< 1 શમુએલ 4 >

1 શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું. હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.
В това време Израил излезе на бой против филистимците и разположиха стан близо при Евен-езер; а филистимците разположиха стан в Афек.
2 પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.
И филистимците се опълчиха против Израиля; и когато започнаха битката, Израил се пръсна пред филистимците, и около четири хиляди мъже бяха убити на полесражението.
3 જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”
А като дойдоха людете в стана. Израилевите старейшини казаха: Защо ни порази Господ днес пред филистимците? Нека донесем при себе си ковчега за плочите на Господния завет от Сило, тъй щото, като дойде всред нас, да ни избави от ръката на неприятелите ни.
4 જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.
И така, людете пратиха в Сило, та донесоха от там ковчега на завета на Господа на Силите, Който обитава между херувимите; и двамата Илиеви сина, Офний и Финеес, бяха там с ковчега на Божия завет.
5 જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.
И като дойде ковчегът на Господният завет в стана, целият Израил възкликна с голям глас, тъй щото земята проехтя.
6 પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.
А филистимците като чуха шума на възклицанието, рекоха: Що значи това шумно и голямо възклицание в стана на евреите? и научиха се, че Господният ковчег дошъл в стана.
7 પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” તેઓએ કહ્યું, “આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!
Тогава филистимците се уплашиха, защото казваха: Бог е дошъл в стана. И рекоха: Горко ни! Защото такова нещо не е ставало до сега.
8 આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા.
Горко ни! Кой ще ни избави от ръката на тия мощни богове? Тия са боговете, които поразиха египтяните с всякакви язви в пустинята.
9 ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો.”
Укрепете се, филистимци, бъдете мъжествени, за да не станете слуги на евреите, както те станаха на вас; бъдете мъжествени, та се бийте с тях.
10 ૧૦ પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.
Тогава филистимците се биха; и Израил беше поразен, и всеки побягна в шатъра си; и стана много голямо поражение, защото паднаха тридесет хиляди пешаци от Израиля,
11 ૧૧ પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.
и Божият ковчег бе хванат; и двамата Илиеви сина, Офний и Финеес, бяха убити.
12 ૧૨ બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.
Тогава един човек от Вениамина се завтече от битката, та отиде в Сило, в същия ден, с раздрани дрехи и с пръст на главата си.
13 ૧૩ તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.
И като стигна, ето, Илий седеше на стола си край пътя та пазеше, защото сърцето му трепереше за Божия ковчег. И когато дойде човекът в града, та извести това, целият град извика.
14 ૧૪ જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.
А Илий, като чу шума на викането каза: Що значи тоя шум и глъч? И човекът дойде бързо та извести на Илия.
15 ૧૫ એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.
Илий беше тогава на деветдесет и осем години; и очите му бяха ослабнали та не можеше да вижда.
16 ૧૬ તે માણસે એલીને કહ્યું, “યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. “તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું?”
И човекът каза на Илия: Аз дойдох от сражението; още днес избягах от битката. И рече: Що стана, чадо мое?
17 ૧૭ જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.
И вестителят в отговор рече: Израил побягна пред филистимците, при това стана голямо поражение между людете, освен това и двамата ти сина, Офний и Финеес, умряха, и Божият ковчег е хванат.
18 ૧૮ જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
А щом спомена за Божия ковчег, Илий падна от стола възнак край портата, и вратът му се строши, и умря; защото беше стар и тежък човек. И той съди Израиля четиридесет години.
19 ૧૯ તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી.
А снаха му Финеесовата жена, която беше непразна, готова да роди, щом чу известието, че Божият ковчег бил хванат, и че свекърът й и мъжът й умрели, преви се и роди, защото болките й я хванаха.
20 ૨૦ અને તે વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું કે,” બી મા, કેમ કે તને દીકરો જન્મ્યો છે.” પણ તેણે કશો ઉત્તર આપ્યો નહિ. અને કંઈ પણ પરવા કરી નહિ.
И когато умираше, жените, които стояха около нея, й рекоха: Не бой се, защото си родила син. Но тя не отговори, нито даде внимание.
21 ૨૧ તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.
И нарече детето Ихавод, като казваше: Славата се изгуби от Израиля, (защото Божият ковчег се хванал, и защото свекърът й и мъжът й умрели );
22 ૨૨ અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”
каза прочее: Славата се изгуби от Израиля, защото Божият ковчег се хвана.

< 1 શમુએલ 4 >