને કાપી નાખી.
и отверже олтари чуждых и высокая, и сокруши идолы и посече дубравы:
4 તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
и повеле Иуде, да взыщет Господа Бога отец своих и да сотворит закон Его и заповеди:
5 તેણે યહૂદિયાના દરેક નગરમાંના ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજયમાં શાંતિ પ્રવર્તેલી રહી.
и изверже из всех градов Иудиных олтари и идолы, и царствова в мире.
6 તેણે યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો બાંધ્યાં. તે વર્ષોમાં યુદ્ધ ન હોવાના કારણે તે દેશમાં શાંતિ વ્યાપેલી રહી હતી. કેમ કે ઈશ્વરે તેને શાંતિ આપી હતી.
И созда грады крепки в земли Иудине, зане в покои бысть земля, и не бе ему брани в лета сия, мир во Господь даде ему.
7 આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે.” તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા.
Рече же Иуде: созиждем грады сия, и сотворим стены и столпы, и врата и вереи, дондеже землею господствуем: зане якоже взыскахом Господа Бога нашего, взыска и нас, и воздаде нам мир окрест, и благопоспешствова нам.
8 આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ ત્રણ લાખ પુરુષો અને હજાર ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામીન કુળના બે લાખ એંશી હજાર પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા.
И бысть сила Асе оруженосцев носящих щиты и копия в земли Иудине триста тысящ, в земли же Вениамини щитников и стрелцев двести осмьдесят тысящ: вси сии воини сильнии.
9 કૂશ દેશનો ઝેરાહ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો.
Изыде же противу их Зарай Ефиоплянин с силою в тысящы тысящей, и колесниц триста, и прииде даже до Мариса.
10 ૧૦ પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
И изыде Аса противу ему и устрои брань в дебри на север Мариса.
11 ૧૧ આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, “ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ.”
И возопи Аса ко Господу Богу своему и рече: Господи, не изнеможет у Тебе спасати во многих и в малых, укрепи нас, Господи Боже наш, яко на Тя уповахом и о имени Твоем изыдохом на множество многое сие: Господи Боже наш, Ты еси Бог, да не превозможет противу Тебе человек.
12 ૧૨ તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા.
И порази Господь Ефиопы пред Асою и Иудою и бежаша Ефиопи:
13 ૧૩ આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઈથિયોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી.
и погна их Аса и людие его даже до Гедора: и падоша Ефиопи, даже не быти в них останку, яко сотрени быша пред Господем и пред силою Его, и плениша корысти многи:
14 ૧૪ યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી.
и изсекоша веси их окрест Гедора, велик бо страх Господень объят их, и плениша вся грады их, зане многи корысти быша в них:
15 ૧૫ તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
и кущы скотския и амазонов изсекоша, и взяша скота множество и велблюды, и возвратишася во Иерусалим.

< 2 કાળવ્રત્તાંત 14 >