< તિમોથીને પહેલો પત્ર 4 >
1 ૧ પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,
But the spirit seith opynli, that in the laste tymes summen schulen departe fro the feith, yyuynge tent to spiritis of errour, and to techingis of deuelis; that speken leesing in ipocrisie,
2 ૨ અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
and haue her conscience corrupt,
3 ૩ તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.
forbedinge to be weddid, to absteyne fro metis, whiche God made to take with doyng of thankingis, to feithful men, and hem that han knowe the treuthe.
4 ૪ ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ
For ech creature of God is good, and no thing is to be cast awei, which is takun with doyng of thankyngis;
5 ૫ કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
for it is halewid bi the word of God, and bi preyer.
6 ૬ આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.
Thou puttynge forth these thingis to britheren, schalt be a good mynystre of Crist Jhesu; nurschid with wordis of feith and of good doctryne, which thou hast gete.
7 ૭ પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;
But eschewe thou vncouenable fablis, and elde wymmenus fablis; haunte thi silf to pitee.
8 ૮ કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.
For bodili exercitation is profitable to litle thing; but pitee is profitable to alle thingis, that hath a biheest of lijf that now is, and that is to come.
9 ૯ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
A trewe word, and worthi al acceptacioun.
10 ૧૦ તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
And in this thing we trauelen, and ben cursid, for we hopen in lyuyng God, that is sauyour of alle men, moost of feithful men.
11 ૧૧ આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
Comaunde thou this thing, and teche.
12 ૧૨ તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
No man dispise thi yongthe, but be thou ensaumple of feithful men in word, in lyuyng, in charite, in feith, in chastite.
13 ૧૩ હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
Tyl Y come, take tent to redyng, to exortacioun and teching.
14 ૧૪ જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.
Nyle thou litil charge the grace which is in thee, that is youun to thee bi profecie, with putting on of the hondis of preesthod.
15 ૧૫ એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
Thenke thou these thingis, in these be thou, that thi profiting be schewid to alle men.
16 ૧૬ પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.
Take tent to thi silf and to doctryn; be bisi in hem. For thou doynge these thingis, schalt `make bothe thi silf saaf, and hem that heren thee.