< તિમોથીને પહેલો પત્ર 5 >
1 ૧ વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;
Старцу не твори пакости, но утешай якоже отца: юношы, якоже братию:
2 ૨ જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.
старицы, якоже матери: юныя, якоже сестры, со всякою чистотою.
3 ૩ જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.
Вдовицы чти сущыя истинныя вдовицы.
4 ૪ વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.
Аще же кая вдовица чада или внучата имать, да учатся прежде свой дом благочестиво устроити и взаем воздаяти родителем: сие бо есть благоугодно пред Богом.
5 ૫ તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.
А сущая истинная вдовица и уединена, уповает на Бога и пребывает в молитвах и молениих день и нощь:
6 ૬ પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે.
питающаяся же пространно, жива умерла.
7 ૭ આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને.
И сия завещавай, да непорочни будут.
8 ૮ પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.
Аще же кто о своих, паче же о присных не промышляет, веры отверглся есть и невернаго горший есть.
9 ૯ જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી,
Вдовица же да причитается не менши лет шестидесятих, бывши единому мужу жена,
10 ૧૦ સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.
в делех добрых свидетелствуема, аще чада воспитала есть, аще святых нозе умы, аще странныя прият, аще скорбным утешение бысть, аще всякому делу благу последовала есть.
11 ૧૧ પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે.
Юных же вдовиц отрицайся: егда бо разсвирепеют о Христе, посягати хотят,
12 ૧૨ તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે.
имущыя грех, яко первыя веры отвергошася:
13 ૧૩ તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.
купно же и праздны учатся обходити домы, не точию же праздны, но и блядивы и оплазивы, глаголющыя, яже не подобает.
14 ૧૪ માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે.
Хощу убо юным вдовицам посягати, чада раждати, дом строити, ни едины же вины даяти противному хулы ради:
15 ૧૫ કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે.
се бо некия развратишася вслед сатаны.
16 ૧૬ જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.
Аще кто верен или верна имать вдовицы, да довлит их, и да не тяготится Церковь, да сущих истинных вдовиц удоволит.
17 ૧૭ જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા.
Прилежащии же добре пресвитери сугубыя чести да сподобляются: паче же труждающиися в слове и учении.
18 ૧૮ કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, ‘કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ’ અને ‘કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે’.
Глаголет бо Писание: вола молотяща не обротиши: и: достоин делатель мзды своея.
19 ૧૯ બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સ્વીકારીશ નહિ.
На пресвитера хулы не приемли, разве при двою или триех свидетелех.
20 ૨૦ પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે.
Согрешающих же пред всеми обличай, да и прочии страх имут.
21 ૨૧ ઈશ્વર, ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા સ્વર્ગદૂતોની સમક્ષ ગંભીરતાપૂર્વક હું પ્રમાણિત કરું છું કે, આ બાબતોને પૂર્વગ્રહ વિના, પક્ષપાતથી દુર રહીને કર.
Засвидетелствую пред Богом, и Господем Иисус Христом, и избранными (его) Ангелы, да сия сохраниши без лицемерия, ничесоже творя по уклонению.
22 ૨૨ કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ.
Руки скоро не возлагай ни на когоже, ниже приобщайся чужым грехом: себе чиста соблюдай.
23 ૨૩ હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે.
Ктому не пий воды, но мало вина приемли, стомаха ради твоего и частых твоих недугов.
24 ૨૪ કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે.
Неких (же) человек греси предявлени суть, предваряюще на суд: неким же и последствуют.
25 ૨૫ તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.
Такожде и добрая дела предявлена суть: и сущая инако, утаитися не могут.