< 2 કાળવ્રત્તાંત 12 >
1 ૧ અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.
Men da Rehabeams Kongedømme var grundfæstet og hans Magt styrket, forlod han tillige med hele Israel HERRENs Lov.
2 ૨ એ તે લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના પાંચમાં વર્ષે, મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર હુમલો કર્યો.
Da drog i Kong Rehabeams femte Regeringsår Ægypterkongen Sjisjak op imod Jerusalem, fordi de havde været troløse mod HERREN,
3 ૩ તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા.
med 1200 Stridsvogne og 60.000 Ryttere, og der var ikke Tal på Krigerne, der drog med ham fra Ægypten, Libyere, Sukkijiter og Ætiopere;
4 ૪ યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો.
og efter at have indtaget Fæstningerne i Juda drog han mod Jerusalem.
5 ૫ હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “ઈશ્વર આમ કહે છે: ‘તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.’”
Da kom Profeten Sjemaja til Rehabeam og Judas Øverster, som var tyet sammen i Jerusalem for Sjisjak, og sagde til dem: "Så siger HERREN: I har forladt mig, derfor har jeg også forladt eder og givet eder i Sjisjaks Hånd!"
6 ૬ પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, “ઈશ્વર ન્યાયી છે.”
Da ydmygede Israels Øverster og Kongen sig og sagde: "HERREN er retfærdig!"
7 ૭ ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, “તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું.
Og da HERREN så, at de havde ydmyget sig, kom HERRENs Ord til Sjemaja således: "De har ydmyget sig; derfor vil jeg ikke tilintetgøre dem, men frelse dem om ikke længe, og min Vrede skal ikke udgydes over Jerusalem ved Sjisjak;
8 ૮ તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”
men de skal komme til at stå under ham og lære at kende Forskellen mellem at tjene mig og at tjene Hedningemagterne!"
9 ૯ મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો.
Så drog Sjisjak op mod Jerusalem og tog Skattene i HERRENs Hus og i Kongens Palads; alt tog han, også de Guldskjolde, Salomo havde ladet lave.
10 ૧૦ રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.
Kong Rehabeam lod da i Stedet lave Kobberskjolde og gav dem i Forvaring hos Høvedsmændene for Livvagten, der holdt Vagt ved Indgangen til Kongens Palads;
11 ૧૧ જયારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા.
og hver Gang Kongen begav sig til HERRENs Hus, kom Livvagten og hentede dem, og bagefter bragte de dem tilbage til Vagtstuen.
12 ૧૨ જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.
Men da han havde ydmyget sig, vendfe HERRENs Vrede sig fra ham, så han ikke helt tilintetgjorde ham; også i Juda var Forholdene gode.
13 ૧૩ તેથી રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યુ. રહાબામ રાજા બન્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને ઈશ્વરે પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ નાઅમાહ હતું, તે આમ્મોની સ્ત્રી હતી.
Således styrkede Kong Rehabeam sin Magt i Jerusalem og blev ved at herske; thi Rehabeam var een og fyrretyve År gammel, da han blev Konge, og han herskede sytten År i Jerusalem, den By, HERREN havde udvalgt af alle Israels Stammer for der at stedfæste sit Navn. Hans Moder var en ammonitisk Kvinde ved Navn Na'ama.
14 ૧૪ તેણે દુષ્ટતા કરી, તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહિ.
Han gjorde, hvad der var ondt, thi hans Hjerte var ikke vendt til at søge HERREN.
15 ૧૫ રહાબામનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદ્દો દ્રષ્ટાનાં લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો.
Rehabeams Historie fra først til sidst står jo optegnet i Profeten Sjemajas og Seeren tddos Krønike. Rehabeam og Jeroboam lå i Krig med hinanden hele Tiden.
16 ૧૬ રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો.
Så lagde Rehabeam sig til Hvile hos sine Fædre og blev jordet i Davidsbyen. Og hans Søn Abija blev Konge i hans Sted.