< તિમોથીને પહેલો પત્ર 4 >

1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,
Ruhu hla ni ra du ivi u' kle kle ndi bari ba yab shishi ni bangaskiya da ya suron mba ni ruhahi bi qru ni tsro u ibrji.
2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
Ni mi ce ni meme mre ani kle.
3 તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.
Ba zu ndi duba na gra na da na kpa biri wa Rji ti ni grie na ni bi wa ba kpa yeim da toh jaji.
4 ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ
Naki ikpie wa trji ti a didi ma. Tkpie wa ki kpa wawu'u ni grie, duba na kamba ni'u'na.
5 કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
Nakima ba gla u' nitre Rji nibre.
6 આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.
Inde u' no mir vayi mere rkpie bi yi u' zama gran didima'u Almasihu don basi me u ni tu tre bangaskiya ni tsro wa u' hu'a.
7 પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;
Na yo ton di wo cholonchon u gbugbulu wa cice mba ba so na, nakima wu ka hari tume di hu Rji.
8 કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.
Nakima horo u kpa ahei ni amfani fi me yi, aman horo ni mi hu Rji a hei ni amfani ni kpie wawo'u ni mi ma ahei ni yo yeiu ni rayuwa ni rayuwa u ye.
9 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
Nakima itre yi a jaji wa ba kpa wawu'u.
10 ૧૦ તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
A kimasa du ta ni tidu susai, don ki yo suron ni Rji wandi ani vri ni kpa ndi chuwo wawu'u musama biwo ba kpa yeim ni wu.
11 ૧૧ આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
Nakima wuka hla di bla kpie bi yi ni bawu.
12 ૧૨ તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
Na kpa yeim du dio kpa inze me tsir na naki ma wuka zama wa ba yi koyi ni bi hu ni tre, na hali ni son nididi, nikuma yeryer.
13 ૧૩ હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
Sei miye, yo tu di bla, di wa tre a di tsro.
14 ૧૪ જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.
Na kpa baiwa wa ahei ni wu tsir na, wa ba no ni annabci wa bi cice ndi ba vu wo sa ni wu.
15 ૧૫ એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
Mla kpie bi yi jin di du guci me du zama wa ndi ba wawu'u baka toh ni shishi mba.
16 ૧૬ પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.
Mla tume ti ni koyarwa me di guci ni mi kpi bi yi, nakima wu'u kpa tume cuwo ni bi wa ba zi wo'u

< તિમોથીને પહેલો પત્ર 4 >