< તિમોથીને પહેલો પત્ર 6 >

1 જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ.
যাৱন্তো লোকা যুগধাৰিণো দাসাঃ সন্তি তে স্ৱস্ৱস্ৱামিনং পূৰ্ণসমাদৰযোগ্যং মন্যন্তাং নো চেদ্ ঈশ্ৱৰস্য নাম্ন উপদেশস্য চ নিন্দা সম্ভৱিষ্যতি|
2 તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ.
যেষাঞ্চ স্ৱামিনো ৱিশ্ৱাসিনঃ ভৱন্তি তৈস্তে ভ্ৰাতৃৎৱাৎ নাৱজ্ঞেযাঃ কিন্তু তে কৰ্ম্মফলভোগিনো ৱিশ্ৱাসিনঃ প্ৰিযাশ্চ ভৱন্তীতি হেতোঃ সেৱনীযা এৱ, ৎৱম্ এতানি শিক্ষয সমুপদিশ চ|
3 જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી,
যঃ কশ্চিদ্ ইতৰশিক্ষাং কৰোতি, অস্মাকং প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য হিতৱাক্যানীশ্ৱৰভক্তে ৰ্যোগ্যাং শিক্ষাঞ্চ ন স্ৱীকৰোতি
4 તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે,
স দৰ্পধ্মাতঃ সৰ্ৱ্ৱথা জ্ঞানহীনশ্চ ৱিৱাদৈ ৰ্ৱাগ্যুদ্ধৈশ্চ ৰোগযুক্তশ্চ ভৱতি|
5 અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.
তাদৃশাদ্ ভাৱাদ্ ঈৰ্ষ্যাৱিৰোধাপৱাদদুষ্টাসূযা ভ্ৰষ্টমনসাং সত্যজ্ঞানহীনানাম্ ঈশ্ৱৰভক্তিং লাভোপাযম্ ইৱ মন্যমানানাং লোকানাং ৱিৱাদাশ্চ জাযন্তে তাদৃশেভ্যো লোকেভ্যস্ত্ৱং পৃথক্ তিষ্ঠ|
6 પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે;
সংযতেচ্ছযা যুক্তা যেশ্ৱৰভক্তিঃ সা মহালাভোপাযো ভৱতীতি সত্যং|
7 કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી.
এতজ্জগৎপ্ৰৱেশনকালেঽস্মাভিঃ কিমপি নানাযি তত্তযজনকালেঽপি কিমপি নেতুং ন শক্ষ্যত ইতি নিশ্চিতং|
8 પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.
অতএৱ খাদ্যান্যাচ্ছাদনানি চ প্ৰাপ্যাস্মাভিঃ সন্তুষ্টৈ ৰ্ভৱিতৱ্যং|
9 જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે.
যে তু ধনিনো ভৱিতুং চেষ্টন্তে তে পৰীক্ষাযাম্ উন্মাথে পতন্তি যে চাভিলাষা মানৱান্ ৱিনাশে নৰকে চ মজ্জযন্তি তাদৃশেষ্ৱজ্ঞানাহিতাভিলাষেষ্ৱপি পতন্তি|
10 ૧૦ કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.
১০যতোঽৰ্থস্পৃহা সৰ্ৱ্ৱেষাং দুৰিতানাং মূলং ভৱতি তামৱলম্ব্য কেচিদ্ ৱিশ্ৱাসাদ্ অভ্ৰংশন্ত নানাক্লেশৈশ্চ স্ৱান্ অৱিধ্যন্|
11 ૧૧ પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.
১১হে ঈশ্ৱৰস্য লোক ৎৱম্ এতেভ্যঃ পলায্য ধৰ্ম্ম ঈশ্ৱৰভক্তি ৰ্ৱিশ্ৱাসঃ প্ৰেম সহিষ্ণুতা ক্ষান্তিশ্চৈতান্যাচৰ|
12 ૧૨ વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. (aiōnios g166)
১২ৱিশ্ৱাসৰূপম্ উত্তমযুদ্ধং কুৰু, অনন্তজীৱনম্ আলম্বস্ৱ যতস্তদৰ্থং ৎৱম্ আহূতো ঽভৱঃ, বহুসাক্ষিণাং সমক্ষঞ্চোত্তমাং প্ৰতিজ্ঞাং স্ৱীকৃতৱান্| (aiōnios g166)
13 ૧૩ ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે,
১৩অপৰং সৰ্ৱ্ৱেষাং জীৱযিতুৰীশ্ৱৰস্য সাক্ষাদ্ যশ্চ খ্ৰীষ্টো যীশুঃ পন্তীযপীলাতস্য সমক্ষম্ উত্তমাং প্ৰতিজ্ঞাং স্ৱীকৃতৱান্ তস্য সাক্ষাদ্ অহং ৎৱাম্ ইদম্ আজ্ঞাপযামি|
14 ૧૪ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ.
১৪ঈশ্ৱৰেণ স্ৱসমযে প্ৰকাশিতৱ্যম্ অস্মাকং প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্যাগমনং যাৱৎ ৎৱযা নিষ্কলঙ্কৎৱেন নিৰ্দ্দোষৎৱেন চ ৱিধী ৰক্ষ্যতাং|
15 ૧૫ જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે,
১৫স ঈশ্ৱৰঃ সচ্চিদানন্দঃ, অদ্ৱিতীযসম্ৰাট্, ৰাজ্ঞাং ৰাজা, প্ৰভূনাং প্ৰভুঃ,
16 ૧૬ તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન. (aiōnios g166)
১৬অমৰতাযা অদ্ৱিতীয আকৰঃ, অগম্যতেজোনিৱাসী, মৰ্ত্ত্যানাং কেনাপি ন দৃষ্টঃ কেনাপি ন দৃশ্যশ্চ| তস্য গৌৰৱপৰাক্ৰমৌ সদাতনৌ ভূযাস্তাং| আমেন্| (aiōnios g166)
17 ૧૭ આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; (aiōn g165)
১৭ইহলোকে যে ধনিনস্তে চিত্তসমুন্নতিং চপলে ধনে ৱিশ্ৱাসঞ্চ ন কুৰ্ৱ্ৱতাং কিন্তু ভোগাৰ্থম্ অস্মভ্যং প্ৰচুৰৎৱেন সৰ্ৱ্ৱদাতা (aiōn g165)
18 ૧૮ કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય;
১৮যোঽমৰ ঈশ্ৱৰস্তস্মিন্ ৱিশ্ৱসন্তু সদাচাৰং কুৰ্ৱ্ৱন্তু সৎকৰ্ম্মধনেন ধনিনো সুকলা দাতাৰশ্চ ভৱন্তু,
19 ૧૯ ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
১৯যথা চ সত্যং জীৱনং পাপ্নুযুস্তথা পাৰত্ৰিকাম্ উত্তমসম্পদং সঞ্চিন্ৱন্ত্ৱেতি ৎৱযাদিশ্যন্তাং|
20 ૨૦ હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
২০হে তীমথিয, ৎৱম্ উপনিধিং গোপয কাল্পনিকৱিদ্যাযা অপৱিত্ৰং প্ৰলাপং ৱিৰোধোক্তিঞ্চ ত্যজ চ,
21 ૨૧ જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.
২১যতঃ কতিপযা লোকাস্তাং ৱিদ্যামৱলম্ব্য ৱিশ্ৱাসাদ্ ভ্ৰষ্টা অভৱন| প্ৰসাদস্তৱ সহাযো ভূযাৎ| আমেন্|

< તિમોથીને પહેલો પત્ર 6 >