< 1 શમુએલ 8 >
1 ૧ જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.
A kad Samuilo ostarje, postavi sinove svoje za sudije Izrailju.
2 ૨ તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.
A ime sinu njegovu prvencu bješe Joilo, a drugomu Avija, i suðahu u Virsaveji.
3 ૩ તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.
Ali sinovi njegovi ne hoðahu putovima njegovijem, nego udariše za dobitkom, i primahu poklone i izvrtahu pravdu.
4 ૪ પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
Tada se skupiše sve starješine Izrailjeve i doðoše k Samuilu u Ramu.
5 ૫ તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”
I rekoše mu: eto, ti si ostario, a sinovi tvoji ne hode tvojim putovima: zato postavi nam cara da nam sudi, kao što je u svijeh naroda.
6 ૬ પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.
Ali Samuilu ne bi po volji što rekoše: daj nam cara da nam sudi. I Samuilo se pomoli Gospodu.
7 ૭ ઈશ્વરે શમુએલને કહ્યું, “લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.
A Gospod reèe Samuilu: poslušaj glas narodni u svemu što ti govore; jer ne odbaciše tebe, nego mene odbaciše da ne carujem nad njima.
8 ૮ હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
Kako èiniše od onoga dana kad ih izvedoh iz Misira do danas, i ostaviše me i služiše drugim bogovima, po svijem tijem djelima èine i tebi.
9 ૯ હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”
Zato sada poslušaj glas njihov; ali im dobro zasvjedoèi i kaži naèin kojim æe car carovati nad njima.
10 ૧૦ જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.
I kaza Samuilo sve rijeèi Gospodnje narodu koji iskaše od njega cara;
11 ૧૧ તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.
I reèe: ovo æe biti naèin kojim æe car carovati nad vama: sinove vaše uzimaæe i metati ih na kola svoja i meðu konjike svoje, i oni æe trèati pred kolima njegovijem;
12 ૧૨ તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.
I postaviæe ih da su mu tisuænici i pedesetnici, i da mu oru njive i žnju ljetinu, i da mu grade ratne sprave i što treba za kola njegova.
13 ૧૩ તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
Uzimaæe i kæeri vaše da mu grade mirisne masti i da mu budu kuharice i hljebarice.
14 ૧૪ તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
I njive vaše i vinograde vaše i maslinike vaše najbolje uzimaæe i razdavati slugama svojim.
15 ૧૫ તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
Uzimaæe desetak od usjeva vaših i od vinograda vaših, i davaæe dvoranima svojim i slugama svojim.
16 ૧૬ તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.
I sluge vaše i sluškinje vaše i mladiæe vaše najljepše i magarce vaše uzimaæe, i obrtati na svoje poslove.
17 ૧૭ તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.
Stada æe vaša desetkovati i vi æete mu biti robovi.
18 ૧૮ તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.”
Pa æete onda vikati radi cara svojega, kojega izabraste sebi; ali vas Gospod neæe onda uslišiti.
19 ૧૯ પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, “એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ
Ali narod ne htje poslušati rijeèi Samuilovijeh, i rekoše: ne, nego car neka bude nad nama,
20 ૨૦ તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે.”
Da budemo i mi kao svi narodi; i neka nam sudi car naš i ide pred nama i vodi naše ratove.
21 ૨૧ ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.
A Samuilo èuvši sve rijeèi narodne, kaza ih Gospodu.
22 ૨૨ ઈશ્વરે શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ.” તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ.”
A Gospod reèe Samuilu: poslušaj glas njihov, i postavi im cara. I Samuilo reèe Izrailjcima: idite svaki u svoj grad.