< 2 કાળવ્રત્તાંત 11 >
1 ૧ જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન: સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.
Ja kuin Rehabeam tuli Jerusalemiin, niin hän kokosi Juudan ja BenJaminin huoneen, sata ja kahdeksankymmentä tuhatta valittua sotamiestä, sotimaan Israelia vastaan, saattaaksensa valtakuntaa Rehabeamille jälleen.
2 ૨ પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,
Mutta Herran sana tuli Semajan Jumalan miehen tykö, sanoen:
3 ૩ “યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;
Puhu Rehabeamille, Salomon pojalle, Juudan kuninkaalle, ja kaikelle Israelille, jotka Juudassa ja BenJaminissa ovat, sanoen:
4 ૪ ‘ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.’” તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.
Näin sanoo Herra: ei teidän pidä nouseman eikä sotiman veljiänne vastaan, vaan palatkaat jokainen kotianne; sillä se on minulta niin tapahtunut. He olivat kuuliaiset Herran sanalle ja palasivat menemästä Jerobeamia vastaan.
5 ૫ રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
Mutta Rehabeam asui Jerusalemissa, ja rakensi Juudan kaupungit vahvaksi,
6 ૬ તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
Ja rakensi Betlehemin, Etamin ja Tekoan,
7 ૭ બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
Betsurin, Sokon, ja Adullamin,
Gatin, Maresan ja Siphin,
9 ૯ અદોરાઈમ, લાખીશ, અઝેકા,
Adoraimin, Lakiksen ja Asekan,
10 ૧૦ સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
Zorgan, Ajalonin ja Hebronin, jotka olivat kaikkein vahvimmat kaupungit Juudassa ja BenJaminissa.
11 ૧૧ તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
Ja hän teki ne vahvaksi ja pani niihin hallitsiat, ja elatuksen varaa, öljyä ja viinaa.
12 ૧૨ દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
Ja hän toimitti kaikkiin kaupunkeihin kilvet ja keihäät, ja teki ne sangen vahvaksi. Ja Juuda ja BenJamin olivat hänen allansa.
13 ૧૩ યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.
Ja papit ja Leviläiset kaikesta Israelista tulivat hänen tykönsä kaikista maansa rajoista.
14 ૧૪ લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.
Sillä Leviläiset hylkäsivät esikaupunkinsa ja saamansa ja tulivat Juudaan ja Jerusalemiin; sillä Jerobeam ja hänen poikansa ajoivat heidät pois, ettei he olisi saaneet tehdä Herralle papin palvelusta.
15 ૧૫ યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.
Mutta hän asetti papit itsellensä kukkuloille ja perkeleille, ja vasikoille, jotka hän tehdä antoi.
16 ૧૬ તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત: કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.
Ja monta kaikista Israelin sukukunnista, jotka sydämestänsä etsivät Herraa Israelin Jumalaa, tulivat heidän perässänsä Jerusalemiin, uhraamaan Herralle isäinsä Jumalalle,
17 ૧૭ તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા.
Ja vahvistivat Juudan valtakunnan, ja vahvistivat Rehabeamin Salomon pojan kolmena ajastaikana; sillä he vaelsivat Davidin ja Salomon tietä kolme ajastaikaa.
18 ૧૮ રહાબામે માહાલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરિમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
Ja Rehabeam otti Mahelatin, Jerimotin Davidin pojan tyttären, emännäksensä, niin myös Abihailin, Eliabin tyttären, Isain pojan,
19 ૧૯ તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.
Joka hänelle synnytti nämät pojat: Jeuksen, Semarian ja Sahamin.
20 ૨૦ માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, આત્તાય, ઝીઝાહ અને શલોમીથને જન્મ આપ્યો.
Sitte otti hän Maekan, Absalomin tyttären, joka hänelle synnytti Abian, Attain, Sisan ja Selomitin.
21 ૨૧ પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.
Mutta Rehabeam piti Maekan, Absalomin tyttären, rakkaampana kaikkia muita emäntiänsä ja jalkavaimojansa; sillä hänellä oli kahdeksantoistakymmentä emäntää ja kuusikymmentä jalkavaimoa, ja hän siitti kahdeksankolmattakymmentä poikaa ja kuusikymmentä tytärtä.
22 ૨૨ રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.
Ja Rehabeam asetti Abian, Maekan pojan, veljeinsä pääksi ja hallitsiaksi; sillä hän mieli tehdä hänen kuninkaaksi.
23 ૨૩ રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.
Ja hän teki toimellisesti ja jakoi poikansa Juudan ja BenJaminin maahan kaikkiin vahvoihin kaupunkeihin, ja antoi heille yltäkyllä viljaa, ja havitteli monta emäntää.