< તિમોથીને પહેલો પત્ર 1 >
1 ૧ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ.
हमरो उद्धारकर्ता परमेश्वर अऊर हमरी आशा को आधार मसीह यीशु की आज्ञा सी मसीह यीशु को प्रेरित पौलुस को तरफ सी हय।
2 ૨ ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
तीमुथियुस को नाम जो विश्वास म मोरो सच्चो बेटा हय: पिता परमेश्वर, अऊर हमरो प्रभु मसीह यीशु को तरफ सी तोख कृपा, दया अऊर शान्ति मिलती रहेंन।
3 ૩ હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે,
जसो मय न मकिदुनिया ख जातो समय तोख समझायो होतो, कि इफिसुस म रह्य क कुछ लोगों ख बिनती करी कि झूठी शिक्षा मत दे,
4 ૪ અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
उन्ख तुम असो कहो कि जो उन पुरानी काल्पनिक कहानियों अऊर अनन्त वंशावलियों पर मन नहीं लगाये, जिन्कोसी झगड़ा होवय हंय, अऊर यो परमेश्वर को काम नहीं, यो विश्वास द्वारा हय।
5 ૫ આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
आज्ञा को उद्देश यो हय कि प्रेम, शुद्ध मन अऊर अच्छो विवेक, अऊर निष्कपट विश्वास को द्वारा आवय हय।
6 ૬ જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.
इन ख छोड़ क कितनो लोग फालतु बात को तरफ भटक गयो हंय,
7 ૭ તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
अऊर व्यवस्थापक त बननो चाहवय हंय, पर जो बाते कह्य अऊर जिन ख मजबुतायी सी बोलय हंय, उन्ख समझय भी नहाय।
8 ૮ પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
पर हम जानजे हंय कि यदि कोयी व्यवस्था ख ठीक रीति सी काम म लाये त ऊ ठीक हय।
9 ૯ આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,
हम यो भी जानजे हय कि व्यवस्था अच्छो लोग को लायी नहाय पर व्यवस्था तोड़न वालो, विद्रोही, परमेश्वर को अपमान करन वालो, पापियों, अपवित्र अऊर अधार्मिक आदमियों, माय बाप को, हत्या करन वालो।
10 ૧૦ વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ
व्यभिचारियों, पुरुषगामियों, गुलामों ख बेचन वालो, झूठ बोलन वालो, अऊर झूठी गवाही देन वालो, अऊर इन्को अलावा सच्चो सिद्धान्त की शिक्षा को सब विरोधियों को लायी ठहरायो गयो हय।
11 ૧૧ તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
यो सुसमाचार महिमामय परमेश्वर जेको जवर पूरी आशीषें हय ओको द्वारा मोख सौंप्यो गयो हय।
12 ૧૨ મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો;
मय अपनो प्रभु मसीह यीशु को जेन मोख सामर्थ दियो हय, धन्यवाद करू हय कि ओन मोख विश्वास लायक समझ क अपनो सेवा लायी चुन लियो हय।
13 ૧૩ જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;
मय त फिर भी पहिले निन्दा करन वालो, अऊर सतावन वालो, अऊर हिन्सा करन वालो होतो, तब भी मोरो पर दया भयी, कहालीकि मय न अविश्वास की दशा म बिना समझ्यो यो काम करत होतो।
14 ૧૪ પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
अऊर हमरो प्रभु को अनुग्रह ऊ विश्वास अऊर प्रेम को संग जो मसीह यीशु म हय, बहुतायत सी भयो।
15 ૧૫ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;
या बात सच अऊर हर तरह सी मानन लायक हय मसीह यीशु पापियों को उद्धार करन लायी जगत म आयो, उन म सी सब सी बड़ो पापी मय आय।
16 ૧૬ પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. (aiōnios )
पर मोरो पर येकोलायी दया भयी कि मय सब सी बड़ो पापी म यीशु मसीह अपनी पूरी सहनशीलता दिखाये, कि जो लोग ओको पर विश्वास करेंन हि अनन्त जीवन लायी मय एक आदर्श बनू। (aiōnios )
17 ૧૭ જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન. (aiōn )
अब अनन्त युग को राजा मतलब अविनाशी, अनदेखे, केवल एक परमेश्वर को आदर अऊर महिमा हमेशा होती रहे। आमीन। (aiōn )
18 ૧૮ દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે;
हे मोरो बेटा तीमुथियुस, जो तोरो बारे म वचन कि भविष्यवानी करी गयी होती ओको अनुसार, मय आज्ञा देऊ हय कि तय वचन ख अवजार को अनुसार अच्छी लड़ाई लड़तो रहे,
19 ૧૯ અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.
अऊर विश्वास अऊर ऊ अच्छो विवेक ख पकड़्यो रख, जेक नकारन को वजह कितनो को विश्वास रूपी जहाज डुब गयो।
20 ૨૦ તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
उनच म सी हुमिनयुस अऊर सिकन्दर हंय, जिन्ख मय न शैतान ख सौंप दियो हय कि ताकी ऊ सिखे कि दूसरों की निन्दा करनो बन्द कर दे।