< તિમોથીને પહેલો પત્ર 6 >
1 ૧ જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ.
យាវន្តោ លោកា យុគធារិណោ ទាសាះ សន្តិ តេ ស្វស្វស្វាមិនំ បូណ៌សមាទរយោគ្យំ មន្យន្តាំ នោ ចេទ៑ ឦឝ្វរស្យ នាម្ន ឧបទេឝស្យ ច និន្ទា សម្ភវិឞ្យតិ។
2 ૨ તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ.
យេឞាញ្ច ស្វាមិនោ វិឝ្វាសិនះ ភវន្តិ តៃស្តេ ភ្រាត្ឫត្វាត៑ នាវជ្ញេយាះ កិន្តុ តេ កម៌្មផលភោគិនោ វិឝ្វាសិនះ ប្រិយាឝ្ច ភវន្តីតិ ហេតោះ សេវនីយា ឯវ, ត្វម៑ ឯតានិ ឝិក្ឞយ សមុបទិឝ ច។
3 ૩ જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી,
យះ កឝ្ចិទ៑ ឥតរឝិក្ឞាំ ករោតិ, អស្មាកំ ប្រភោ រ្យីឝុខ្រីឞ្ដស្យ ហិតវាក្យានីឝ្វរភក្តេ រ្យោគ្យាំ ឝិក្ឞាញ្ច ន ស្វីករោតិ
4 ૪ તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે,
ស ទប៌ធ្មាតះ សវ៌្វថា ជ្ញានហីនឝ្ច វិវាទៃ រ្វាគ្យុទ្ធៃឝ្ច រោគយុក្តឝ្ច ភវតិ។
5 ૫ અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.
តាទ្ឫឝាទ៑ ភាវាទ៑ ឦឞ៌្យាវិរោធាបវាទទុឞ្ដាសូយា ភ្រឞ្ដមនសាំ សត្យជ្ញានហីនានាម៑ ឦឝ្វរភក្តិំ លាភោបាយម៑ ឥវ មន្យមានានាំ លោកានាំ វិវាទាឝ្ច ជាយន្តេ តាទ្ឫឝេភ្យោ លោកេភ្យស្ត្វំ ប្ឫថក៑ តិឞ្ឋ។
6 ૬ પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે;
សំយតេច្ឆយា យុក្តា យេឝ្វរភក្តិះ សា មហាលាភោបាយោ ភវតីតិ សត្យំ។
7 ૭ કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી.
ឯតជ្ជគត្ប្រវេឝនកាលេៜស្មាភិះ កិមបិ នានាយិ តត្តយជនកាលេៜបិ កិមបិ នេតុំ ន ឝក្ឞ្យត ឥតិ និឝ្ចិតំ។
8 ૮ પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.
អតឯវ ខាទ្យាន្យាច្ឆាទនានិ ច ប្រាប្យាស្មាភិះ សន្តុឞ្ដៃ រ្ភវិតវ្យំ។
9 ૯ જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે.
យេ តុ ធនិនោ ភវិតុំ ចេឞ្ដន្តេ តេ បរីក្ឞាយាម៑ ឧន្មាថេ បតន្តិ យេ ចាភិលាឞា មានវាន៑ វិនាឝេ នរកេ ច មជ្ជយន្តិ តាទ្ឫឝេឞ្វជ្ញានាហិតាភិលាឞេឞ្វបិ បតន្តិ។
10 ૧૦ કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.
យតោៜរ្ថស្ប្ឫហា សវ៌្វេឞាំ ទុរិតានាំ មូលំ ភវតិ តាមវលម្ព្យ កេចិទ៑ វិឝ្វាសាទ៑ អភ្រំឝន្ត នានាក្លេឝៃឝ្ច ស្វាន៑ អវិធ្យន៑។
11 ૧૧ પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.
