< તિમોથીને પહેલો પત્ર 3 >
1 ૧ જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉત્તમ કાર્યની ઇચ્છા રાખે છે, આ વિધાન વિશ્વસનીય છે.
১যদি কশ্চিদ্ অধ্যক্ষপদম্ আকাঙ্ক্ষতে তৰ্হি স উত্তমং কৰ্ম্ম লিপ্সত ইতি সত্যং|
2 ૨ તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર;
২অতোঽধ্যক্ষেণানিন্দিতেনৈকস্যা যোষিতো ভৰ্ত্ৰা পৰিমিতভোগেন সংযতমনসা সভ্যেনাতিথিসেৱকেন শিক্ষণে নিপুণেন
3 ૩ દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ.
৩ন মদ্যপেন ন প্ৰহাৰকেণ কিন্তু মৃদুভাৱেন নিৰ্ৱ্ৱিৱাদেন নিৰ্লোভেন
4 ૪ પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ.
৪স্ৱপৰিৱাৰাণাম্ উত্তমশাসকেন পূৰ্ণৱিনীতৎৱাদ্ ৱশ্যানাং সন্তানানাং নিযন্ত্ৰা চ ভৱিতৱ্যং|
5 ૫ કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી વિશ્વાસી સમુદાય ની સંભાળ કેવી રીતે રાખશે?
৫যত আত্মপৰিৱাৰান্ শাসিতুং যো ন শক্নোতি তেনেশ্ৱৰস্য সমিতেস্তত্ত্ৱাৱধাৰণং কথং কাৰিষ্যতে?
6 ૬ બિનઅનુભવી નહિ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.
৬অপৰং স গৰ্ৱ্ৱিতো ভূৎৱা যৎ শযতান ইৱ দণ্ডযোগ্যো ন ভৱেৎ তদৰ্থং তেন নৱশিষ্যেণ ন ভৱিতৱ্যং|
7 ૭ વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.
৭যচ্চ নিন্দাযাং শযতানস্য জালে চ ন পতেৎ তদৰ্থং তেন বহিঃস্থলোকানামপি মধ্যে সুখ্যাতিযুক্তেন ভৱিতৱ্যং|
8 ૮ એ જ પ્રમાણે સેવકો પણ પ્રતિષ્ઠિત, બે મોંઢે બોલનાર નહિ, દારૂનાં વ્યસની નહિ, અપ્રામાણિક નફાના લોભી નહિ;
৮তদ্ৱৎ পৰিচাৰকৈৰপি ৱিনীতৈ ৰ্দ্ৱিৱিধৱাক্যৰহিতৈ ৰ্বহুমদ্যপানে ঽনাসক্তৈ ৰ্নিৰ্লোভৈশ্চ ভৱিতৱ্যং,
9 ૯ વિશ્વાસના મર્મને શુદ્ધ અંતઃકરણથી પકડી રાખનાર હોવા જોઈએ.
৯নিৰ্ম্মলসংৱেদেন চ ৱিশ্ৱাসস্য নিগূঢৱাক্যং ধাতিৱ্যঞ্চ|
10 ૧૦ પ્રથમ તેઓની પરખ થાય; પછી જેઓ નિર્દોષ ઠરે તેઓને સેવા કરવા દે.
১০অগ্ৰে তেষাং পৰীক্ষা ক্ৰিযতাং ততঃ পৰম্ অনিন্দিতা ভূৎৱা তে পৰিচৰ্য্যাং কুৰ্ৱ্ৱন্তু|
11 ૧૧ એ જ પ્રમાણે સેવિકાઓ પ્રતિષ્ઠિત, નિંદાખોર નહિ, સ્પષ્ટ વિચારનાર, સર્વ બાબતે વિશ્વાસુ હોવી જોઈએ.
১১অপৰং যোষিদ্ভিৰপি ৱিনীতাভিৰনপৱাদিকাভিঃ সতৰ্কাভিঃ সৰ্ৱ্ৱত্ৰ ৱিশ্ৱাস্যাভিশ্চ ভৱিতৱ্যং|
12 ૧૨ વળી સેવકો એક જ સ્ત્રીનાં પતિ, પોતાનાં સંતાનો તથા ઘરનું યોગ્ય સંચાલન કરનારા હોવા જોઈએ.
১২পৰিচাৰকা একৈকযোষিতো ভৰ্ত্তাৰো ভৱেযুঃ, নিজসন্তানানাং পৰিজনানাঞ্চ সুশাসনং কুৰ্য্যুশ্চ|
13 ૧૩ કેમ કે જેઓએ સારી સેવા કરી હોય તેઓ ઉચ્ચ દરજ્જો પામે છે; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં દૃઢતા પ્રાપ્ત કરે છે.
১৩যতঃ সা পৰিচৰ্য্যা যৈ ৰ্ভদ্ৰৰূপেণ সাধ্যতে তে শ্ৰেষ্ঠপদং প্ৰাপ্নুৱন্তি খ্ৰীষ্টে যীশৌ ৱিশ্ৱাসেন মহোৎসুকা ভৱন্তি চ|
14 ૧૪ હું તારી પાસે ટૂંક સમયમાં આવવાની આશા સાથે તને આ વાતો લખું છું;
১৪ৎৱাং প্ৰত্যেতৎপত্ৰলেখনসমযে শীঘ্ৰং ৎৱৎসমীপগমনস্য প্ৰত্যাশা মম ৱিদ্যতে|
15 ૧૫ પણ જો મને આવતાં વિલંબ થાય, તો ઈશ્વરનું ઘર, કે જે જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે, તેમાં વ્યક્તિએ યોગ્ય રીતે વર્તવું તે તું જાણે.
১৫যদি ৱা ৱিলম্বেয তৰ্হীশ্ৱৰস্য গৃহে ঽৰ্থতঃ সত্যধৰ্ম্মস্য স্তম্ভভিত্তিমূলস্ৱৰূপাযাম্ অমৰেশ্ৱৰস্য সমিতৌ ৎৱযা কীদৃশ আচাৰঃ কৰ্ত্তৱ্যস্তৎ জ্ঞাতুং শক্ষ্যতে|
16 ૧૬ નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.
১৬অপৰং যস্য মহত্ত্ৱং সৰ্ৱ্ৱস্ৱীকৃতম্ ঈশ্ৱৰভক্তেস্তৎ নিগূঢৱাক্যমিদম্ ঈশ্ৱৰো মানৱদেহে প্ৰকাশিত আত্মনা সপুণ্যীকৃতো দূতৈঃ সন্দৃষ্টঃ সৰ্ৱ্ৱজাতীযানাং নিকটে ঘোষিতো জগতো ৱিশ্ৱাসপাত্ৰীভূতস্তেজঃপ্ৰাপ্তযে স্ৱৰ্গং নীতশ্চেতি|