< તિમોથીને પહેલો પત્ર 1 >

1 ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ.
这封信来自保罗,我是耶稣基督以救世主上帝和我们的希望耶稣基督之权威,指定的使徒。
2 ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
本信函写给我们真正的儿子提摩太,因为你们相信上帝。愿你们拥有来自父上帝和我们主基督耶稣的恩惠、怜悯和平安。
3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે,
我在去马其顿的路上,曾劝你留在以弗所,这样就可以嘱咐某些人不要宣讲错误想法。
4 અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
也不要关心没有凭据的传说和无穷尽的家谱;这种事情只会引起争论,不会帮助我们理解我们所相信的上帝。
5 આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
我之所以坚持这一点,是因为这样我们可能会获得来自纯粹心灵的爱,来自干净良心和对上帝真诚的信。
6 જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.
有些人偏离了这些事情,并最终开始胡说八道
7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
他们野心勃勃地想要做律法教师,却不明白自己讲的是什么,大肆宣扬的又是什么。
8 પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
现在我们意识到,律法只要正确使用就是好的。
9 આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,
我们也知道律法本来不是为良善正直的好人而设,而是为那些无法无天、忽视法律的人而设。它适用于那些不需要上帝、不虔诚、从不圣洁形式、完全不虔诚的人。它适用于那些弑父杀母的人、杀人犯、
10 ૧૦ વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ
淫乱的、亲男色的、拐带人口的、说谎的、做假见证的,以及反对正道的人。
11 ૧૧ તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
我们所称颂的上帝委托我宣讲的荣耀福音,决定了这一切。
12 ૧૨ મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો;
我感谢赐我力量、我们的主基督耶稣,因为他认为我有值得信赖,派我服侍他。
13 ૧૩ જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;
尽管我曾经亵渎上帝,迫害和虐待上帝的子民,但上帝仍然怜悯于我,因为我是在无知和不信的情况下才那样做。
14 ૧૪ પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
我们主的恩典充满我的身体,随着基督耶稣里给我的信心和爱,这恩典满溢出来。
15 ૧૫ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;
你应该相信、所有人都应该接纳一句话。“基督耶稣降临世间,为了拯救罪人。”我就是其中最大的罪人。
16 ૧૬ પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. (aiōnios g166)
因为这个缘故,我蒙受怜悯, 让基督耶稣在我这最大罪人的身上,显示他无尽的耐心,为后来信他得永生的人作榜样。 (aiōnios g166)
17 ૧૭ જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન. (aiōn g165)
愿万世君王、不朽无形的唯一上帝,永远拥有尊贵荣耀。阿门。 (aiōn g165)
18 ૧૮ દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે;
提摩太,我的儿子,这些是我想给你的指示,遵循那些让你走到现在的预言,这样你就能为良善而战斗。
19 ૧૯ અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.
常保对上帝的信,要有干净的良心。有些人拒绝这样做,他们对上帝的信就彻底破坏了。
20 ૨૦ તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
许米乃和亚历山大就是这样的人,我已经“把他们交给撒旦”,让他们学会不要亵渎上帝。

< તિમોથીને પહેલો પત્ર 1 >