< 1 શમુએલ 1 >

1 એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમ નગરનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઇમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.
ויהי איש אחד מן הרמתים צופים--מהר אפרים ושמו אלקנה בן ירחם בן אליהוא בן תחו בן צוף--אפרתי
2 તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજી પત્નીનું નામ પનિન્ના હતું. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને બાળકો ન હતાં.
ולו שתי נשים--שם אחת חנה ושם השנית פננה ויהי לפננה ילדים ולחנה אין ילדים
3 આ માણસ પોતાના નગરમાંથી વર્ષો વર્ષ શીલોમાં સૈન્યના ઈશ્વરનું ભજન કરવા તથા બલિદાન આપવા સારુ જતો હતો. ત્યાં એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના યાજક હતા.
ועלה האיש ההוא מעירו מימים ימימה להשתחות ולזבח ליהוה צבאות בשלה ושם שני בני עלי חפני ופנחס כהנים ליהוה
4 જયારે એલ્કાનાનો વર્ષ પ્રમાણે બલિદાન કરવાનો દિવસ આવતો, ત્યારે તે હંમેશા પોતાની પત્ની પનિન્નાને તથા તેણીના દીકરા દીકરીઓને હિસ્સો વહેંચી આપતો.
ויהי היום ויזבח אלקנה ונתן לפננה אשתו ולכל בניה ובנותיה--מנות
5 પણ હાન્નાને તે હંમેશા બમણો ભાગ આપતો, કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો, પણ ઈશ્વરે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું.
ולחנה יתן מנה אחת אפים כי את חנה אהב ויהוה סגר רחמה
6 તેથી તેની શોક્ય પત્ની તેને ખૂબ જ ચીડવતી અને ખીજવતી હતી.
וכעסתה צרתה גם כעס בעבור הרעמה כי סגר יהוה בעד רחמה
7 જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી.
וכן יעשה שנה בשנה מדי עלתה בבית יהוה--כן תכעסנה ותבכה ולא תאכל
8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, “હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?’ હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?
ויאמר לה אלקנה אישה חנה למה תבכי ולמה לא תאכלי ולמה ירע לבבך הלוא אנכי טוב לך מעשרה בנים
9 તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો.
ותקם חנה אחרי אכלה בשלה ואחרי שתה ועלי הכהן ישב על הכסא על מזוזת היכל יהוה
10 ૧૦ તે ઘણી દુઃખી હતી; તેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને ખૂબ રડી.
והיא מרת נפש ותתפלל על יהוה ובכה תבכה
11 ૧૧ માનતા માનીને તેણે કહ્યું, “સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.”
ותדר נדר ותאמר יהוה צבאות אם ראה תראה בעני אמתך וזכרתני ולא תשכח את אמתך ונתתה לאמתך זרע אנשים--ונתתיו ליהוה כל ימי חייו ומורה לא יעלה על ראשו
12 ૧૨ જયારે ઈશ્વરની આગળ સતત પ્રાર્થના કરવામાં તે મશગૂલ હતી, ત્યારે એલીએ તેના મુખ તરફ જોયું.
והיה כי הרבתה להתפלל לפני יהוה ועלי שמר את פיה
13 ૧૩ હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે.
וחנה היא מדברת על לבה--רק שפתיה נעות וקולה לא ישמע ויחשבה עלי לשכרה
14 ૧૪ એલીએ તેને કહ્યું કે, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું બંધ કર.”
ויאמר אליה עלי עד מתי תשתכרין הסירי את יינך מעליך
15 ૧૫ હાન્નાએ ઉત્તર આપ્યો કે, “ના, મારા માલિક, હું હૃદયમાં દુઃખી સ્ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, પણ હું ઈશ્વર આગળ મારું હૃદય ખાલી કરતી હતી.”
ותען חנה ותאמר לא אדני אשה קשת רוח אנכי ויין ושכר לא שתיתי ואשפך את נפשי לפני יהוה
16 ૧૬ “તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું.”
אל תתן את אמתך לפני בת בליעל כי מרב שיחי וכעסי דברתי עד הנה
17 ૧૭ ત્યારે એલીએ ઉત્તર આપીને કહ્યું, “શાંતિએ જા; ઇઝરાયલના ઈશ્વરની આગળ તેં જે વિનંતી કરી છે, તે ઈશ્વર સફળ કરે.”
ויען עלי ויאמר לכי לשלום ואלהי ישראל יתן את שלתך אשר שאלת מעמו
18 ૧૮ તેણે કહ્યું, “તારી દાસી ઉપર તારી કૃપાદ્રષ્ટિ થાઓ.” પછી હાન્ના પોતાને માર્ગે ચાલી ગઈ અને તેણે ખોરાક ખાધો. ત્યાર પછી તેના મુખ પર ઉદાસીનતા રહી નહિ.
ותאמר תמצא שפחתך חן בעיניך ותלך האשה לדרכה ותאכל ופניה לא היו לה עוד
19 ૧૯ સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.
וישכמו בבקר וישתחוו לפני יהוה וישבו ויבאו אל ביתם הרמתה וידע אלקנה את חנה אשתו ויזכרה יהוה
20 ૨૦ સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.”
ויהי לתקפות הימים ותהר חנה ותלד בן ותקרא את שמו שמואל כי מיהוה שאלתיו
21 ૨૧ ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો.
ויעל האיש אלקנה וכל ביתו לזבח ליהוה את זבח הימים ואת נדרו
22 ૨૨ પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, “બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે.”
וחנה לא עלתה כי אמרה לאישה עד יגמל הנער והבאתיו ונראה את פני יהוה וישב שם עד עולם
23 ૨૩ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર.” તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો.” માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.
ויאמר לה אלקנה אישה עשי הטוב בעיניך שבי עד גמלך אתו--אך יקם יהוה את דברו ותשב האשה ותינק את בנה עד גמלה אתו
24 ૨૪ તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો.
ותעלהו עמה כאשר גמלתו בפרים שלשה ואיפה אחת קמח ונבל יין ותבאהו בית יהוה שלו והנער נער
25 ૨૫ તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા.
וישחטו את הפר ויבאו את הנער אל עלי
26 ૨૬ હાન્નાએ કહ્યું, “ઓ, મારા માલિક! તારા જીવના સમ કે જે સ્ત્રી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી તે હું છું.
ותאמר בי אדני חי נפשך אדני אני האשה הנצבת עמכה בזה להתפלל אל יהוה
27 ૨૭ આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે.
אל הנער הזה התפללתי ויתן יהוה לי את שאלתי אשר שאלתי מעמו
28 ૨૮ માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે.” અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.
וגם אנכי השאלתהו ליהוה כל הימים אשר היה הוא שאול ליהוה וישתחו שם ליהוה

< 1 શમુએલ 1 >