< થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 3 >
1 ૧ માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.
διο μηκετι στεγοντες ευδοκησαμεν καταλειφθηναι εν αθηναις μονοι
2 ૨ અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.
και επεμψαμεν τιμοθεον τον αδελφον ημων και διακονον του θεου και συνεργον ημων εν τω ευαγγελιω του χριστου εις το στηριξαι υμας και παρακαλεσαι υμας περι της πιστεως υμων
3 ૩ કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.
τω μηδενα σαινεσθαι εν ταις θλιψεσιν ταυταις αυτοι γαρ οιδατε οτι εις τουτο κειμεθα
4 ૪ જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો.
και γαρ οτε προς υμας ημεν προελεγομεν υμιν οτι μελλομεν θλιβεσθαι καθως και εγενετο και οιδατε
5 ૫ એ કારણને લીધે જયારે મારાથી વધારે સહન કરી શકાયું નહિ ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારુ તિમોથીને મોકલ્યો; એમ ન થાય કે શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત નકામી ગઈ હોય!
δια τουτο καγω μηκετι στεγων επεμψα εις το γνωναι την πιστιν υμων μηπως επειρασεν υμας ο πειραζων και εις κενον γενηται ο κοπος ημων
6 ૬ પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો.
αρτι δε ελθοντος τιμοθεου προς ημας αφ υμων και ευαγγελισαμενου ημιν την πιστιν και την αγαπην υμων και οτι εχετε μνειαν ημων αγαθην παντοτε επιποθουντες ημας ιδειν καθαπερ και ημεις υμας
7 ૭ એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા.
δια τουτο παρεκληθημεν αδελφοι εφ υμιν επι παση τη θλιψει και αναγκη ημων δια της υμων πιστεως
8 ૮ તમે પ્રભુમાં સ્થિર છો તેથી અમને નિરાંત છે.
οτι νυν ζωμεν εαν υμεις στηκητε εν κυριω
9 ૯ કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની ઘણી જ આભારસ્તુતિ કરીએ છીએ!
τινα γαρ ευχαριστιαν δυναμεθα τω θεω ανταποδουναι περι υμων επι παση τη χαρα η χαιρομεν δι υμας εμπροσθεν του θεου ημων
10 ૧૦ અમે રાતદિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ.
νυκτος και ημερας υπερ εκπερισσου δεομενοι εις το ιδειν υμων το προσωπον και καταρτισαι τα υστερηματα της πιστεως υμων
11 ૧૧ હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે.
αυτος δε ο θεος και πατηρ ημων και ο κυριος ημων ιησους χριστος κατευθυναι την οδον ημων προς υμας
12 ૧૨ જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પરસ્પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વધારો કરો;
υμας δε ο κυριος πλεονασαι και περισσευσαι τη αγαπη εις αλληλους και εις παντας καθαπερ και ημεις εις υμας
13 ૧૩ એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.
εις το στηριξαι υμων τας καρδιας αμεμπτους εν αγιωσυνη εμπροσθεν του θεου και πατρος ημων εν τη παρουσια του κυριου ημων ιησου χριστου μετα παντων των αγιων αυτου