< 1 શમુએલ 6 >

1 ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો.
Awurade Apam Adaka no dii Filistifo asase so asram ason.
2 પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, “ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો.”
Na Filistifo no frɛɛ wɔn asɔfo ne wɔn asamanfrɛfo bisaa wɔn se, “Dɛn na yɛnyɛ Awurade Apam Adaka yi? Monkyerɛ yɛn ɔkwan a yɛmfa so nsan mfa nkɔ asase a efi so no so.”
3 તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી.”
Wɔka kyerɛɛ wɔn se, “Monsan mfa Israel Nyankopɔn Apam Adaka no nkɔ faako a mokɔfaa no, na momfa akyɛde nka ho. Momfa afɔdi afɔre nka ho, na ama ɔyaredɔm no agyae. Na sɛ ɔyaredɔm no annyae a, ɛbɛma moahu sɛ ɛnyɛ Onyankopɔn na ɔde bae.”
4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.
Wobisae se, “Ɛno de, na afɔdi afɔre bɛn na yɛmfa nkɔ?” Na wɔka kyerɛɛ wɔn se, “Esiane sɛ ɔyaredɔm no abɔ mo ne mo asodifo baanum nti, monyɛ sikakɔkɔɔ te sɛ pɔmpɔ sɛso anum ne sikakɔkɔɔ akisi sɛso anum te sɛ nea asodifo no dodow te.
5 માટે તમારી ગાંઠોની અને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે, તેઓની પ્રતિમા બનાવીને ઇઝરાયલનાં ઈશ્વરને મહિમા આપો. કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, તમારા દેવો ઉપરથી અને દેશ પરથી ઉઠાવી લે.
Monyɛ saa nneɛma yi nyinaa mfa nkyerɛ nidi a mowɔ ma Israel Nyankopɔn. Na ebia, obegyaa mo, mo anyame ne mo asase amanehunu no.
6 મિસરીઓએ અને ફારુને પોતાના હૃદય કઠણ કર્યા તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દભૂત કૃત્યો કર્યા અને તેઓએ લોકોને જવા દીધા અને પછી તેઓ ગયા.
Monnyɛ asoɔden, nnyɛ atuatewfo, sɛnea Farao ne Misraimfo yɛe no. Wɔamma Israelfo ankɔ kosii sɛ Onyankopɔn maa ɔyaredɔm tew guu wɔn so.
7 તો હવે એક, નવું ગાડું તૈયાર કરો, બે દૂઝણી ગાયો, જેઓ ઉપર કદી ઝૂંસરી મૂકાઈ ન હોય તે લો. ગાયોને તે ગાડા સાથે જોડો, પણ તેઓના વાછરડા તેઓથી દૂર લઈ ઘરે લાવો.
“Afei, monyɛ teaseɛnam foforo, na monhwehwɛ anantwibere abien a afei na wɔawo mma foforo. Monhwɛ sɛ wɔntwee teaseɛnam da. Momfa anantwi no nsesa teaseɛnam no na montetew wɔn mma no mfi wɔn ho, mfa wɔn nkogu wɔn buw mu.
8 પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય.
Momfa Awurade Apam Adaka no nsi teaseɛnam no mu, na momfa adakawa a sikakɔkɔɔ akisi sɛso ne sikakɔkɔɔ pɔmpɔ sɛso wɔ mu no nsi nkyɛn. Afei, momma anantwi no nkɔ baabiara a wɔpɛ.
9 પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું.”
Na sɛ wɔtra yɛn asase hye, na wokodu Bet-Semes a, ɛbɛma yɛahu sɛ, ɛyɛ Awurade na ɔde saa amanehunu kɛse yi baa yɛn so. Na sɛ amma no saa a, yebehu sɛ saa ɔyaredɔm a ɛbaa yɛn so no yɛ akwanhyia bi, na mmom, emfi Awurade, wɔ ɔkwan biara so.”
10 ૧૦ તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા.
Wɔyɛɛ saa. Wɔfaa anantwi abien a wɔawo foforo de wɔn saa teaseɛnam no so, na wɔde wɔn mma no guu buw mu.
11 ૧૧ તેઓએ ઈશ્વરના કોશને ગાડામાં મૂક્યો, સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા ડબ્બામાં રાખીને તેની સાથે ગાડામાં મૂક્યાં.
Wɔde Awurade Apam Adaka no sii teaseɛnam no mu. Wɔde adakawa a sikakɔkɔɔ akisi sɛso ne sikakɔkɔɔ pɔmpɔ sɛso wɔ mu no sii ho.
