< 1 શમુએલ 9 >
1 ૧ બિન્યામીનીઓમાંનો એક માણસ હતો. જે પ્રભાવશાળી હતો. તેનું નામ કીશ હતું, તે બિન્યામીનીઓમાંના અફિયાનો દીકરો, બખોરોથનો દીકરો, સરોરનો દીકરો, અબીએલનો દીકરો હતો.
Benyamin oymağından Afiyah oğlu Bekorat oğlu Seror oğlu Aviel oğlu Kiş adında bir adam vardı. Benyaminli Kiş sözü geçen biriydi.
2 ૨ તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો.
Saul adında genç, yakışıklı bir oğlu vardı. İsrail halkı arasında ondan daha yakışıklısı yoktu. Boyu herkesten bir baş daha uzundu.
3 ૩ હવે શાઉલના પિતા, કીશના ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, “તું તારી સાથે ચાકરોમાંથી એકને લે; ઊઠ અને જઈને ગધેડાંની શોધ કર.”
Bir gün Saul'un babası Kiş'in eşekleri kayboldu. Kiş, oğlu Saul'a, “Hizmetkârlardan birini yanına al da git, eşekleri ara” dedi.
4 ૪ તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.
Saul Efrayim dağlık bölgesinden geçip Şalişa topraklarını dolaştı. Ama eşekleri bulamadılar. Şaalim bölgesine geçtiler. Eşekler orada da yoktu. Sonra Benyamin bölgesinden geçtilerse de, hayvanları bulamadılar.
5 ૫ તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાનો ચાકર જે તેની સાથે હતો તેને કહ્યું, “ચાલ, આપણે પાછા જઈએ, નહિ તો મારા પિતા ગધેડાંની ચિંતા છોડી દઈને આપણા માટે ચિંતા કરવા લાગશે.”
Suf bölgesine varınca, Saul yanındaki hizmetkârına, “Haydi dönelim! Yoksa babam eşekleri düşünmekten vazgeçip bizim için kaygılanmaya başlar” dedi.
6 ૬ પણ ચાકરે તેને કહ્યું, “સાંભળ, આ નગરમાં ઈશ્વરનો એક ઈશ્વરભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે; જે કંઈ તે કહે છે તે નિશ્ચે સાચું પડે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ; કદાચ તે આપણને કહી બતાવશે કે કયા માર્ગે આપણે જવું.”
Hizmetkâr, “Bak, bu kentte saygın bir Tanrı adamı vardır” diye karşılık verdi, “Bütün söyledikleri bir bir yerine geliyor. Şimdi ona gidelim. Belki gideceğimiz yolu o bize gösterir.”
7 ૭ ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને માટે આપણે શું લઈ જઈશું? કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને ત્યાં ઈશ્વરના માણસને ભેટ આપવા માટે કશું રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”
Saul, “Gidersek, adama ne götüreceğiz?” dedi, “Torbalarımızdaki ekmek tükendi. Tanrı adamına götürecek bir armağanımız yok. Neyimiz kaldı ki?”
8 ૮ ચાકરે શાઉલને જવાબ આપીને કહ્યું, “મારી પાસે પા શેકેલ ચાંદી છે તે હું ઈશ્વરભક્તને આપીશ, કે તે આપણને ક્યા માર્ગે જવું તે જણાવે.”
Hizmetkâr, “Bak, bende çeyrek şekel gümüş var” diye karşılık verdi, “Gideceğimiz yolu bize göstermesi için bunu Tanrı adamına vereceğim.”
9 ૯ અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા.
–Eskiden İsrail'de biri Tanrı'ya bir şey sormak istediğinde, “Haydi, biliciye gidelim” derdi. Çünkü bugün peygamber denilene o zaman bilici denirdi.–
10 ૧૦ ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “તેં ઠીક કહ્યું. ચાલ, આપણે જઈએ.” તેથી તેઓ નગરમાં જ્યાં ઈશ્વરભક્ત રહેતો હતો ત્યાં ગયા.
Saul hizmetkârına, “İyi, haydi gidelim” dedi. Böylece Tanrı adamının yaşadığı kente gittiler.
11 ૧૧ જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, “શું પ્રબોધક અહીં છે?”
Yokuştan kente doğru çıkarlarken, kuyudan su çekmeye giden kızlarla karşılaştılar. Onlara, “Bilici burada mı?” diye sordular.
12 ૧૨ તેઓએ ઉત્તર આપ્યો, “હા, તે છે; જુઓ, તે તમારી આગળ ગયો છે; હવે વહેલા જાઓ, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે; કારણ કે આજે ઉચ્ચસ્થાને લોકો બલિદાન કરવાના છે.
Kızlar, “Evet, ilerde” diye karşılık verdiler, “Şimdi çabuk davranın. Kentimize bugün geldi. Çünkü halk bugün tapınma yerinde bir kurban sunacak.
13 ૧૩ તમે નગરમાં પેસશો કે તરત, ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં તે તમને મળશે. કેમ કે તે આવીને બલિદાનને આશીર્વાદ નહિ દે; ત્યાં સુધી લોકો ખાશે નહિ, પછી જેઓ નોતરેલા છે તેઓ ખાશે. તો હવે જાઓ, તે તમને આ વખતે તરત જ મળશે.”
Kente girer girmez, yemek için tapınma yerine çıkmadan önce onu bulacaksınız. Kurbanı o kutsayacağı için, kendisi gelmeden halk yemek yemez. Çağrılı olanlar o geldikten sonra yemeye başlar. Şimdi gidin, onu hemen bulursunuz.”