ហេ ឦឝ្វរស្យ លោក ត្វម៑ ឯតេភ្យះ បលាយ្យ ធម៌្ម ឦឝ្វរភក្តិ រ្វិឝ្វាសះ ប្រេម សហិឞ្ណុតា ក្ឞាន្តិឝ្ចៃតាន្យាចរ។
12 ૧૨ વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. (aiōnios )
វិឝ្វាសរូបម៑ ឧត្តមយុទ្ធំ កុរុ, អនន្តជីវនម៑ អាលម្ពស្វ យតស្តទត៌្ហំ ត្វម៑ អាហូតោ ៜភវះ, ពហុសាក្ឞិណាំ សមក្ឞញ្ចោត្តមាំ ប្រតិជ្ញាំ ស្វីក្ឫតវាន៑។ (aiōnios )
13 ૧૩ ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે,
អបរំ សវ៌្វេឞាំ ជីវយិតុរីឝ្វរស្យ សាក្ឞាទ៑ យឝ្ច ខ្រីឞ្ដោ យីឝុះ បន្តីយបីលាតស្យ សមក្ឞម៑ ឧត្តមាំ ប្រតិជ្ញាំ ស្វីក្ឫតវាន៑ តស្យ សាក្ឞាទ៑ អហំ ត្វាម៑ ឥទម៑ អាជ្ញាបយាមិ។
14 ૧૪ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ.
ឦឝ្វរេណ ស្វសមយេ ប្រកាឝិតវ្យម៑ អស្មាកំ ប្រភោ រ្យីឝុខ្រីឞ្ដស្យាគមនំ យាវត៑ ត្វយា និឞ្កលង្កត្វេន និទ៌្ទោឞត្វេន ច វិធី រក្ឞ្យតាំ។
15 ૧૫ જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે,
ស ឦឝ្វរះ សច្ចិទានន្ទះ, អទ្វិតីយសម្រាដ៑, រាជ្ញាំ រាជា, ប្រភូនាំ ប្រភុះ,
16 ૧૬ તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન. (aiōnios )
អមរតាយា អទ្វិតីយ អាករះ, អគម្យតេជោនិវាសី, មត៌្ត្យានាំ កេនាបិ ន ទ្ឫឞ្ដះ កេនាបិ ន ទ្ឫឝ្យឝ្ច។ តស្យ គៅរវបរាក្រមៅ សទាតនៅ ភូយាស្តាំ។ អាមេន៑។ (aiōnios )
17 ૧૭ આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; (aiōn )
ឥហលោកេ យេ ធនិនស្តេ ចិត្តសមុន្នតិំ ចបលេ ធនេ វិឝ្វាសញ្ច ន កុវ៌្វតាំ កិន្តុ ភោគាត៌្ហម៑ អស្មភ្យំ ប្រចុរត្វេន សវ៌្វទាតា (aiōn )
18 ૧૮ કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય;
យោៜមរ ឦឝ្វរស្តស្មិន៑ វិឝ្វសន្តុ សទាចារំ កុវ៌្វន្តុ សត្កម៌្មធនេន ធនិនោ សុកលា ទាតារឝ្ច ភវន្តុ,
19 ૧૯ ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
យថា ច សត្យំ ជីវនំ បាប្នុយុស្តថា បារត្រិកាម៑ ឧត្តមសម្បទំ សញ្ចិន្វន្ត្វេតិ ត្វយាទិឝ្យន្តាំ។
20 ૨૦ હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
ហេ តីមថិយ, ត្វម៑ ឧបនិធិំ គោបយ កាល្បនិកវិទ្យាយា អបវិត្រំ ប្រលាបំ វិរោធោក្តិញ្ច ត្យជ ច,
21 ૨૧ જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.
យតះ កតិបយា លោកាស្តាំ វិទ្យាមវលម្ព្យ វិឝ្វាសាទ៑ ភ្រឞ្ដា អភវន។ ប្រសាទស្តវ សហាយោ ភូយាត៑។ អាមេន៑។