12 ૧૨ ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા.
Afei, anantwi no de su faa ɔtempɔn a ɛkɔ Bet-Semes no so tee. Filistifo asodifo dii wɔn akyi ara kosii Bet-Semes hye so.
13 ૧૩ હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા.
Saa bere no, na Bet-Semesfo retwa wɔn atoko wɔ obon no mu. Enti wɔpagyaw wɔn ani huu Adaka no, wodii ahurusi.
14 ૧૪ તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.
Teaseɛnam no koduu ɔbarima bi a wɔfrɛ no Yosua a ofi Bet-Semes afuw mu no, egyinaa ɔbotan kɛse bi ho. Nnipa no twitwaa nnua a wɔde yɛɛ teaseɛnam no mu. Na wɔde anantwi no bɔɔ ɔhyew afɔre maa Awurade.
15 ૧૫ લેવીઓએ ઈશ્વરના કોશને તથા તેની સાથેની દાગીનાની પેટીને જેને સોનાનો આકડો હતો, તેઓને મોટા પથ્થર પર તેને મૂક્યો. બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે ઈશ્વરને દહનીયાર્પણો કર્યા તથા બલિદાનો ચઢાવ્યાં.
Lewifo no mu bebree faa adaka no ne adakawa a sika agude wɔ mu no, na wɔde guu ɔbotan kɛse no so. Saa da no, Bet-Semesfo bɔɔ ɔhyew afɔre ne aduan afɔre bebree maa Awurade.
16 ૧૬ પલિસ્તીઓના પાંચ અધિકારીઓએ આ જોયું, તેજ દિવસે તેઓ એક્રોનમાં પાછા આવ્યા.
Filistifo asodifo baanum no hwɛɛ eyinom nyinaa, na da no ara, wɔsan kɔɔ Ekron.
17 ૧૭ સોનાની ગાંઠો પલિસ્તીઓએ દોષાર્થાર્પણ માટે પાછી ઈશ્વરને આપી હતી તે આ હતી: આશ્દોદની એક, ગાઝાની એક, એક આશ્કલોનની, ગાથની એક, એક્રોનની એક.
Sikakɔkɔɔ mpɔmpɔ sɛso a Filistifo no de kɔɔ sɛ asodi afɔre, de maa Awurade no yɛ akyɛde a efi Asdod, Gasa, Askelon, Gat ne Ekron asodifo nkyɛn.
18 ૧૮ જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
Sikakɔkɔɔ akisi sɛso anum no nso gyina hɔ ma Filistifo nkuropɔn anum no ne nkurow a atwa ho ahyia no a na asodifo baanum no hwɛ so no. Ɔbotan kɛse a na ɛwɔ Bet-Semes a wɔde Awurade Apam Adaka no sii no nso da so tim Yosua afum besi nnɛ sɛ nkae ade a ɛkyerɛ asɛm a esii wɔ hɔ no.
19 ૧૯ ઈશ્વરે બેથ-શેમેશના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ ઈશ્વરના કોશમાં જોયું, તેમણે પચાસ હજાર અને સિત્તેર માણસોને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો, કેમ કે ઈશ્વરે તેમને મારીને મોટો સંહાર કર્યો હતો.
Na Awurade kunkum Bet-Semesfo no mmarima aduɔson sɛ wɔahwɛ Awurade Apam Adaka no mu. Na nea Awurade yɛe no nti, nnipa no twaa agyaadwo pa ara.
20 ૨૦ બેથ-શેમેશના માણસોએ કહ્યું કે, “કોણ આ પવિત્ર પ્રભુ ઈશ્વરની આગળ ઊભું રહેવા સક્ષમ છે? અમારી પાસેથી કોને ત્યાં તે જાય?”
Wosu bisae se, “Hena na obetumi agyina Awurade, Ɔkronkronni Nyankopɔn anim? Ɛhe na yebetumi de adaka yi afi ha akɔ?”
21 ૨૧ તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “પલિસ્તીઓ ઈશ્વરના કોશને પાછો લાવ્યા છે; તમે નીચે આવીને તે તમારે ત્યાં લઈ જાઓ.”
Enti wɔsomaa abɔfo kɔɔ Kiriat-Yearimfo nkyɛn kɔka kyerɛɛ wɔn se, “Filistifo no asan de Awurade Apam Adaka no aba. Yɛsrɛ mo, mommra ha mmegye!”

< 1 શમુએલ 6 >