< 2 કાળવ્રત્તાંત 1 >

1 દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.
Salomo, son åt David, vart grunnfest i kongedømet sitt, og Herren hans Gud, var med honom, og gjorde honom overlag stor.
2 સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.
Då let Salomo bod fara yver heile Israel, til hovdingarne yver tusund og yver hundrad, til domarane og til alle hovdingarne i Israel, ættarhovdingarne.
3 પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.
Og Salomo og heile lyden drog til offerhaugen i Gibeon. For der stod Guds møtetjeld, det som Moses, Herrens tenar, hadde gjort i øydemarki.
4 દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.
Men Guds kista hadde David flutt upp ifrå Kirjat-Jearim til den staden han hadde laga til åt henne, for han hadde late reisa eit tjeld åt henne i Jerusalem.
5 આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.
Og koparaltaret som Besalel hadde gjort, son åt Uri, son åt Hur, det stod der framanfor Herrens hus, og der søkte Salomo og lyden honom.
6 મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.
Der ofra Salomo for Herrens åsyn på koparaltaret som høyrde til møtetjeldet, og han ofra tusund brennoffer der.
7 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”
I den same natti openberra Gud seg for Salomo og sagde til honom: «Seg kva du vil eg skal gjeva deg!»
8 સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.
Salomo svara Gud: «Du hev vist stor miskunn imot David, far min, og du hev gjort meg til konge i hans stad.
9 હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.
So lat då, Herre Gud, ordet ditt til David, far min sannast! for du hev gjort meg til konge yver eit folk som er mangment som dusti på jordi.
10 ૧૦ હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”
Gjev meg då visdom og kunnskap, so eg kann vera leidar og førar for folket! for kven evlar døma dette store folket ditt?»
11 ૧૧ ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.
Då sagde Gud til Salomo: «For di hugen din hev stade til dette, og du ikkje hev bede um rikdom, skattar, æra, eller at uvenerne dine skal døy, og heller ikkje hev bede um eit langt liv, men um visdom og kunnskap til å døma folket mitt, som eg hev gjort deg til konge yver,
12 ૧૨ હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.”
so skal du få den visdom og kunnskap, men eg gjev deg rikdom og skattar og æra og, so at ingen konge fyre deg hev ått maken, og ingen skal heller eiga maken etter deg!»
13 ૧૩ તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
Sidan for Salomo frå offerhaugen i Gibeon, frå staden framanfor møtetjeldet, og til Jerusalem, og han var konge yver Israel.
14 ૧૪ સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.
Salomo samla krigsvogner og folk, so at han hadde fjortan hundrad vogner og tolv tusund hestfolk, og dei lagde han, sume i vognbyarne og sume hjå seg sjølv i Jerusalem.
15 ૧૫ રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.
Kongen gjorde sylvet og gullet i Jerusalem likso vanlegt som stein, og cedertreet likso vanlegt som morberfiketre i låglandet.
16 ૧૬ સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
Hestarne sine fekk Salomo frå Egyptarland, med di kjøpmennerne åt kongen kjøpte deim der mot betaling.
17 ૧૭ મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.
Dei førde ut ei vogn frå Egyptarland for seks hundrad sylvdalar og ein hest for hundrad og femti. Og ved deira hjelp førde dei ut slike på same måten til alle hetitarkongarne og til syrarkongarne.

< 2 કાળવ્રત્તાંત 1 >