< 1 શમુએલ 7 >
1 ૧ કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો.
Så kommo det folket af KiriathJearim, och hemtade Herrans ark ditupp, och förde honom i AbiNadabs hus i Gibea; och hans son Eleazar vigde de, att han skulle taga vara på Herrans ark.
2 ૨ જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.
Och ifrå den dagen, då Herrans ark kom till KiriathJearim, fördröjde sig tiden, tilldess tjugu år voro förlupne; och allt Israels hus greto för Herranom.
3 ૩ ત્યારે શમુએલે ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું કે, “જો તમે પોતાના પૂરા હૃદયથી ઈશ્વરની તરફ ફરતા હો, તો તમારા મધ્યેથી અન્ય દેવો તથા આશ્તારોથને દૂર કરો, તમારાં અંતઃકરણો ઈશ્વરની પ્રત્યે લગાડો, કેવળ તેમની સ્તુતિ કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”
Men Samuel sade till hela Israels hus: Om I omvänden eder med allt hjerta till Herran, så låter ifrån eder de främmande gudar och Astaroth, och bereder edart hjerta till Herran, och tjener honom allena, så varder han eder frälsandes utu de Philisteers hand.
4 ૪ ત્યારે ઇઝરાયલના લોકોએ બઆલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી.
Så bortkastade Israels barn ifrå sig Baalim och Astaroth, och tjente Herranom allena.
5 ૫ પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા કરો. હું તમારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરીશ.”
Och Samuel sade: Församler hela Israel till Mizpa, att jag må der bedja Herran för eder.
6 ૬ તેઓ મિસ્પામાં એકઠા થયા, તેઓએ પાણી કાઢીને ઈશ્વર આગળ રેડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કર્યો અને કહ્યું, “અમે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલે ત્યાં ઇઝરાયલના લોકોની તકરારનો ન્યાય કર્યો અને આગેવાની આપી.
Och de kommo tillhopa i Mizpa, och öste vatten, och göto ut för Herranom, och fastade den dagen, och sade der: Vi hafve syndat för Herranom. Och så dömde Samuel Israels barn i Mizpa.
7 ૭ પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા.
Då nu de Philisteer hörde, att Israels barn voro tillhopakomne i Mizpa, drogo de Philisteers Förstar upp emot Israel. När Israels barn det hörde, fruktade de sig för de Philisteer;
8 ૮ ત્યારે ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર આગળ અમારે સારુ વિનંતી કરવાનું પડતું ન મૂક, કે જેથી ઈશ્વર અમને પલિસ્તીઓના હાથમાંથી બચાવે.”
Och sade till Samuel: Vänd icke igen att ropa för oss till Herran vår Gud, att han hjelper oss utu de Philisteers hand.
9 ૯ શમુએલે ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ ઈશ્વરને કર્યું અને તેણે ઇઝરાયલને સારુ ઈશ્વરની આગળ પોકાર કર્યો અને ઈશ્વરે તેને ઉત્તર આપ્યો.
Samuel tog ett fett lamb, och offrade Herranom ett helt bränneoffer, och ropade till Herran för Israel; och Herren bönhörde honom.
10 ૧૦ જે વખતે શમુએલ દહનીયાર્પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે ઈશ્વરે પલિસ્તીઓ ઉપર મોટા અવાજ સાથે ગર્જના કરી અને તેઓને ગભરાવી દીધા, તેઓને ઇઝરાયલીઓ આગળથી હાંકી કાઢ્યાં.
Och som Samuel offrade bränneoffret, kommo de Philisteer fram till att strida emot Israel. Men Herren lät dundra en stor tordön öfver de Philisteer på den dagen; och förfärade dem, så att de vordo slagne för Israel.
11 ૧૧ ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.
Så drogo Israels män ut ifrå Mizpa, och jagade de Philisteer, och slogo dem allt inunder BethCar.
12 ૧૨ ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”
Då tog Samuel en sten, och satte honom emellan Mizpa och Sen, och kallade honom Hjelposten, och sade: Allt härintill hafver Herren hulpit oss.
13 ૧૩ આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.
Så vordo de Philisteer förtryckte, och kommo intet mer i Israels gränso. Och Herrans hand var emot de Philisteer, så länge Samuel lefde.
14 ૧૪ જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.
Så vordo ock de städer Israel igengifne, som de Philisteer dem ifråtagit hade, ifrån Ekron intill Gath, med deras gränsor; dem friade Israel utu de Philisteers hand; ty Israel hade frid med de Amoreer.
15 ૧૫ શમુએલે પોતાના આયુષ્યનાં સર્વ દિવસભર ઇઝરાયલનો ન્યાય કર્યો.
Och Samuel dömde Israel, så länge han lefde;
16 ૧૬ દર વર્ષે તે બેથેલ, ગિલ્ગાલ, મિસ્પામાં જતો હતો; એ બધે સ્થળે તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો.
Och for hvart år omkring till BethEl, och Gilgal, och Mizpa. Och när han hade på all denna rummen dömt Israel,
17 ૧૭ પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.
Kom han igen till Ramath, ty der var hans hus; och dömde der Israel, och byggde der Herranom ett altare.