< 1 શમુએલ 7 >

1 કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો.
किर्यत-यारीमका मानसिहरू आएर परमप्रभुको सन्दुकलाई उठाए र डाँडामा भएको अबीनादाबको घरमा त्‍यो ल्‍याए । परमप्रभुको सन्दुकको रेखदेख गर्न तिनको छोरा एलाजारलाई तिनीहरूले अलग गरे ।
2 જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.
त्‍यो बेलादेखि लामो समयसम्म अर्थात् बिस वर्षसम्म त्‍यो सन्दुक किर्यत-यारीममा रह्यो । इस्राएलका सबै घरानाले विलाप गरे र परमप्रभुतिर फर्कने इच्छा गरे ।
3 ત્યારે શમુએલે ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું કે, “જો તમે પોતાના પૂરા હૃદયથી ઈશ્વરની તરફ ફરતા હો, તો તમારા મધ્યેથી અન્ય દેવો તથા આશ્તારોથને દૂર કરો, તમારાં અંતઃકરણો ઈશ્વરની પ્રત્યે લગાડો, કેવળ તેમની સ્તુતિ કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”
शमूएलले इस्राएलका सारा घरानालाई भने, “तिमीहरू आफ्ना सारा हृदयले परमप्रभुतिर फर्किन्छौ, विदेशी देवताहरू र अश्तोरेतलाईतिमीहरूका माझबाट हटाउँछौ, आफ्‍नो हृदयलाई परमप्रभुतिर फर्काउँछौ र उहाँको मात्र आराधना गर्छौ भने, उहाँले तिमीहरूलाई पलिश्‍तीहरूको हातबाट छुटकारा दिनुहुनेछ ।”
4 ત્યારે ઇઝરાયલના લોકોએ બઆલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી.
त्यसपछि एस्राएलका मानिसहरूले बाल र अश्तोरेत हटाए र परमप्रभुको मात्र आराधना गरे ।
5 પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા કરો. હું તમારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરીશ.”
तब शमूएलले भने, “सबै इस्राएललाई मिस्‍पामा भेला गर र म तिमीहरूका निम्ति परमप्रभुसँग प्रार्थना गर्नेछु ।”
6 તેઓ મિસ્પામાં એકઠા થયા, તેઓએ પાણી કાઢીને ઈશ્વર આગળ રેડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કર્યો અને કહ્યું, “અમે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલે ત્યાં ઇઝરાયલના લોકોની તકરારનો ન્યાય કર્યો અને આગેવાની આપી.
तिनीहरू मिस्‍पामा भेला भए, पानी भरे र परमप्रभुको सामु खन्याए । त्यस दिन तिनीहरू उपवास बसे र भने, “हामीले परमप्रभुको विरुद्धमा पाप गरेका छौं ।” शमूएलले त्यहाँ नै इस्राएलका मानिसहरूको विवादहरूमा फैसला गरे अनि मानिसहरूलाई नेतृत्व गरे ।
7 પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા.
जब इस्राएलका मानिसहरू मिस्पामा भला भएका छन् भन्‍ने पलिश्तीहरूले सुने, पलिश्तीहरूका शासकहरूले इस्राएललाई आक्रमण गरे । जब इस्राएलका मानिसहरूले यो सुने, तिनीहरू पलिश्तीहरूसँग डराए ।
8 ત્યારે ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર આગળ અમારે સારુ વિનંતી કરવાનું પડતું ન મૂક, કે જેથી ઈશ્વર અમને પલિસ્તીઓના હાથમાંથી બચાવે.”
त्यसपछि इस्राएलका मानिसहरूले शमूएललाई भने, “हाम्रो निम्ति परमप्रभुसँग पुकारा गर्न नछोड्नुहोस्, ताकि उहाँले हामीलाई पलिश्तीहरूका हातबट बचाउनुहुनेछ ।”
9 શમુએલે ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ ઈશ્વરને કર્યું અને તેણે ઇઝરાયલને સારુ ઈશ્વરની આગળ પોકાર કર્યો અને ઈશ્વરે તેને ઉત્તર આપ્યો.
शमूएलले दूधे थुमालाई लिए र यसलाई परमप्रभुको निम्ति पुरै होमबलिको रूपमा चढाए । तब शमूएलले इस्राएलको निम्ति परमप्रभुसँग पुकारा गरे र परमप्रभुले जवाफ दिनुभयो ।
10 ૧૦ જે વખતે શમુએલ દહનીયાર્પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે ઈશ્વરે પલિસ્તીઓ ઉપર મોટા અવાજ સાથે ગર્જના કરી અને તેઓને ગભરાવી દીધા, તેઓને ઇઝરાયલીઓ આગળથી હાંકી કાઢ્યાં.
शमूएलले होमबलि चढाउँदै गर्दा पलिश्तीहरू इस्राएललाई आक्रमण गर्न आए । तर त्यस दिन पलिश्तीहरूको विरुद्धमा ठुलो गर्जनसहित परमप्रभु गर्जनुभयो र तिनीहरूलाई गोलमालमा पार्नुभयो, र तिनीहरू इस्राएलको सामुबाट भागे ।
11 ૧૧ ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.
इस्राएलका मानिसहरू मिस्पाबाट गए र तिनीहरूले पलिश्तीहरूलाई लखेटे र उनीहरूलाई बेथ-करको मुनिसम्म मारे ।
12 ૧૨ ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”
त्यसपछि शमूएलले एउटा ढुङ्गा लिए र मिस्पा र शेनको बिचमा त्‍यो खडा गरे । तिनले यसो भने, “परमप्रभुले हामीलाई यहाँसम्म सहायता गर्नुभएको छ ।”
13 ૧૩ આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.
यसरी पलिश्तीहरूलाई अधीन गरियो र तिनीहरू इस्राएलको सिमानाभित्र प्रवेश गरेनन् । शमूएलको समयभरि नै परमप्रभुको हात पलिश्तीहरूको विरुद्धमा थियो ।
14 ૧૪ જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.
पलिश्तीहरूले इस्राएलबाट कब्जा गरेका एक्रोनदेखि गातसम्मका नगरहरू पुनर्स्थपना गरियो । इस्राएलले पलिश्तीहरूबाट आफ्‍ना इलाका फिर्ता लियो । अनि इस्राएल र एमोरीहरू बिच शान्ति थियो ।
15 ૧૫ શમુએલે પોતાના આયુષ્યનાં સર્વ દિવસભર ઇઝરાયલનો ન્યાય કર્યો.
शमूएलले आफ्‍नो जीवनकालभरि नै इस्राएलको न्याय गरे ।
16 ૧૬ દર વર્ષે તે બેથેલ, ગિલ્ગાલ, મિસ્પામાં જતો હતો; એ બધે સ્થળે તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો.
तिनी हरेक वर्ष बेथेल, गिलगाल र मिस्पाको फेरो मार्थे । यी सबै ठाउँहरूमा इस्राएलका निम्ति तिनले झगडाहरूको फैसला गर्थे ।
17 ૧૭ પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.
त्यसपछि तिनी रामामा फर्कन्थे, किनभने तिनको घर त्यहाँ थियो । अनि त्यहाँ पनि तिनले इस्राएलका निम्ति झगडाको फैसला गर्थे । तिनले त्यहाँ परमप्रभुको निम्ति एउटा वेदी पनि निर्माण गरे ।

< 1 શમુએલ 7 >