14 ૧૪ તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો.
Saul'la hizmetkârı kente gittiler. Kente girdiklerinde, tapınma yerine çıkmaya hazırlanan Samuel onlara doğru ilerliyordu.
15 ૧૫ હવે શાઉલના આવ્યાના એક દિવસ અગાઉ, ઈશ્વરે શમુએલને જણાવ્યું હતું કે:
Saul gelmeden bir gün önce RAB Samuel'e şunu açıklamıştı:
16 ૧૬ “કાલે આશરે આ સમયે, બિન્યામીનના વતનમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા લોક ઇઝરાયલનો સરદાર થવા સારુ તેનો અભિષેક તું કરજે. અને તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકોને છોડાવશે; કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેઓ પર કૃપાદ્રષ્ટિ કરી છે.”
“Yarın bu saatlerde sana Benyamin bölgesinden birini göndereceğim. Onu halkım İsrail'in önderi olarak meshedeceksin. Halkımı Filistliler'in elinden o kurtaracak. Halkımın durumuna baktım; çünkü haykırışları bana ulaştı.”
17 ૧૭ જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે.”
Samuel Saul'u görünce, RAB, “İşte sana sözünü ettiğim adam!” dedi, “Halkıma o önderlik edecek.”
18 ૧૮ ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, “પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?”
Saul kent kapısında duran Samuel'e yaklaştı. “Bilicinin evi nerede, lütfen söyler misin?” dedi.
19 ૧૯ શમુએલે શાઉલને ઉત્તર આપીને કહ્યું, હું જ પ્રબોધક છું. મારી અગાઉ ઉચ્ચસ્થાને જાઓ, કેમ કે આજે તમારે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તને જવા દઈશ અને તારા મનમાં જે છે તે સર્વ હું તને કહી બતાવીશ.
Samuel, “Bilici benim” diye yanıtladı, “Önümden tapınma yerine çıkın. Bugün benimle birlikte yemek yiyeceksiniz. Yarın sabah düşündüğün her şeyi sana bildirip seni geri gönderirim.
20 ૨૦ વળી તારાં ગધેડાં જે ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયાં હતાં, તેની ચિંતા કરીશ નહિ, કેમ કે તે મળ્યાં છે. અને ઇઝરાયલની સઘળી આશા કોના પર છે? શું તે તારા પર અને તારા પિતાના ઘરના સર્વ પર નથી?”
Üç gün önce kaybolan eşeklerin için kaygılanma. Onlar bulundu. İsrail'in özlemi kime yönelik? Sana ve babanın ailesine değil mi?”
21 ૨૧ શાઉલે ઉત્તર આપીને કહ્યું, “હું ઇઝરાયલના સૌથી નાના બિન્યામીનીઓના કુળનો નથી? મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી શું? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?”
Saul şu karşılığı verdi: “Ben İsrail oymaklarının en küçüğü olan Benyamin oymağından değil miyim? Ait olduğum boy da Benyamin oymağına bağlı bütün boyların en küçüğü değil mi? Bana neden böyle şeyler söylüyorsun?”
22 ૨૨ શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા.
Samuel Saul ile hizmetkârını alıp yemek odasına götürdü; yaklaşık otuz çağrılı arasında ilk sırayı onlara verdi.
23 ૨૩ શમુએલે રસોઈયાને કહ્યું કે, “જે ભાગ મેં તને આપ્યો તે લાવ અને જે વિષે મેં તને કહ્યું હતું, ‘તે બાજુ પર મૂક.’
Sonra aşçıya, “Sana verdiğim ve bir kenara ayırmanı söylediğim payı getir” dedi.
24 ૨૪ હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, “જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે.’ એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.
Aşçı budu getirip Saul'un önüne koydu. Samuel, “İşte senin için ayrılan parça, buyur ye!” dedi, “Çünkü bunu belirtilen gün çağırdığım halkla birlikte yemen için sakladım.” O gün Saul Samuel'le yemek yedi.
25 ૨૫ જયારે તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે અગાસી પર તેઓ શાઉલ સાથે વાત કર્યા.
Tapınma yerinden kente indikten sonra Samuel evinin damında Saul'la konuştu.
26 ૨૬ સૂર્યોદયને સમયે એમ થયું કે, શમુએલે શાઉલને અગાસી પર હાંક મારી, “ઊઠ, જેથી હું તને તારા રસ્તે વિદાય કરું.” તેથી શાઉલ ઊઠ્યો અને બન્ને એટલે તે તથા શમુએલ શેરીમાં ચાલી નીકળ્યા.
Sabah erkenden, şafak sökerken kalktılar. Samuel, damdan Saul'u çağırıp, “Hazırlan, seni göndereceğim” dedi. Saul kalktı. Samuel'le birlikte dışarı çıktılar.
27 ૨૭ જયારે નગરના છેડા આગળ તેઓ જતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ચાકરને કહે કે, તે આપણી આગળ ચાલ્યો જાય અને ચાકર ચાલ્યો ગયો, પણ તું હમણાં ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું.”
Kentin sınırına yaklaşırken Samuel Saul'a, “Hizmetkâra önümüzden gitmesini söyle” dedi. Hizmetkâr öne geçince, Samuel, “Ama sen dur” diye ekledi, “Sana Tanrı'nın sözünü bildireceğim.”