< થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 1 >
1 ૧ ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.
Paul, Silvanus and Timothy, to the congregation of Thessalonians in God the Father and Sovereign Jesus Christ: Grace and peace to you from God our Father and Sovereign Jesus Christ.
2 ૨ અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;
We always give thanks to God for all of you, making mention of you in our prayers,
3 ૩ તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.
continually remembering before our God and Father your work for the Faith and your labor coming from the Love and your perseverance based on the Hope, our Lord Jesus Christ being their source,
4 ૪ ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે.
knowing as we do, brothers loved by God, that you are chosen.
5 ૫ કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.
You see, our Gospel did not come to you in word only, but also in power and in the Holy Spirit and with complete certainty (of course you know what sort of men we proved to be among you for your sake).
6 ૬ તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી.
Yes you became imitators of us and of the Lord, having received the Word with the Holy Spirit's joy, in spite of severe affliction,
7 ૭ જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.
so that you became examples to all the believers in Macedonia and Achaia.
8 ૮ કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી.
That is because the Word of the Lord sounded out from you, not only in Macedonia and Achaia but also in every place—your faith toward God has gone forth, so that we do not need to say anything.
9 ૯ લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને
They themselves report about you what kind of entrance we had to you, and how you turned to God from idols to be slaves to the living and true God,
10 ૧૦ તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.
and to wait for His Son coming out of the heavens (whom He raised from among the dead)—Jesus, who preserves us from the coming wrath.