< 2 કાળવ્રત્તાંત 13 >
1 ૧ રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
ヤラベアム王の第十八年にアビヤがユダの王となった。
2 ૨ તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.
彼は三年の間エルサレムで世を治めた。彼の母はギベアのウリエルの娘で、名をミカヤといった。
3 ૩ અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.
ここにアビヤとヤラベアムとの間に戦争が起り、アビヤは四十万の精兵から成る勇敢な軍勢をもって戦いにいで、ヤラベアムも大勇士から成る八十万の精兵をもって、これに向かって戦いの備えをした。
4 ૪ અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો!
時にアビヤはエフライムの山地にあるゼマライム山の上に立って言った、「ヤラベアムおよびイスラエルの人々よ皆聞け。
5 ૫ શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?
あなたがたはイスラエルの神、主が塩の契約をもってイスラエルの国をながくダビデとその子孫に賜わったことを知らないのか。
6 ૬ તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો.
ところがダビデの子ソロモンの家来であるネバテの子ヤラベアムが起って、その主君にそむき、
7 ૭ હલકા માણસો તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિનઅનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો, ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા.
また卑しい無頼のともがらが集まって彼にくみし、ソロモンの子レハベアムに敵したが、レハベアムは若く、かつ意志が弱くてこれに当ることができなかった。
8 ૮ હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઇરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.
今また、あなたがたは大軍をたのみ、またヤラベアムが造って、あなたがたの神とした金の子牛をたのんで、ダビデの子孫の手にある主の国に敵対しようとしている。
9 ૯ શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે.
またあなたがたはアロンの子孫である主の祭司とレビびととを追いだして、他の国々の民がするように祭司を立てたではないか。すなわちだれでも若い雄牛一頭、雄羊七頭を携えてきて、自分を聖別する者は皆あの神でない者の祭司とすることができた。
10 ૧૦ પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે.
しかしわれわれにおいては、主がわれわれの神であって、われわれは彼を捨てない。また主に仕える祭司はアロンの子孫であり、働きをなす者はレビびとである。
11 ૧૧ તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે.
彼らは朝ごと夕ごとに主に燔祭と、こうばしい香をささげ、供えのパンを純金の机の上に供え、また金の燭台とそのともしび皿を整えて、夕ごとにともすのである。このようにわれわれはわれわれの神、主の務を守っているが、あなたがたは彼を捨てた。
12 ૧૨ જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી.”
見よ、神はみずからわれわれと共におられて、われわれのかしらとなられ、また、その祭司たちはラッパを吹きならして、あなたがたを攻める。イスラエルの人々よ、あなたがたの先祖の神、主に敵して戦ってはならない。あなたがたは成功しない」。
13 ૧૩ યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી.
ヤラベアムは伏兵を彼らのうしろに回らせたので、彼の軍隊はユダの前にあり、伏兵は彼らのうしろにあった。
14 ૧૪ જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં.
ユダはうしろを見ると、敵が前とうしろとにあったので、主に向かって呼ばわり、祭司たちはラッパを吹いた。
15 ૧૫ પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા.
そこでユダの人々はときの声をあげた。ユダの人々がときの声をあげると、神はヤラベアムとイスラエルの人々をアビヤとユダの前に打ち敗られたので、
16 ૧૬ ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.
イスラエルの人々はユダの前から逃げた。神が彼らをユダの手に渡されたので、
17 ૧૭ અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા.
アビヤとその民は、彼らをおびただしく撃ち殺した。イスラエルの殺されて倒れた者は五十万人、皆精兵であった。
18 ૧૮ આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો.
このように、この時イスラエルの人々は打ち負かされ、ユダの人々は勝を得た。彼らがその先祖の神、主を頼んだからである。
19 ૧૯ અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં.
アビヤはヤラベアムを追撃して数個の町を彼から取った。すなわちベテルとその村里、エシャナとその村里、エフロンとその村里である。
20 ૨૦ અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.
ヤラベアムは、アビヤの世には再び力を得ることができず、主に撃たれて死んだ。
21 ૨૧ પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી.
しかしアビヤは強くなり、妻十四人をめとり、むすこ二十二人、むすめ十六人をもうけた。
22 ૨૨ અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
アビヤのその他の行為すなわちその行動と言葉は、預言者イドの注釈にしるされている。